ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / હાસ્ય અને સસ્પેન્સથી ભરપૂર ‘ચોર નંબર 1’ દર્શકોને કેટલી પસંદ આવી?
Last Updated: 07:03 PM, 24 October 2026
ADVERTISEMENT
Gujarati Film Chor Number 1 Review : ગુજરાતી સિનેમામાં જો તમે એવી ફિલ્મ જોવા માંગતા હોવ, જેમાં પેટ પકડીને હસવાની સાથે વાર્તામાં આગળ શું થશે એ જાણવાની ઉત્સુકતા પણ જળવાઈ રહે, તો ‘ચોર નંબર 1’ તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. ફિલ્મ જોયા પછી મારો અનુભવ કહું તો, આ ફિલ્મ મનોરંજનની સાથે વાર્તામાં આવતા અણધાર્યા વળાંકોને કારણે પણ રસ જાળવી રાખે છે.
ADVERTISEMENT
રિલીઝ અને પ્રીમિયરની વાત કરી તો ઇફોરુ એન્ટરટેઇનમેન્ટ લિમિટેડના બેનર હેઠળ બનેલી ગુજરાતી ફિલ્મ ‘ચોર નંબર 1’ 23 ઑક્ટોબર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ. રિલીઝના દિવસે અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત આલ્ફા વન મોલના સિનેપોલિસમાં રાત્રે 8:30 વાગ્યે પ્રીમિયર યોજાયું હતું, જેમાં કલાકારો અને સિનેપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હાસ્યની સાથે સસ્પેન્સનો પણ ભરપૂર ડોઝ
ADVERTISEMENT
ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે તેમાં કોમેડીને માત્ર હસાવવા પૂરતી મર્યાદિત રાખવામાં આવી નથી. વાર્તામાં વચ્ચે-વચ્ચે આવતા ટ્વિસ્ટ્સ દર્શકોની ઉત્સુકતા વધારતા રહે છે. ઘણી જગ્યાએ એવા રમૂજી પ્રસંગો આવે છે કે ચહેરા પર હાસ્ય આવી જાય છે, તો કેટલીક પરિસ્થિતિઓ વાર્તાને ગંભીરતા પણ આપે છે. પૈસાની હેરાફેરી, ગૂંચવણો અને અણધાર્યા વળાંકોની આસપાસ આગળ વધતી આ સસ્પેન્સ-કોમેડી ડ્રામા ફિલ્મમાં હાસ્ય અને વાર્તા વચ્ચે સારું સંતુલન જાળવવાનો પ્રયાસ જોવા મળે છે. ફિલ્મ જોતી વખતે વારંવાર એવું થાય કે હવે આગળ શું થશે? અને આ જ ઉત્સુકતા ફિલ્મને બોરિંગ બનતી અટકાવે છે.
ફિલ્મ શું કહેવા માંગે છે?
ADVERTISEMENT
‘ચોર નંબર 1’ માત્ર હસાવતી વાર્તા બની રહેવાને બદલે પૈસા, લાલચ, માનવીય વર્તન અને પરિસ્થિતિઓમાં લેવાતા નિર્ણયો જેવા મુદ્દાઓને પણ સ્પર્શે છે. ફિલ્મ મનોરંજનની સાથે એ વિચારવાની તક આપે છે કે દરેક પરિસ્થિતિ ઉપરથી દેખાય છે એવી જ હોય એ જરૂરી નથી. વાર્તાના વળાંકો દ્વારા દર્શકોને પાત્રોની હરકતો અને તેમની પાછળનાં કારણો સમજવાની તક મળે છે.
લેખન, દિગ્દર્શન અને કલાકારો
ADVERTISEMENT
ફિલ્મનું લેખન અને દિગ્દર્શન રાકેશ શાહે કર્યું છે, જ્યારે ફિલ્મનું નિર્માણ પ્રશાંત મોદી, અમિત વેદવાલા અને પિંકી વેદવાલાએ કર્યું છે. ફિલ્મનું નિર્માણ ઇફોરુ એન્ટરટેઇનમેન્ટ લિમિટેડના બેનર હેઠળ થયું છે. ફિલ્મમાં કલાકારોનો અભિનય, કોમિક સંવાદો અને હાસ્યના દૃશ્યો વાર્તાને મનોરંજક બનાવવામાં મદદ કરે છે. ખાસ કરીને કોમેડી સાથે સસ્પેન્સ જાળવવાનો પ્રયાસ ફિલ્મને સામાન્ય કોમેડી ફિલ્મથી થોડો અલગ અનુભવ આપે છે.
શું ફિલ્મમાં કોઈ ખામી છે?
ADVERTISEMENT
મારા વ્યક્તિગત અનુભવ પ્રમાણે, ફિલ્મમાં એવી કોઈ મોટી ખામી નજરે પડી નહીં કે જેના કારણે મનોરંજનમાં ખાસ વિક્ષેપ પડે. હા, દરેક દર્શકની પસંદગી અલગ હોય છે અને કોમેડીનો આનંદ પણ વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે. પરંતુ જો તમને હળવી મજાક, સસ્પેન્સ અને વાર્તામાં અણધાર્યા વળાંકો ગમતા હોય, તો ફિલ્મ તમને પસંદ આવી શકે છે.
ADVERTISEMENT
એકંદરે, ‘ચોર નંબર 1’ ગુજરાતી સિનેમાની એવી મનોરંજક ફિલ્મ છે, જેમાં હાસ્યની સાથે સસ્પેન્સ અને થોડી ગંભીરતાનો પણ સમાવેશ થાય છે. ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ દર્શકોને મનોરંજન આપવાનો છે અને તેની વાર્તા તમને અંત સુધી જોડી રાખવાનો પ્રયાસ કરે છે. મારા મતે, પરિવાર સાથે બેસીને માણી શકાય એવી કોમેડી અને સસ્પેન્સથી ભરપૂર ગુજરાતી ફિલ્મ જોવા માંગતા હોવ તો ‘ચોર નંબર 1’ને એક તક જરૂર આપવી જોઈએ. કારણ કે કેટલીક ફિલ્મો માત્ર હસાવીને પૂરી થઈ જાય છે, જ્યારે કેટલીક ફિલ્મો હાસ્યની સાથે વાર્તામાં આગળ શું થશે એની ઉત્સુકતા પણ જગાવી જાય છે. ‘ચોર નંબર 1’ જોતી વખતે મને આ બંનેનો અનુભવ થયો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો