ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / સરકારના દબાણ કે વિલંબના સવાલો પર સલમાન ખાનનો ખુલાસો, ‘માતૃભૂમિ’ ને લઈને કહી આ મોટી વાત
Last Updated: 05:44 PM, 6 November 2026
ADVERTISEMENT
લાંબા સમયની રાહ જોયા બાદ સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ આખરે રિલીઝ થવા જઈ રહી છે. શુક્રવારે યોજાયેલા ટ્રેલર લોન્ચ પ્રસંગે સલમાને જાહેરાત કરી હતી કે તેમની આ ફિલ્મ 4 ડિસેમ્બરે દર્શકો સમક્ષ આવશે. આ સાથે તેમણે એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે ફિલ્મની સ્ક્રિપ્ટ બદલવા માટે સરકાર તરફથી કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નહોતું.
ADVERTISEMENT
2 days out of 365 days to show yr love, respect and patriotism for your mother land is not enough. Saal bhar hona mangta hai boss. Here comes the lyrical cut of #JaiHind for u. Hope u like it n if u don’t then Himesh n Stebin ka insta ya X handle toh hoga he na. https://t.co/8oiT6LlC7C @LakhiaApoorva @IChitrangda #HimeshReshammiya @stebinbenmusic @SameerAnjaan #ZeynShaw @JasonThamIndia @TheAnkurBhatia #HarshilShah #HeeraSohal #VipinBhardwaj @TanyaDesai4 #AbhishrriSen @SKF_Music @SKFilmsOfficial @ShamiraahN
— Salman Khan (@BeingSalmanKhan) October 20, 2026
ટ્રેલર લોન્ચ વખતે સલમાને જણાવ્યું હતું કે સ્ક્રિપ્ટ ફરીથી લખવાની વાત સંપૂર્ણપણે પાયાવહોણી છે અને તેમાં કોઈ પણ પ્રકારનું સત્ય નથી. તેમણે કહ્યું કે અમે સેના પર આધારિત ફિલ્મ બનાવી છે, જેમાં તેમના પરિવારજનોનો સંઘર્ષ અને તેઓ કેવા કપરા સમયમાંથી પસાર થાય છે તે દર્શાવવામાં આવ્યું છે. આમાં બંને તરફ કેવા પ્રકારના હાલાત સર્જાય છે તેનું ચિત્રણ છે, તેથી તેમાં કોઈ નકારાત્મક પરિબળ નથી, માત્ર પરિસ્થિતિઓ દર્શાવવામાં આવી છે. સલમાને વધુમાં જણાવ્યું કે અમે ફિલ્મમાં બતાવી રહ્યા છીએ કે સૈનિકો માટે દેશ હંમેશાં સર્વોપરી હોય છે. બધા એકબીજાને પસંદ કરે છે, પરંતુ જ્યારે સંજોગો પ્રતિકૂળ બને છે ત્યારે તેઓ પોતાના દેશને પ્રાથમિકતા આપે છે. બંને પક્ષના લોકો મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરે છે. હવે અમારા દિગ્દર્શક પાસે ફિલ્મનું એક જૂનું સંસ્કરણ પણ હતું.
ADVERTISEMENT
Departure time 5:12 am…. Flight on time , 2 pegs down taking off with my sexy beauty… pata nahi kahaan mai land karoon #TeriSexyBeauty Out Now https://t.co/a6fZvYyMo2 @LakhiaApoorva @IChitrangda @SajidMusicKhan #HimeshReshammiya @Singer_muskaan @TaaleemMusic #caesargonzalves #AdelePereira #ZeynShaw #AbhishrriSen @TheAnkurBhatia #HeeraSohal @JasonThamIndia #HarshilShah #VipinBhardwaj @SKF_Music @SKFilmsOfficial @ShamiraahN
— Salman Khan (@BeingSalmanKhan) November 3, 2026
ADVERTISEMENT
સલમાને પોતાની ફિલ્મના વિલંબ વિશે પણ ખુલાસો કર્યો હતો. આ ફિલ્મ અગાઉ એપ્રિલ 2026 માં સિનેમાઘરોમાં આવવાની હતી, પરંતુ ત્યારબાદ તેને મોકૂફ રાખવામાં આવી અને હવે તે 4 ડિસેમ્બરે રિલીઝ માટે તૈયાર છે. આટલા લાંબા વિલંબ પાછળનું કારણ જણાવતા તેમણે પોતાના અંદાજમાં કહ્યું કે આ વખતે હું મોડો નથી પડ્યો, પરંતુ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ એટલે કે વી.એફ.એક્સ. (VFX) ના કારણે મોડું થયું છે.
સલમાને તેમની ફિલ્મના તાજેતરના ગીત ‘મેરી સેક્સી બ્યુટી’ પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે લોકો સવાલ કરી રહ્યા છે કે સેના પર આધારિત આવી ગંભીર ફિલ્મમાં આવું ગીત કેવી રીતે ફિટ બેસે છે? પરંતુ જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે તમને સમજાઈ જશે કે આ ગીત કેવી રીતે યોગ્ય ઠરે છે. ફિલ્મમાં તમામ સેના અધિકારીઓ પોતાની પત્નીઓની પ્રશંસા કરે છે અને આ ગીત તે જ દ્રશ્યમાં આવે છે. અમે ફિલ્મમાં જેટલા પણ ગીતો તૈયાર કર્યા છે, તે જ્યારે તમે જોશો ત્યારે તમને ખૂબ ઓછા દ્રશ્યો જોવા મળશે. તેમણે ઉમેર્યું કે તમને કદાચ એવું લાગશે કે અમે લગભગ 1400 ગીતો રિલીઝ કર્યા છે અને તેની પાછળનું પણ એક ચોક્કસ કારણ છે જે તમે સમજી જશો. અમારી ફિલ્મના દ્રશ્યો કે પરિસ્થિતિઓ એવી હતી કે અમે તમને અગાઉથી બતાવી નહોતા શકતા. એટલા માટે જ્યારે તમે આ ગીતો મૂવીમાં નિહાળશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે તેને કઈ ખાસ પરિસ્થિતિ માટે બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સલમાનની આ ફિલ્મનું અગાઉનું શીર્ષક ‘બેટલ ઓફ ગલવાન’ હતું, જેને બાદમાં બદલીને ‘માતૃભૂમિ મે વોર રેસ્ટ ઇન પીસ’ રાખવામાં આવ્યું છે. આ નામ બદલવા અંગે સુપરસ્ટારે જણાવ્યું કે તે સમયે ક્લેપ બોર્ડ પર અમે એમને એમ જ તે નામ નાખી દીધું હતું. અમને અગાઉથી જ ખ્યાલ હતો કે અમારે તે શીર્ષક (બેટલ ઓફ ગલવાન) નથી જોઈતું, અને ત્યારબાદ નવું શીર્ષક અમને અમારા પોતાના જ એક ગીતમાંથી મળી ગયું. તે ગીત હિમેશનું છે, જેના માટે હિમેશનો આભાર.
આ પણ વાંચોઃ 10 નવેમ્બર બાદ સાથે બેસીને વાત કરીશું, હોસ્પિટલમાં શરદ પવારના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો!
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અભિનીત આ ફિલ્મ ‘માતૃભૂમિ’ નું દિગ્દર્શન અપૂર્વ લાખિયાએ કર્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પણ મહત્ત્વની ભૂમિકામાં નજરે પડશે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈઠા’ સાથે સીધી ટક્કર કરશે.
સંકળાયેલા મુદ્દાઓ