ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / બેંગકોકની સફર, ડ્રગ માફિયાની જાળ અને ચાર મિત્રોની મસ્તી... ‘પીધા પછી’ કરાવશે હાસ્યનો ધમાકેદાર ડોઝ
Last Updated: 07:23 PM, 22 September 2026
ADVERTISEMENT
Gujarati Film Pidha Pachhi : ગુજરાતી સિનેમામાં દર્શકોને ખડખડાટ હસાવતી વધુ એક મનોરંજક બિગ બજેટ ફિલ્મ ‘પીધા પછી’ હાલમાં સિનેમાઘરોમાં દર્શકોનું મનોરંજન કરી રહી છે. ‘સરોવર આર્ટ’ના બેનર હેઠળ બનેલી આ બિગ બજેટ ફિલ્મ નિર્માતા અનિલ મેહતાની પ્રથમ ફિલ્મ છે. પહેલી જ ફિલ્મમાં તેમણે મનોરંજનનો ભરપૂર ડોઝ આપવાનો પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT
ફિલ્મની વાર્તા ચાર મિત્રો અને તેમની બેંગકોક ટ્રીપની આસપાસ ફરે છે. એક મિત્રની બેચલર પાર્ટી માટે બેંગકોક પહોંચેલી આ ચોકડી મસ્તીના મૂડમાં હોય છે, પરંતુ અજાણતા જ ડ્રગ માફિયાની જાળમાં ફસાઈ જાય છે. ત્યારબાદ શરૂ થાય છે જીવ બચાવવાની દોડ, ગેરસમજો, ગોટાળા અને કોમેડીની એવી સિરિઝ કે જે ફિલ્મને સતત મનોરંજક બનાવે છે.
ફિલ્મનું ખાસ આકર્ષણ છે તેનું થાઇલેન્ડમાં થયેલું શૂટિંગ. બેંગકોકના સુંદર લોકેશન્સ ફિલ્મને ઇન્ટરનેશનલ લુક આપે છે. DOPનું કેમેરાવર્ક ખાસ નોંધપાત્ર છે અને થાઇલેન્ડની સુંદરતાને સ્ક્રીન પર સુંદર રીતે કંડારવામાં આવી છે. દિગ્દર્શક નિશિત બ્રહ્મભટ્ટે ફિલ્મની ગતિ જાળવી રાખી છે. ફિલ્મની બીજી મોટી તાકાત તેના સંવાદો છે. ઋષિકેશ ઠક્કરના રમૂજી અને ધારદાર ડાયલોગ્સ અનેક પ્રસંગે દર્શકોને હસાવવાની સાથે તાળીઓ પાડવા પણ મજબૂર કરે છે.
ADVERTISEMENT
અભિનયની વાત કરીએ તો સ્મિત પંડ્યા અને હેમીન ત્રિવેદીની કોમિક ટાઇમિંગ ફિલ્મનું મુખ્ય આકર્ષણ બની રહે છે. તેમની સાથે આકાશ પંડ્યા (RJ Aakash), ગરિમા યાદવ, વિશાલ વૈશ્ય, આકાંક્ષા પુરી, પંક્તિ પટેલ, પ્રશાંત બારોટ અને કલ્પના ગાગડેકર સહિતના કલાકારોએ પોતાની ભૂમિકાઓને સહજતાથી રજૂ કરી છે. ફિલ્મમાં તર્જની ભાડલાનું પર્ફોર્મન્સ પણ ખાસ ધ્યાન ખેંચે છે. સાઉથ ફિલ્મ એક્ટ્રેસ વ્રજના પંડ્યાની પહેલી ગુજરાતી ફિલ્મ. સંગીતની વાત કરીએ તો મનુ રબારી અને જાનકી ગઢવીના ગીતો તથા ગૌરવ ધોળા અને DJ Quidના સંગીતથી ફિલ્મનું મનોરંજન વધુ રંગીન બને છે.
ADVERTISEMENT
નિર્માતા અનિલ મહેતાએ જણાવ્યું કે આ મારી પ્રથમ બિગ બજેટ ફિલ્મ ‘પીધા પછી’ ફિલ્મ દર્શકોને મનોરંજન સાથે હસાવવાના તૈયાર કરવામાં આવી છે. ખાસ કરીને રોજિંદા તણાવમાંથી થોડો સમય દૂર રહીને પરિવાર અને મિત્રો સાથે હળવાશભર્યો સમય પસાર કરવા માંગતા દર્શકો માટે ફિલ્મ મનોરંજનનો ડોઝ આપશે હાલમાં સિનેમાઘરોમાં ‘હનુમાન અંશ’ અને ‘મિરઝાપુર’ જેવી ચર્ચિત ફિલ્મો સાથે સ્પર્ધા વચ્ચે ઓછા શો મળવા છતાં ‘પીધા પછી’ને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અનેક સ્થળોએ ફિલ્મના શો હાઉસફુલ જઈ રહ્યા છે મારા મત મુજબ સરકારશ્રી ગુજરાતી ભાષાની ફિલ્મો ને સબસિડી આપે છે સાથે સાથે સિનેમા માં સ્પેશ્યલ શો કે ફરજિયાત શો આપવા જોઇએ જેથી ગુજરાતી ફિલ્મો ને વેગ મળે ટૂંકમાં, બેંગકોકની સફર, ચાર મિત્રોની મસ્તી, ડ્રગ માફિયાની જાળ અને ભરપૂર કન્ફ્યુઝન-‘પીધા પછી’ એટલે ગુજરાતી કોમેડીના નશામાં તરબોળ કરતી મોજમસ્તીભરી સફર.
સંકળાયેલા મુદ્દાઓ