ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:11 AM, 31 October 2026
ADVERTISEMENT
ગ્રેટર નોઈડા સ્થિત પંજાબ નેશનલ બેંક (PNB)માં ગ્રાહકોના ખાતામાંથી આશરે 10.24 કરોડની કથિત છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે દીપાંશી નામની બેંક કર્મચારીએ અન્ય અધિકારીઓના યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને, લગભગ ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન ગ્રાહકોના નાણાં પોતાના સહયોગીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ગાઝિયાબાદ સ્થિત CBIની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ આ મામલે 29 ઓક્ટોબરે FIR નોંધી છે.
ADVERTISEMENT
અત્યાર સુધીમાં 37 ખાતાધારકોએ નોઈડા પોલીસ પાસે ફરિયાદો નોંધાવી છે. પોલીસે અગાઉ એક એફઆઈઆર (FIR) પણ નોંધી હતી. શરૂઆતમાં એવું જાણવા મળ્યું હતું કે લગભગ 22 કરોડ રુપિયા ગાયબ થઈ ગયા છે; જોકે, બેંક દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં 10.24 કરોડની છેતરપિંડીનો ઉલ્લેખ છે.
બેંકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, સંગીતા નામની એક ગ્રાહક 16 સપ્ટેમ્બરના રોજ પોતાની પાસબુક અપડેટ કરાવવા માટે બેંકમાં ગઈ ત્યારે તેને પોતાના ખાતામાં ત્રણ અજાણ્યા ટ્રાન્ઝેક્શન્સ જોવા મળ્યા. દીપાંશી નામની એક મહિલા કર્મચારીએ આ વ્યવહારોને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો; પરંતુ, બેંકને આ વ્યવહારોને અધિકૃત કરતા કોઈ વાઉચર કે દસ્તાવેજો મળી શક્યા નહીં. પૂછપરછ દરમિયાન, દીપાંશીએ કથિત રીતે સ્વીકાર્યું કે તેણે આશુતોષ પાઠકની સૂચનાથી આ રકમ ટ્રાન્સફર કરી હતી અને વાઉચરોને નષ્ટ કર્યા હતા.
ADVERTISEMENT
છ અધિકારીઓની આઇડીનો ઉપયોગ
આરોપ છે કે, સિનિયર બ્રાન્ચ મેનેજર નિશા તિર્કી સહિત છ અધિકારીઓની CBS યુઝર IDનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આશુતોષ પાઠક ઉપરાંત, પ્રદીપ કુમાર, મેમબંતી દેવી, પ્રિયંકા કુમારી, શાંતિ દેવી, શાલિની અને સરોજ દેવીના ખાતામાં પણ નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કેટલાક ગ્રાહકોના મોબાઈલ એલર્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા, જેથી તેમને ખાતામાંથી રકમ ઉપાડવામાં આવી હોવાની જાણ તાત્કાલિક ન થાય.
ADVERTISEMENT
49 એફડીમાં પણ ગરબડનો આરોપ
બેંક દ્વારા કરવામાં આવેલી તપાસમાં ફિક્સ્ડ ડિપોઝિટ સંબંધિત અનિયમિતતાઓ પણ સામે આવી છે. એવો આક્ષેપ છે કે આ FDમાં સંયુક્ત ખાતાધારકોને ઉમેરવામાં આવ્યા હતા, ત્યારબાદ તે FDને સમયસીમા પૂર્ણ થાય તે પહેલાં જ બંધ કરી દેવામાં આવી હતી અને તેમાંથી મળેલી રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. બેંકના રેકોર્ડ મુજબ આવી 49 FD છે, જેની કુલ રકમ 7023.77 લાખ રૂપિયા થાય છે. જોકે, આ બાબત 10.24 કરોડ રૂપિયાની છેતરપિંડી સાથે જોડાયેલી છે કે કેમ, તે તપાસનો વિષય છે.
ADVERTISEMENT
CBI એ દર્જ કર્યો કેસ
બેંકના ચીફ મેનેજર અજય કુમાર પાંડેએ ૨૩ ઓક્ટોબરે ફરિયાદ નોંધાવી હતી. સીબીઆઈએ દીપાંશી, આશુતોષ પાઠક અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), આઈટી એક્ટ (IT Act) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે. આ તપાસની જવાબદારી ડીએસપી ડૉ. ઝાહિર અખ્તરને સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભારતની મોટી સફળતા, હવે GPS પર ઘટશે નિર્ભરતા, સ્માર્ટફોનમાં મળશે NavICનો લાભ
બેંકના જણાવ્યા અનુસાર, દીપાંશીએ કહ્યું કે તે આશુતોષને પહેલેથી જ ઓળખતી હતી અને તેના સૂચન પર તેણે રોકાણ માટે લોન લીધી હતી. સીબીઆઈ (CBI) હવે તપાસ કરશે કે કેટલા ગ્રાહકો પ્રભાવિત થયા છે, કુલ કેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી છે અને આ કથિત કૌભાંડમાં અન્ય કોની ભૂમિકા હતી. બેંકે જણાવ્યું છે કે તપાસ માટે તમામ સંબંધિત દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ISRO NVS-03 Launch / ભારતની મોટી સફળતા, હવે GPS પર ઘટશે નિર્ભરતા, સ્માર્ટફોનમાં મળશે NavICનો લાભ