ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ચક્રવાત 'મુરાસુ' આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું, 18 ફ્લાઇટ રદ અને અનેક વૃક્ષો ધરાશાયી, 12 કલાક ભારે વરસાદનું એલર્ટ!
5 ફોટો ગેલેરી
Last Updated: 08:39 AM, 3 November 2026
1/5
ભારતીય નૌકાદળે આજે અરબી સમુદ્રમાં એક મોટું બચાવ અભિયાન પૂર્ણ કર્યું. મુંબઈથી 3,000 કિલોમીટરથી વધુ દૂર ચાંચિયાઓ દ્વારા કબજે કરવામાં આવેલી માછીમારી હોડી 'અઝીની' ના તમામ 20 ક્રૂ સભ્યોને ભારતીય નૌકાદળે સુરક્ષિત રીતે બચાવી લીધા છે. આ અભિયાન પૂર્ણ થવામાં 48 કલાકનો સમય લાગ્યો હતો.
2/5
રક્ષામંત્રી રાજનાથ સિંહે 'X' પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. તેમણે આ સફળ મિશન બદલ નૌકાદળને અભિનંદન પાઠવ્યા હતા. પોતાની પોસ્ટમાં રક્ષામંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાની મદદથી, ભારે હથિયારોથી સજ્જ લુટેરોના ચુંગાલમાંથી જહાજ અને તેના કર્મચારીઓને બચાવી લેવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં આ જહાજને સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે અને તેને લૂટેરાઓઓના કબજામાંથી મુક્ત કરાવવામાં આવ્યું છે.રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આપણા જવાનોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભારત સમુદ્રમાં ફસાયેલા લોકોના જીવ બચાવવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સક્ષમ છે. રક્ષામંત્રીએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને શાંતિ જાળવી રાખવા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
ADVERTISEMENT
3/5
સોમાલી લુટેરાઓએ સોમાલિયાના ઈશાન કિનારા નજીક 'અઝીની' નામના એક જહાજનું અપહરણ કરી લીધું હતું. આ જહાજને ગુરુવારે સોમાલિયાના ઈશાન ભાગમાં આવેલા બંદર બાયલા અને હાફુન નામના દરિયાકાંઠાના નગરોની વચ્ચે કબજે કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળે 48 કલાક સુધી બચાવ અભિયાન ચલાવીને જહાજ પરના તમામ 20 ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક મુક્ત કરાવ્યા હતા.
4/5
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 12 લૂટેરાઓએ આ જહાજને કબજે કરી લીધું છે. પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે અપહરણ સમયે જહાજ પર ઈરાની ક્રૂ સભ્યો સવાર હતા. 'અજિની' નામના આ જહાજનું અપહરણ એવા સમયે થયું છે જ્યારે ગલ્ફ ઓફ એડન અને પશ્ચિમ હિંદ મહાસાગરમાં સોમાલી ચાંચિયાઓના હુમલા ફરી એકવાર વધવા લાગ્યા છે. તાજેતરના મહિનાઓમાં, તેમણે અનેક વ્યાપારી જહાજોને નિશાન બનાવ્યા છે.
ADVERTISEMENT
5/5
એપ્રિલ અને ઓગસ્ટની વચ્ચે, લુટેરાઓએ 6 વ્યાપારી જહાજોનું અપહરણ કર્યું. આમાંના કેટલાક જહાજો સોમાલિયાના કિનારાથી ઘણા દૂરના વિસ્તારમાંથી કબજે કરવામાં આવ્યા હતા. તેમાં 'સિબુ 1' નામનું એક ઓઈલ ટેન્કર પણ સામેલ હતું, જેનું અપહરણ યમનના અલ-મુકાલ્લા શહેરથી લગભગ 252 કિલોમીટર પૂર્વમાં કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ