ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તહેવારોમાં ગુજરાતના કાર બજારમાં જબરદસ્ત તેજી, ઉત્તરપ્રદેશને પાછળ છોડી દેશભરમાં બીજું સ્થાન મેળવ્યું

ગુજરાત / તહેવારોમાં ગુજરાતના કાર બજારમાં જબરદસ્ત તેજી, ઉત્તરપ્રદેશને પાછળ છોડી દેશભરમાં બીજું સ્થાન મેળવ્યું

Published By: Nidhi Panchal

Last Updated: 12:51 PM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તહેવારોની મોસમમાં ગુજરાતના કાર બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. ઓક્ટોબરમાં 41,552 કારના વેચાણ સાથે ગુજરાતે ઉત્તરપ્રદેશને પાછળ છોડીને દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે.

ADVERTISEMENT

તહેવારોની મોસમમાં કારની ખરીદીએ જોર પકડતાં ગુજરાતનું ઓટોમોબાઈલ બજાર તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. ઓક્ટોબરમાં કારનાં વેચાણમાં ગુજરાતે ઉત્તરપ્રદેશને પાછળ છોડીને દેશભરમાં બીજું સ્થાન મેળવ્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના આંકડા અનુસાર ૨૮ ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં કુલ ૪૧,૫૫૨ કારનું વેચાણ નોંધાયું હતું.

Car

ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર ૪૪,૬૩૨ કારનાં વેચાણ સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું, જ્યારે ગુજરાતે ૪૧,૫૫૨ કારનાં વેચાણ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. ઉત્તરપ્રદેશમાં ૩૮,૨૩૩ કારનું વેચાણ થયું હતું. હરિયાણા ૨૪,૧૩૧ કાર સાથે ચોથા ક્રમે અને રાજસ્થાન ૨૩,૬૦૨ કારનાં વેચાણ સાથે પાંચમા ક્રમે રહ્યાં હતાં. ગયા વર્ષે ઓક્ટોબરમાં ગુજરાત કારનાં વેચાણમાં મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ પછી ત્રીજા ક્રમે હતું. આ વર્ષે નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારો દરમિયાન વાહનોની ખરીદીમાં આવેલા ઉછાળાએ ગુજરાતને બીજા ક્રમે પહોંચવામાં મદદ કરી છે.

સસ્તી કાર, એસયુવીની માગ અને નવા મોડલથી વેચાણને વેગ

કાર ડીલરોના જણાવ્યા અનુસાર, વાહનોની વધેલી પોષણક્ષમતા, એન્ટ્રી-લેવલ કારની મજબૂત માગ, એસયુવી પ્રત્યે ગ્રાહકોનો સતત રસ અને નવા મોડલની રજૂઆતને કારણે ગુજરાતમાં કારનાં વેચાણમાં વધારો થયો છે. અમદાવાદના એક કાર ડીલરે જણાવ્યું છે કે રાજ્યમાં કાર ખરીદવા ઈચ્છતા ગ્રાહકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જીએસટીના દરોમાં કરવામાં આવેલા ઘટાડા બાદ એન્ટ્રી-લેવલ કારની માગમાં સુધારો થયો છે. આ વર્ષે પણ તેની સકારાત્મક અસર જોવા મળી રહી છે. તેના કારણે અગાઉ માત્ર કાર ખરીદવાનું સપનું જોતા ગ્રાહકો અને ટુ વ્હીલર વાપરતા કેટલાક ગ્રાહકો પણ હવે એન્ટ્રી-લેવલ કાર ખરીદવા તરફ વળ્યા છે.

CNG અને ઈલેક્ટ્રિક કારને પણ સારો પ્રતિસાદ

ગુજરાતનું કાર બજાર પરંપરાગત પેટ્રોલ અને ડીઝલ કાર પૂરતું મર્યાદિત રહ્યું નથી. સીએનજી કારની વિવિધતા અને ઈલેક્ટ્રિક વાહનો (ઈવી) પ્રત્યે પણ ગ્રાહકોનો રસ વધી રહ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસીઅેશન (ફાડા)ના ટુ વ્હીલર વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રણવ શાહના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સીએનજી વાહનો અને ઈલેક્ટ્રિક વાહનોની માગ સારી રહી છે. ઈલેક્ટ્રિક વાહનો માટેનું ચાર્જિંગ માળખું સુધરતાં ગ્રાહકોનો રસ વધ્યો છે. કંપનીઓ દ્વારા નવાં મોડલ રજૂ કરવામાં આવતાં પણ વેચાણને વેગ મળ્યો છે. ગુજરાતનો ઔદ્યોગિક આધાર, ઝડપથી વિકસતાં શહેરી કેન્દ્રો અને માર્ગોનું મજબૂત જોડાણ રાજ્યને ઓટોમોબાઈલ કંપનીઓ માટે મહત્ત્વનું બજાર બનાવે છે.

વર્ષનાં કુલ વેચાણમાં ગુજરાત ત્રીજા ક્રમે

ઓક્ટોબરનાં વેચાણમાં ગુજરાતે નોંધપાત્ર પ્રગતિ કરી હોવા છતાં, ૨૦૨૬ના અત્યાર સુધીનાં કુલ કાર વેચાણમાં રાજ્ય ત્રીજા ક્રમે છે. ૨૮ ઓક્ટોબર સુધીના આંકડા અનુસાર, મહારાષ્ટ્ર ૪,૭૫,૭૧૨ કારનાં વેચાણ સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું. ઉત્તરપ્રદેશ ૪,૩૨,૫૯૧ કારનાં વેચાણ સાથે બીજા ક્રમે હતું, જ્યારે ગુજરાતમાં કુલ ૩,૪૪,૦૩૯ કારનું વેચાણ નોંધાયું હતું.

આ પણ વાંચો : સરદાર પટેલની 151મી જન્મજયંતિએ PM મોદીએ અર્પી પુષ્પાંજલિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પવર્ષા

આ યાદીમાં તામિલનાડુ ૨,૮૭,૬૪૩ કારનાં વેચાણ સાથે ચોથા ક્રમે અને કર્ણાટક ૨,૮૦,૭૦૫ કારનાં વેચાણ સાથે પાંચમા ક્રમે રહ્યું હતું. તહેવારોની ખરીદી, એન્ટ્રી-લેવલ કારની વધતી માગ, એસયુવીની લોકપ્રિયતા અને સીએનજી તથા ઈલેક્ટ્રિક વાહનો તરફ વધતા ઝુકાવને કારણે ગુજરાતના કાર બજારમાં તેજી જોવા મળી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

October Car Sales 2026 Automobile Market Gujarat Gujarat Car Sales

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ