ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / HSRP નંબર પ્લેટ લગાવવાના નિયમો તોડનારા વાહન ડીલર્સની ખેર નહીં! રાજ્યભરમાં RTOની ઓચિંતી તપાસ

ગુજરાત / HSRP નંબર પ્લેટ લગાવવાના નિયમો તોડનારા વાહન ડીલર્સની ખેર નહીં! રાજ્યભરમાં RTOની ઓચિંતી તપાસ

Published By: Nidhi Panchal

Last Updated: 01:05 PM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં HSRP નંબર પ્લેટ લગાવવામાં થતી ગેરરીતિઓ સામે પરિવહન વિભાગે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્યભરના વાહન ડીલર્સને ત્યાં RTOની ઓચિંતી તપાસ થશે અને નિયમોનો ભંગ કરનારા ડીલર્સ સામે દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

ADVERTISEMENT

ગુજરાતભરમાં ઓટોમોબાઈલ ડીલર્સ દ્વારા વાહનોમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) લગાવવાની પ્રક્રિયામાં થતી ગેરરીતિઓ સામે હવે પરિવહન વિભાગે લાલ આંખ કરી છે. ગાંધીનગર સ્થિત પરિવહન કમિશનરની કચેરીના આદેશ બાદ રાજ્યભરના વાહન ડીલર્સના ત્યાં અચાનક તપાસ હાથ ધરવામાં આવશે. તપાસ દરમિયાન ફરજિયાત નોન-રિમૂવેબલ સ્નેપ-લોકના બદલે સામાન્ય રિવેટનો ઉપયોગ કરીને નંબર પ્લેટ લગાવાતી હોવાનું જણાશે તો સંબંધિત ડીલર્સ સામે દંડ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત તેમનાં ટ્રેડ સર્ટિફિકેટ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.

HSRP-2

આ તપાસમાં ટુ વ્હીલર, કાર તેમજ કોમર્શિયલ વાહનોની ડીલરશિપને આવરી લેવામાં આવશે. આરટીઓના અધિકારીઓને ગ્રાહકોના રેકોર્ડની પણ ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે, જેમાં વાહનની વિગતો, આધારની માહિતી, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી), મોબાઈલ નંબર અને ડીલર્સનાં ટ્રેડ સર્ટિફિકેટની માન્યતાનો સમાવેશ થાય છે.

પાણીમાં તણાઈ જવાની ઘટનાઓ સામે આવી

અમદાવાદમાં ભારે વરસાદ દરમિયાન અનેક વાહનોની એચએસઆરપી ઢીલી પડીને નીકળી જવાની અને પાણીમાં તણાઈ જવાની ઘટનાઓ સામે આવી હતી. આ સમસ્યાથી અસરગ્રસ્ત વાહન માલિકોએ નંબર પ્લેટ બદલાવવા અને સમસ્યાનો ઉકેલ મેળવવા માટે આરટીઓનો સંપર્ક કર્યો હતો. આ અંગે અગાઉ અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા.

સસ્તા અને સામાન્ય રિવેટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું

ત્યાર બાદ હાથ ધરાયેલી તપાસમાં કેટલીક અધિકૃત ડીલરશિપ દ્વારા ઈન્સ્ટોલેશનનો ખર્ચ ઘટાડવા માટે નિર્ધારિત સ્નેપ-લોક મિકેનિઝમના બદલે સસ્તા અને સામાન્ય રિવેટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. કેન્દ્રીય મોટર વાહન નિયમો (સીએમવીઆર)ના નિયમ ૫૦(૫)(V) મુજબ વાહનની પાછળની એચએસઆરપીને નોન-રિમૂવેબલ અને ફરીથી ઉપયોગમાં ન લઈ શકાય તેવી સ્નેપ-લોક સિસ્ટમથી જ લગાવવી ફરજિયાત છે. સામાન્ય રિવેટ આ નિયમનું પાલન કરતા નથી.

આ પણ વાંચો : 140 વર્ષ જૂનું અમદાવાદનું સરદાર પટેલ ભવન ભૂકંપ સામે કેટલું સુરક્ષિત?

આ ગેરરીતિઓ સામેની કાર્યવાહી અંતર્ગત સુભાષ બ્રિજ આરટીઓ દ્વારા જુલાઈ-૨૦૨૬માં અમદાવાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની ટુ વ્હીલર અને ફોર વ્હીલર ડીલરશિપને નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં નિર્ધારિત પ્રક્રિયા મુજબ જ એચએસઆરપી લગાવવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. હવે પરિવહન વિભાગનો આ નવો આદેશ સમગ્ર ગુજરાતમાં અમલી બનતાં તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આરટીઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એચએસઆરપીનું ઈન્સ્ટોલેશન અધિકૃત વાહન ડીલરશિપ મારફતે જ થવું જોઈએ. આ તપાસનો મુખ્ય હેતુ ડીલર સ્તરે જ જવાબદારી નક્કી કરવા અને એચએસઆરપી લગાવવાની પ્રક્રિયામાં નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

HSRP Number Plate Rules Vehicle Dealers Inspection Gujarat RTO Action

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ