ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ફોર્ચ્યુનરનો કહેર, ફૂટપાથ પર કપડાં વેચતા માતા-પુત્રનાં મો*ત, કારમાંથી બિયરના ટીન મળ્યા
Last Updated: 06:12 AM, 3 November 2026
ADVERTISEMENT
Ahmedabad Fortuner Accident : અમદાવાદના નિકોલ વિસ્તારમાં બેફામ ફોર્ચ્યુનર કારની ટક્કરે માતા-પુત્ર સહિત બે લોકોનાં મોત થતાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સોમવારે રાત્રે પોણા દસ વાગ્યાની આસપાસ દેવસ્ય સ્કૂલ નજીક ફૂટપાથ પર કપડાં વેચી રહેલા માતા-પુત્ર અને ખરીદી કરવા આવેલા બે ગ્રાહકોને ફોર્ચ્યુનર કારચાલકે અડફેટે લીધા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા માતા-પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
નાના ચિલોડા પાસે રહેતા 36 વર્ષીય વિરલ ચૌધરી પોતાની GJ18EF4060 નંબરની ફોર્ચ્યુનર કાર લઈને નિકોલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. દેવસ્ય સ્કૂલ નજીક ફૂટપાથ પર ચણિયા-ચોળી સહિતનાં કપડાં વેચીને રોજીરોટી કમાઈ રહેલાં પૂનમબેન નગવાડીયા અને તેમના 15 વર્ષીય પુત્ર સાગર નગવાડીયાને કારચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ સમયે ત્યાં ખરીદી કરવા આવેલા કાર્તિક વચેજા અને અન્ય એક મહિલા પણ કારની અડફેટે આવ્યાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે એક યુવક કારના વ્હીલ નીચે ફસાઈ ગયો હતો, જ્યારે અન્ય લોકો રસ્તા પર તરફડતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
જે માતા પોતાના દીકરા સાથે ફૂટપાથ પર મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી, તે જ માતા-પુત્ર અકસ્માતમાં એકસાથે મોતને ભેટતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. 15 વર્ષના સાગરની જિંદગી હજુ શરૂ થઈ રહી હતી, પરંતુ એક બેફામ કારની ટક્કરે તેના સપનાઓ અને પરિવારની આશાઓ છીનવી લીધી. રોજીરોટી માટે રસ્તા પર મહેનત કરતા એક પરિવારની ખુશીઓ ક્ષણભરમાં છીનવાઈ જતાં આ ઘટના શહેરને હચમચાવી રહી છે.
ADVERTISEMENT
અકસ્મત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. કારચાલક વિરલ ચૌધરી ઘટનાસ્થળેથી નાસી છૂટે તે પહેલાં સ્થાનિક લોકોએ તેને પકડી લીધો હતો અને માર માર્યો હતો. અકસ્માતના દ્રશ્યો જોઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને કારચાલકનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT
પોલીસે ફોર્ચ્યુનર કારની તપાસ કરતાં તેમાંથી બિયરના બે ટીન મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કારચાલકે દારૂનું સેવન કર્યું હોવાની આશંકા વચ્ચે તેનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, કારચાલક નશામાં હતો કે નહીં તે અંગે મેડિકલ રિપોર્ટ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગુજરાતમાં આજે કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડી શકે? દિવાળી પર પણ શક્યતા
ADVERTISEMENT
I ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એસ.આઈ. સુમરાના જણાવ્યા મુજબ, ફોર્ચ્યુનર કારચાલક વિરલ ચૌધરીએ નિકોલ વિસ્તારમાં અકસ્માત સર્જ્યો હતો. ફૂટપાથ પર ચણિયા-ચોળીનો ધંધો કરતા માતા-પુત્ર અને ખરીદી કરવા આવેલા બે ગ્રાહકોને કારની ટક્કર વાગી હતી. આ મામલે પોલીસે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT