ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2027 માટે CSKનો માસ્ટરસ્ટ્રોક, લિવિંગસ્ટોન હવે ચેન્નાઈની યેલો જર્સીમાં રમશે
Last Updated: 04:35 PM, 5 November 2026
ADVERTISEMENT
IPL 2027ની તૈયારીઓ વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદે એવો ખેલાડી ફેરબદલ કર્યો છે, જેણે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી દીધી છે. બંને ટીમોએ ચાર ખેલાડીઓની ટ્રેડ ડીલ કરીને પોતાના સ્ક્વોડનું નવું સમીકરણ તૈયાર કર્યું છે. આ ડીલમાં ઇંગ્લેન્ડનો વિસ્ફોટક ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન અને ઓસ્ટ્રેલિયાનો જેક એડવર્ડ્સ CSKમાં સામેલ થયા છે. જ્યારે ખલીલ અહેમદ અને નાથન એલિસ હવે SRHની જર્સીમાં જોવા મળશે.
ADVERTISEMENT
આ ટ્રેડમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ લિયામ લિવિંગસ્ટોનનું છે. ઇંગ્લેન્ડના આ વિસ્ફોટક ઑલરાઉન્ડરને સનરાઇઝર્સ હૈદરાબાદે અગાઉ ₹13 કરોડમાં ખરીદ્યા હતા, પણ હવે તે ₹6 કરોડની સુધારેલી ફી પર ચેન્નઈ સુપર કિંગ્સમાં આવી ગયા છે. એટલે કે આ ટ્રેડમાં લિવિંગસ્ટોનની કિંમતમાં ₹7 કરોડનો ઘટાડો થયો છે. ચેન્નઈને તેમની પાસેથી બેટિંગ સાથે બોલિંગમાં પણ વિકલ્પ મળવાની આશા છે.
ચેન્નાઈએ આ ટ્રેડમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર જેક એડવર્ડ્સને પણ પોતાની સાથે જોડ્યો છે. એડવર્ડ્સ 3 કરોડ રૂપિયાની પોતાની હાલની ફી પર CSKનો હિસ્સો બનશે. SRHએ તેને ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરતાં પહેલાં જ પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, પગની ઈજાના કારણે તે IPL 2026ની એક પણ મેચ રમી શક્યો નહોતો. હવે ચેન્નાઈને તેની પાસેથી ઓલરાઉન્ડ પ્રદર્શનની આશા રહેશે.
ADVERTISEMENT
બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદે ભારતીય ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ અહેમદને પોતાની ટીમમાં પાછો સામેલ કર્યો છે. ખલીલ અગાઉ 2018થી 2021 સુધી હૈદરાબાદ તરફથી રમી ચૂક્યો છે. હવે તે 4.8 કરોડ રૂપિયાની હાલની ફી સાથે ફરી એકવાર નારંગી જર્સીમાં જોવા મળશે. SRHને આશા રહેશે કે ખલીલ પોતાની જૂની લય મેળવીને ટીમના ફાસ્ટ બોલિંગ વિભાગને મજબૂત બનાવશે.
ADVERTISEMENT
આ ચાર ખેલાડીઓની ડીલમાં ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર નાથન એલિસ પણ હૈદરાબાદની ટીમમાં સામેલ થયો છે. તે પોતાની 2 કરોડ રૂપિયાની વર્તમાન ફી પર SRH સાથે જોડાશે. જેમાં એલિસ ખાસ કરીને ડેથ ઓવર્સમાં બોલિંગ કરવાની ક્ષમતા અને વિવિધ પ્રકારની બોલિંગ માટે ઓળખાય છે. T20 ક્રિકેટમાં તેનો અનુભવ હૈદરાબાદ માટે ઉપયોગી બની શકે છે. મુશ્કેલ સમયે રન રોકવાની સાથે વિકેટ અપાવવાની તેની ક્ષમતા ટીમના બોલિંગ આક્રમણને વધુ ધારદાર બનાવી શકે છે
સંકળાયેલા મુદ્દાઓ