ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મુન્દ્રામાં અદાણી ગ્રૂપની વૈશ્વિક ધોરણોની નવી ઓપરેટર કોલોની

photo-story

8 ફોટો ગેલેરી

ગુજરાત / મુન્દ્રામાં અદાણી ગ્રૂપની વૈશ્વિક ધોરણોની નવી ઓપરેટર કોલોની

Last Updated: 11:51 AM, 5 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મુંદ્રા, 04 નવેમ્બર 2026: કર્મચારીઓની સુખાકારી, સુરક્ષા અને જીવનની ગુણવત્તાને પ્રાથમિકતા આપતી અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમભાઈ અદાણીની દૂરંદેશી વિચારધારાનું ઉત્તમ ઉદાહરણ.

1/8

photoStories-logo

1. સંસ્થાની સાચી તાકાત તેના કર્મચારીઓ

કોઈપણ સંસ્થાની સાચી તાકાત તેના કર્મચારીઓ હોય છે. કર્મચારીઓ માત્ર સંસ્થાના વિકાસના ભાગીદાર જ નહીં, પરંતુ તેની પ્રગતિનો પાયો પણ છે. આ જ વિચારધારાને કેન્દ્રમાં રાખીને અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમભાઈ અદાણીના વિઝન હેઠળ મુન્દ્રા ખાતે નવી ઓપરેટર કોલોનીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કોલોનીનો ઉદ્દેશ્ય માત્ર કર્મચારીઓને રહેવાની સુવિધા પૂરી પાડવાનો નથી, પરંતુ પોતાના ઘર અને પરિવારથી દૂર રહીને ફરજ બજાવતા કર્મચારીઓને પણ ઘર જેવો અહેસાસ, આરામદાયક વાતાવરણ અને ગુણવત્તાયુક્ત જીવન પૂરું પાડવાનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. તૈયાર કરવામાં આવેલી આ નવી ઓપરેટર કોલોની

વૈશ્વિક ધોરણોને અનુરૂપ તૈયાર કરવામાં આવેલી આ નવી ઓપરેટર કોલોનીમાં હાલમાં આશરે 2,000 કર્મચારીઓ માટે આધુનિક સેન્ટ્રલી એરકન્ડિશન્ડ (AC) રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આગામી એકથી બે મહિનામાં આ સુવિધાની ક્ષમતા વધારીને 6,000થી વધુ કર્મચારીઓ માટે કરવાની દિશામાં આયોજન કરવામાં આવ્યું છે. આ વિશાળ રહેણાક વ્યવસ્થા કર્મચારીઓની સુવિધા અને તેમના જીવનધોરણ પ્રત્યે અદાણી ગ્રૂપની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. ફ્રી વાઈ-ફાઈ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી

કર્મચારીઓને આરામદાયક અને આધુનિક જીવનશૈલી મળે તે માટે રહેઠાણમાં સેન્ટ્રલ એરકન્ડિશનિંગ, ડિજિટલ ડોર એક્સેસ અને ફ્રી વાઈ-ફાઈ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપતાં સમગ્ર પરિસરમાં સીસીટીવી કેમેરા, ફાયર એલાર્મ સિસ્ટમ અને સુવ્યવસ્થિત સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. પોષણનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું

કર્મચારીઓના સ્વાસ્થ્ય અને પોષણનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ કેન્ટીનમાં ન્યુટ્રિશનિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા ભોજનના મેનુ મુજબ દરરોજ ચાર સમયનું પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે. આ ઉપરાંત, સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જળવાઈ રહે તે માટે સુવ્યવસ્થિત હાઈજિન સુવિધાઓ તથા વૈશ્વિક ધોરણોને અનુરૂપ સેન્ટ્રલ વોશિંગ એરિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. દૃષ્ટિએ પણ કોલોનીમાં મેડિકલ સેન્ટર કાર્યરત

આરોગ્યની દૃષ્ટિએ પણ કોલોનીમાં મેડિકલ સેન્ટર કાર્યરત છે, જ્યાં પૂર્ણ સમય માટે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફની ઉપલબ્ધતા કર્મચારીઓને જરૂરી તબીબી સહાય પૂરી પાડે છે. આમ, કર્મચારીઓના સ્વાસ્થ્ય અને તાત્કાલિક સારવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આરોગ્ય સેવાઓને રહેણાક સુવિધાનો અભિન્ન ભાગ બનાવવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. કર્મચારીઓ માનસિક રીતે હળવાશ અનુભવી

કામકાજના કલાકો બાદ કર્મચારીઓ માનસિક રીતે હળવાશ અનુભવી શકે અને પોતાના મનોરંજન તથા શારીરિક તંદુરસ્તી માટે સમય ફાળવી શકે તે માટે કોલોનીમાં ખુલ્લી અને હવાઉજાસવાળી જગ્યાઓ, રમતગમત માટેનું વિશાળ મેદાન તથા વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, આસપાસની તબીબી સુવિધાઓ પણ કર્મચારીઓની સુખાકારીમાં વધારો કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. કર્મચારીઓ પ્રત્યેની સંવેદનશીલતા અને જવાબદારીનું પ્રતિબિંબ

અદાણી ગ્રૂપની આ પહેલ કર્મચારીઓ પ્રત્યેની સંવેદનશીલતા અને જવાબદારીનું પ્રતિબિંબ છે. સંસ્થા માને છે કે કર્મચારીઓની પ્રગતિ માત્ર તેમના કાર્યક્ષેત્ર પૂરતી સીમિત ન રહે, પરંતુ તેમના જીવનની ગુણવત્તા, આરોગ્ય, સુરક્ષા અને સુખાકારીમાં પણ સતત સુધારો થવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. સ્વસ્થ અને સુખદ વાતાવરણનું નિર્માણ

માત્ર કામ કરવાની જગ્યા જ નહીં, પરંતુ રહેવા માટે સુરક્ષિત, સ્વસ્થ અને સુખદ વાતાવરણનું નિર્માણ – મુન્દ્રાની નવી ઓપરેટર કોલોની અદાણી ગ્રૂપના 'People First' અભિગમ અને કર્મચારી કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. કારણ કે અદાણી ગ્રૂપ માટે કર્મચારીઓની કાળજી એ જ સંસ્થાની પ્રગતિનો સાચો આધાર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Employee Welfare Mundra Operator Colony Adani Group
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ