ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / લેવલ 9-11ના કર્મચારીઓ માટે આવી ખુશખબરી! સેલરીમાં થશે અનેક ગણો ફાયદો

8th Pay Commission / લેવલ 9-11ના કર્મચારીઓ માટે આવી ખુશખબરી! સેલરીમાં થશે અનેક ગણો ફાયદો

Published By: Jinal Chauhan

Last Updated: 10:59 AM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8મા પગારપંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા સમાચાર સામે આવ્યા છે. જો વાર્ષિક ઇન્ક્રિમેન્ટ 3%થી વધારીને 6થી 7% કરવામાં આવે તો કર્મચારીઓને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે.

ADVERTISEMENT

8મા પગારપંચમાં પગાર વધારાની સાથે દર વર્ષે મળતા ઇન્ક્રિમેન્ટનો મુદ્દો પણ ચર્ચામાં છે. મુંબઈમાં મળેલી બેઠકમાં કર્મચારી સંગઠનોએ પોતાની માંગણીઓ રજૂ કરી છે. ખાસ કરીને લેવલ 9, 10 અને 11ના કર્મચારીઓ માટે આ માંગણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. હાલમાં કર્મચારીઓને દર વર્ષે બેઝિક સેલરી પર 3% ઇન્ક્રિમેન્ટ મળે છે. પરંતુ જો તેને વધારીને 6થી 7% કરવામાં આવે તો આગામી 10 વર્ષમાં પગારનો તફાવત ઘણો મોટો થઈ શકે છે. 2.28 ફિટમેન્ટ ફેક્ટરને આધારે કરવામાં આવેલા અંદાજ મુજબ આ ત્રણ લેવલના કર્મચારીઓને લાખો રૂપિયાનો વધારાનો લાભ મળી શકે છે. જોકે આ તમામ આંકડા હાલની માંગણીઓ અને અંદાજિત ગણતરી પર આધારિત છે.

મુંબઈમાં 8મા પગારપંચની બેઠકમાં શું થયું?

8મા પગારપંચને લઈને મુંબઈમાં મળેલી બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠકમાં કર્મચારી સંગઠનો, પેન્શનર્સ એસોસિએશન અને સરકારી પ્રતિનિધિઓએ પોતાની વાત રજૂ કરી હતી. નવી સેલરી, ભથ્થાં, પેન્શન અને સરકારી કર્મચારીઓને મળતી સુવિધાઓ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.આ બેઠકમાં કર્મચારીઓના પગારમાં વધારો કરવાની સાથે વાર્ષિક ઇન્ક્રિમેન્ટનો દર વધારવાની માંગ પણ રજૂ કરવામાં આવી હતી. જોકે બેઠક પૂરી થયા બાદ હવે પછીની બેઠક ક્યારે મળશે તેની તારીખ જાહેર થઈ નથી. કર્મચારીઓ હવે આગામી બેઠક અને તેમાં લેવાતા નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

8th-Pay

વાર્ષિક ઇન્ક્રિમેન્ટ 3%થી વધારીને 6-7% કરવાની માંગ

હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને દર વર્ષે બેઝિક સેલરી પર 3% ઇન્ક્રિમેન્ટ મળે છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે મોંઘવારી અને રોજિંદા ખર્ચમાં વધારો થઈ રહ્યો છે ત્યારે 3%નો વધારો ઓછો છે. આથી વાર્ષિક ઇન્ક્રિમેન્ટનો દર વધારવાની માંગ કરવામાં આવી છે.નેશનલ કાઉન્સિલ-JCMએ વાર્ષિક ઇન્ક્રિમેન્ટ 3%થી વધારીને 6% કરવાની માંગ કરી છે. ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઇઝ ફેડરેશન અને ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન્સે પણ આ માંગને સમર્થન આપ્યું છે. બીજી તરફ ઓલ ઇન્ડિયા NPS એમ્પ્લોઇઝ ફેડરેશને ઇન્ક્રિમેન્ટનો દર 7% કરવાની માંગ કરી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ના હોય! રોજનો 3GB ડેટા, એ પણ માત્ર 7 રૂપિયામાં! કૉલ્સ પણ અનલિમિટેડ

10 વર્ષમાં સેલરી પર કેટલી અસર પડશે?

હાલના 3% વાર્ષિક ઇન્ક્રિમેન્ટના દર પ્રમાણે 10 વર્ષમાં કર્મચારીની બેઝિક સેલરીમાં અંદાજે 34% જેટલો વધારો થાય છે. પરંતુ જો દર વર્ષે 6% ઇન્ક્રિમેન્ટ મળે તો આ વધારો ઘણો વધારે થઈ શકે છે. જ્યારે 7%ના દરે ગણતરી કરવામાં આવે તો લાંબા સમયગાળામાં પગારનો તફાવત વધુ મોટો જોવા મળી શકે છે.કર્મચારી સંગઠનોનું માનવું છે કે દર વર્ષે મળતા ઇન્ક્રિમેન્ટમાં વધારો કરવાથી કર્મચારીઓને લાંબા ગાળે ફાયદો થશે. આથી 8મા પગારપંચમાં માત્ર ફિટમેન્ટ ફેક્ટર જ નહીં પરંતુ વાર્ષિક પગાર વધારાનો દર પણ વધારવો જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે.

લેવલ 9, 10 અને 11ના કર્મચારીઓનો હાલનો બેઝિક પગાર કેટલો?

હાલના પે મેટ્રિક્સ પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓના અલગ-અલગ લેવલ પર શરૂઆતનો બેઝિક પગાર નક્કી કરવામાં આવ્યો છે. લેવલ 9ના કર્મચારીઓનો શરૂઆતનો બેઝિક પગાર રૂ. 53,100 છે. જ્યારે લેવલ 10ના કર્મચારીઓનો બેઝિક પગાર રૂ. 56,100 અને લેવલ 11ના કર્મચારીઓનો રૂ. 67,700 છે.આ ત્રણેય લેવલના કર્મચારીઓને જો આગામી પગારપંચમાં વધારે ફિટમેન્ટ ફેક્ટર અને વાર્ષિક ઇન્ક્રિમેન્ટનો લાભ મળે તો તેમના પગારમાં મોટો ફેરફાર થઈ શકે છે. ખાસ કરીને લાંબા સમયથી સરકારી નોકરી કરી રહેલા કર્મચારીઓને આગામી વર્ષોમાં તેનો વધારે ફાયદો મળી શકે છે.

2.28 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધારાનો ફાયદો થશે?

8મા પગારપંચને લઈને 2.28 ફિટમેન્ટ ફેક્ટરના આધારે પણ ગણતરી કરવામાં આવી રહી છે. જો આ ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય અને વાર્ષિક ઇન્ક્રિમેન્ટનો દર પણ 6થી 7% કરવામાં આવે તો આગામી 10 વર્ષમાં કર્મચારીઓના કુલ પગારમાં મોટો તફાવત જોવા મળી શકે છે.અંદાજિત ગણતરી પ્રમાણે લેવલ 9ના કર્મચારીઓને આગામી 10 વર્ષમાં આશરે રૂ. 34 લાખનો વધારાનો બેઝિક પગાર મળી શકે છે. જ્યારે લેવલ 10ના કર્મચારીઓને આશરે રૂ. 36 લાખ અને લેવલ 11ના કર્મચારીઓને આશરે રૂ. 43 લાખનો વધારાનો લાભ થઈ શકે છે.જોકે આ આંકડા અંદાજિત ગણતરી પર આધારિત છે. 2.28 ફિટમેન્ટ ફેક્ટર અને 6થી 7% વાર્ષિક ઇન્ક્રિમેન્ટની માંગ હજુ મંજૂર થઈ નથી. 8મા પગારપંચની અંતિમ ભલામણો અને સરકારના નિર્ણય બાદ જ કર્મચારીઓના પગારમાં ખરેખર કેટલો વધારો થશે તે સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati smachar Salary Hike 2026 8th Pay Commission

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ