ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર ઈનોવા કાર ભાગીરથી નદીમાં ખાબકી, સુરતના 4 શ્રદ્ધાળુઓનાં મો*ત, બે ગુમ
Last Updated: 01:46 PM, 5 November 2026
ADVERTISEMENT
પહાડોની વચ્ચે પસાર થતો રસ્તો, એક તરફ ઊંચા પર્વતો અને બીજી તરફ ઊંડી નદી... આ દરમિયાન અચાનક એક એવી ઘટના બની કે જેણે સૌને હચમચાવી દીધા. ઉત્તરાખંડના ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગુજરાતના મુસાફરોને લઈને જતી એક ઇનોવા કાર કાબૂ ગુમાવીને સીધી નદીમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે કારમાં સવાર અન્ય મુસાફરોની શોધખોળ માટે બચાવ કામગીરી ચાલી રહી છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, ઉત્તરકાશીમાં ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગંગાનાની નજીક, ડબરાની તરફ આ અકસ્માત સર્જાયો હતો. ઇનોવા કારના ચાલકે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર નદીમાં ખાબકી હતી. કારમાં સવાર તમામ મુસાફરો ગુજરાતના હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, SDRF અને ઇમરજન્સી સેવાઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં નદીના કિનારેથી ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, વાહનમાં અન્ય કેટલા મુસાફરો સવાર હતા અને તેમાંથી કેટલા લોકો ગુમ છે તેની સંપૂર્ણ માહિતી હજુ સામે આવી નથી. બાકીના સંભવિત મુસાફરોને શોધવા માટે નદીમાં સઘન શોધખોળ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
અકસ્મતની માહિતી મળતાં જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશાંત આર્યના નિર્દેશ પર રાહત અને બચાવ ટીમોને તાત્કાલિક સક્રિય કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ, SDRF અને 108 એમ્બ્યુલન્સ સેવાની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, નદીનો તીવ્ર પ્રવાહ બચાવ કામગીરીમાં મોટો પડકાર બની રહ્યો છે. જળ પોલીસ અને ડાઇવર્સ નદીમાં ઊતરીને સંભવિત મુસાફરોની શોધખોળ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર અક*સ્માતમાં અમદાવાદના ચાર શ્રદ્ધાળુઓનાં મો*ત ઉત્તરકાશીના ગંગનાની પાસે ઈનોવા કાર ભાગીરથી નદીમાં ખાબકતાં અમદાવાદના સાબરમતી વિસ્તારના ચાર શ્રદ્ધાળુઓનાં મો*ત થયાં. કારમાં કુલ 7 લોકો સવાર હોવાની પ્રાથમિક માહિતી, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ અને બે મુસાફરો ગુમ. ગુરુવારે સવારે ઉત્તરકાશીથી ગંગોત્રી ધામ જતી વખતે દુર્ઘટના સર્જાઈ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. #Ahmedabad #Uttarakhand #GangotriHighway #Uttarkashi #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 5, 2026
ADVERTISEMENT
બીજી તરફ, વહીવટીતંત્રે તબીબી ટીમોને પણ એલર્ટ પર રાખી છે. બચાવ કામગીરી દરમિયાન કોઈ વ્યક્તિ જીવિત મળે તો તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલ પહોંચાડી શકાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર અને આરોગ્ય વિભાગની ટીમો સતત સ્થિતિ પર નજર રાખી રહી છે. વહીવટી અધિકારીઓ અસરગ્રસ્તોના પરિવારજનોનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
દરમિયાન ઉત્તરાખંડના કેદારનાથ વિસ્તારમાં ગુમ થયેલા આઠ ટ્રેકર્સને શોધવા માટે ચાલી રહેલી બચાવ કામગીરીમાં પણ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બુધવારે બચાવ ટીમે વધુ બે ટ્રેકર્સના મૃતદેહ શોધી કાઢ્યા હતા, જેમાં એક મહિલા અને એક પુરુષ ટ્રેકરનો સમાવેશ થાય છે. આ પહેલાં મંગળવારે પણ બરફમાં દટાયેલા એક પુરુષ અને એક મહિલા ટ્રેકરના મૃતદેહ મળી આવ્યા હતા.
ADVERTISEMENT
આ અકસ્માતમાં જીવ ગુમાવનારી બે મહિલા ટ્રેકર્સની ઓળખ લખનૌની બહેનો તરીકે થઈ છે. આમ, કેદારનાથમાં ગુમ થયેલા આઠ ટ્રેકર્સને શોધવાની કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં ચાર મૃતદેહ મળી આવ્યા છે. એક તરફ ગંગોત્રી હાઇવે પર ગુજરાતના મુસાફરોની ઇનોવા કાર નદીમાં ખાબકવાની ઘટનાએ ચિંતા વધારી છે, તો બીજી તરફ કેદારનાથમાં ટ્રેકર્સના મોતથી ઉત્તરાખંડમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે. હાલ બંને સ્થળે બચાવ અને શોધખોળ કામગીરી પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.