ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ગાંધીનગરના મેયર તરીકે 29 વર્ષના રૂપસિંહ ઠાકોરની વરણી, અંજનાબેન મહેતા બન્યાં ડેપ્યુટી મેયર!
Last Updated: 02:30 PM, 3 November 2026
ADVERTISEMENT
ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી સહિતના મહત્વના હોદ્દાઓ માટે આજે વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપ દ્વારા પક્ષના મેન્ડેટની જાહેરાતમાં વિલંબ થતાં સામાન્ય સભાની કાર્યવાહી શરૂ થવામાં મોડું થયું હતું. જોકે, મેન્ડેટ મળ્યા બાદ સંકલન અને પક્ષની બેઠકમાં વિવિધ હોદ્દેદારોનાં નામ પર મહોર મારવામાં આવી હતી.
ADVERTISEMENT
આ વરણીમાં ભાજપે 29 વર્ષીય રૂપસિંહ ઠાકોરને ગાંધીનગરના મેયર તરીકે પસંદ કર્યા છે. ખાસ વાત એ છે કે રૂપસિંહ ઠાકોર પ્રથમ વખત ચૂંટણી લડીને મહાનગરપાલિકામાં પહોંચ્યા છે. તેમનો પરિવાર પણ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલો હોવાનું જાણવા મળે છે.
ADVERTISEMENT
ડેપ્યુટી મેયર તરીકે અંજનાબેન મહેતા
મનપાના અન્ય મહત્વના હોદ્દાઓની વાત કરીએ તો ડેપ્યુટી મેયર તરીકે અંજનાબેન મહેતાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે ગાંધીનગર મનપામાં ભાજપે નવી ટીમની રચના કરી છે.
ADVERTISEMENT
મેન્ડેટના વિલંબથી સામાન્ય સભા શરૂ થવામાં મોડું
સવારથી જ ગાંધીનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જોકે, ભાજપના સભ્યો માટે પક્ષનો મેન્ડેટ સમયસર નહીં પહોંચતા સભાની કાર્યવાહી શરૂ થઈ શકી નહોતી. આ મુદ્દે કોંગ્રેસે મનપા કમિશનર સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT
બીજી તરફ, ભાજપના શહેર પ્રભારી બપોરે આશરે દોઢ વાગ્યે મેન્ડેટ લઈને મનપા કચેરીએ પહોંચ્યા હતા. ત્યારબાદ પક્ષના આગેવાનો અને સભ્યોની સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં મેયર સહિતના વિવિધ હોદ્દાઓ માટે નામોની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ઓમાન નજીક ભારતીય ધ્વજવાળા જહાજ પર શંકાસ્પદ ડ્રોન-મિસાઈલ હુમલો, સલાયાના એક ખલાસીનું મોત
ADVERTISEMENT
કોંગ્રેસે કર્મજીતસિંહ વાઘેલાને સોંપી વિપક્ષની જવાબદારી
ભાજપ દ્વારા સત્તાના મહત્વના હોદ્દાઓ માટે નામોની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસે પણ વિપક્ષના નેતાની પસંદગી કરી છે. કોંગ્રેસે કર્મજીતસિંહ વાઘેલાને વિપક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપી છે.
ADVERTISEMENT
આમ, ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વિપક્ષના નેતાની પસંદગી સાથે આગામી સમય માટેની રાજકીય અને વહીવટી કામગીરીનું નવું માળખું તૈયાર થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.