ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 04:12 PM, 6 November 2026
1/6
ધનતેરસનો પર્વ આ વર્ષે 6 નવેમ્બર 2026 ના શુક્રવારે આવી રહ્યો છે. આ દિવસે ધનના સ્વામી કુબેર, સંપત્તિની દેવી લક્ષ્મી માતા અને આરોગ્યના દેવ ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. સાથે જ પરિવારની સુરક્ષા માટે યમરાજને સમર્પિત દીપદાન પણ કરાય છે. આ વર્ષે પૂજા માટેનો શુભ મુહૂર્ત સાંજે 6:02થી રાત્રે 7:57 સુધીનો છે, જે લગભગ બે કલાકનો સમયગાળો છે. પ્રદોષ કાળ સાંજે 5:33થી 8:09 સુધી રહેશે.
2/6
ધનતેરસે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા સોના-ચાંદીના ઘરેણાં કે સિક્કા, પીતળ-તાંબા કે સ્ટીલના નવા વાસણ, લક્ષ્મી માતા અને ગણેશજીની મૂર્તિ, નવી ઝાડૂ અને ધાણાના બીજ ખરીદવાની પરંપરા છે. નવી ગાડી કે બાઈક લેવાનું પણ શુભ માનવામાં આવે છે. જોકે લોખંડની વસ્તુઓ, કાળા રંગની ચીજો, કાચની વસ્તુઓ, તેલ કે ઘી ખરીદવાથી દૂર રહેવું જોઈએ.
ADVERTISEMENT
3/6
પૂજા માટે ધન્વંતરિ, લક્ષ્મી અને કુબેરની મૂર્તિ કે તસવીર, લાલ કે પીળું કપડું, ગંગાજળ, રોલી, કુંકુમ, હળદર, અક્ષત, દીવા, અગરબત્તી, મીઠાઈ, ફળ અને પંચામૃત તૈયાર રાખો. સૌપ્રથમ ઘરની સાફસફાઈ કરી પૂજા સ્થળને શુદ્ધ કરો. ચોકી પર કપડું પાથરી મૂર્તિઓ સ્થાપિત કરો. ગણેશજીની પૂજા પછી ત્રણેય દેવતાઓને પંચામૃત અને જળથી સ્નાન કરાવી વસ્ત્ર, રોલી-અક્ષત, ફૂલ, ધૂપ અને દીપ અર્પણ કરો. મંત્રોનું જાપ કરી ભોગ લગાડી આરતી કરો.
4/6
ADVERTISEMENT
5/6
ધનતેરસની પૂજામાં યમદીપદાનની પરંપરા પણ ખૂબ મહત્ત્વનું છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે સાંજે યમરાજના નામે દીવો પ્રગટાવવાથી પરિવાર પર તેમની કૃપા રહે છે અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. આ માટે પ્રદોષ કાળ દરમિયાન ઘરના મુખ્ય દરવાજા પાસે, તુલસી પાસે અથવા દક્ષિણ દિશા તરફ મુખ રાખીને દીવો પ્રગટાવવામાં આવે છે. કેટલીક પરંપરાઓમાં આ દિવસે 13 દીવા પ્રગટાવવાની પણ માન્યતા છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ