ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ના હોય! રોજનો 3GB ડેટા, એ પણ માત્ર 7 રૂપિયામાં! કૉલ્સ પણ અનલિમિટેડ
Last Updated: 10:15 AM, 31 October 2026
ADVERTISEMENT
મોબાઇલ રિચાર્જના વધતા ખર્ચ વચ્ચે જો તમે આખા વર્ષ માટે એક જ વખત રિચાર્જ કરાવવા માંગતા હોવ તો BSNLનો આ પ્લાન તમારા માટે કામનો બની શકે છે. ખાસ વાત એ છે કે આ પ્લાનમાં દરરોજ ઇન્ટરનેટ વાપરવા માટે 3GB ડેટા મળે છે. એટલે સોશિયલ મીડિયા ચલાવવું હોય કે વીડિયો જોવાના હોય, રોજના ડેટાની ચિંતા ઓછી થઈ શકે છે. આ ઉપરાંત કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવે છે. પ્લાનમાં દરરોજ 100 SMS પણ મળે છે. સૌથી ખાસ વાત એ છે કે 2,799 રૂપિયાનો આ રિચાર્જ કરાવ્યા બાદ આખા 365 દિવસ સુધી ફરી રિચાર્જ કરાવવાની જરૂર રહેતી નથી.
ADVERTISEMENT
ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLના 2,799 રૂપિયાના આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. એટલે કે એકવાર રિચાર્જ કરાવ્યા પછી આખા વર્ષ સુધી સિમ ચાલુ રાખી શકાય છે. જે લોકો વારંવાર રિચાર્જ કરાવવાનું પસંદ કરતા નથી તેમના માટે આ પ્લાન એક સારો વિકલ્પ બની શકે છે.આ પ્લાનની ખાસિયત એ છે કે ગ્રાહકોને એકસાથે આખા વર્ષની સુવિધા મળે છે. દર મહિને રિચાર્જની તારીખ યાદ રાખવાની પણ જરૂર રહેતી નથી. ખાસ કરીને સેકન્ડરી સિમનો ઉપયોગ કરતા લોકો માટે પણ આ પ્લાન ઉપયોગી બની શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પ્લાનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે રોજનો 3GB ડેટા આપવામાં આવે છે. આજના સમયમાં મોબાઇલનો ઉપયોગ માત્ર વાતચીત પૂરતો રહ્યો નથી. લોકો સોશિયલ મીડિયા, ઓનલાઈન વીડિયો, ન્યૂઝ, મેસેજિંગ અને અન્ય કામો માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.આવી સ્થિતિમાં રોજના 3GB ડેટાથી સામાન્ય ઉપયોગ કરનારા લોકોને ઘણી રાહત મળી શકે છે. ઓનલાઈન ક્લાસ, વીડિયો જોવો, વેબસાઈટ બ્રાઉઝ કરવી કે સોશિયલ મીડિયા પર સમય પસાર કરવો હોય તો આ ડેટાનો ઉપયોગ કરી શકાય છે.

ADVERTISEMENT
BSNLના આ વાર્ષિક પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગનો લાભ પણ સામેલ છે. એટલે ગ્રાહકોને સામાન્ય વોઇસ કોલ કરવા માટે અલગથી ટોકટાઇમ રિચાર્જ કરાવવાની જરૂર પડતી નથી.જે લોકો દિવસ દરમિયાન પરિવારના સભ્યો, મિત્રો કે ઓફિસના કામ માટે વધારે ફોન કરે છે તેમના માટે આ સુવિધા ઉપયોગી છે. એક જ રિચાર્જમાં ડેટા અને કોલિંગ બંનેની સુવિધા મળતી હોવાથી અલગ-અલગ પેક લેવાની ઝંઝટ રહેતી નથી.
ADVERTISEMENT
ઇન્ટરનેટ અને કોલિંગની સાથે આ પ્લાનમાં દરરોજ 100 SMS મોકલવાની સુવિધા પણ આપવામાં આવે છે. ભલે આજકાલ મોટાભાગના લોકો WhatsApp અને અન્ય મેસેજિંગ એપનો ઉપયોગ કરતા હોય, પરંતુ SMSની જરૂરિયાત હજુ પણ રહે છે.ખાસ કરીને બેંકિંગ એલર્ટ, OTP અને વિવિધ સેવાઓના વેરિફિકેશન માટે SMS ઉપયોગી છે. આથી રોજના 100 SMSની સુવિધા પણ પ્લાનમાં વધારાનો ફાયદો આપે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ પેન્શનથી લઇને..., 1 નવેમ્બરથી બદલાઈ જશે પૈસાથી જોડાયેલા આ 5 નિયમો
BSNLના 2,799 રૂપિયાના આ પ્લાનનો હિસાબ કરીએ તો 365 દિવસ માટે રોજનો ખર્ચ આશરે 7.67 રૂપિયા થાય છે. એટલે કે 8 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં આખા દિવસની ડેટા, કોલિંગ અને SMSની સુવિધા મળે છે.એકવાર રિચાર્જ કરાવ્યા બાદ આખા વર્ષ સુધી તેની વેલિડિટી રહે છે. એટલે દર મહિને રિચાર્જ કરાવવાની ચિંતા પણ રહેતી નથી. જોકે, રિચાર્જ કરાવતા પહેલાં તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક અને પ્લાનની ઉપલબ્ધતા ચકાસી લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો