ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અંતરિક્ષમાં ભારતની મોટી છલાંગ: ISRO દ્વારા નવી પેઢીના NVS-03 નેવિગેશન સેટેલાઈટનું સફળ લોન્ચિંગ

નેશનલ / અંતરિક્ષમાં ભારતની મોટી છલાંગ: ISRO દ્વારા નવી પેઢીના NVS-03 નેવિગેશન સેટેલાઈટનું સફળ લોન્ચિંગ

Published By: Pravin Joshi

Last Updated: 12:11 AM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસરોએ શ્રીહરિકોટા ખાતેથી GSLV-F18 રોકેટ દ્વારા NVS-03 નેવિગેશન ઉપગ્રહનું સફળ લોન્ચિંગ કરીને સ્વદેશી 'NavIC' પ્રણાલીને વધુ સચોટ અને મજબૂત બનાવી છે.

ADVERTISEMENT

અંતરિક્ષ ક્ષેત્રે ભારતે વધુ એક મોટી સફળતા પ્રાપ્ત કરતા નવી પેઢીના નેવિગેશન ઉપગ્રહ (NVS-03)નું સફળ પ્રક્ષેપણ કર્યું છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઈસરો) દ્વારા આ નેવિગેશન ઉપગ્રહને GSLV-F18 રોકેટની મદદથી રાત્રે 11:51 વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કરવામાં આવ્યો છે. આ ઉપગ્રહનું લોન્ચિંગ ભારતની પોતાની સ્વદેશી નેવિગેશન પ્રણાલી 'NavIC' માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ પ્રણાલી ઉપગ્રહોની અછતનો સામનો કરી રહી હતી.

આ નવો ઉપગ્રહ ભારતની નેવિગેશન વ્યવસ્થાને વધુ મજબૂત અને સચોટ બનાવશે. આ તકનીકના માધ્યમથી સમગ્ર દેશ ઉપરાંત ભારતની સરહદથી 1500 કિલોમીટર સુધીના વિસ્તારમાં સચોટ સ્થાન અને માહિતી મેળવી શકાશે. આ ઉપગ્રહની ક્ષમતાઓનો ઉપયોગ દરિયાઈ વાહનવ્યવહાર, માર્ગ પરિવહન અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં વ્યાપકપણે કરવામાં આવશે. આ પ્રણાલી વધુ સક્ષમ બનવાથી ભારતની અમેરિકાની 'જીપીએસ' સિસ્ટમ પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો થશે.

NVS-03 એ ભારતની પ્રાદેશિક નેવિગેશન પ્રણાલીનો ત્રીજી પેઢીનો ઉપગ્રહ છે. આ નવા ઉપગ્રહમાં વિદેશથી આયાત કરાયેલી અત્યાધુનિક પરમાણુ ઘડિયાળ સ્થાપિત કરવામાં આવી છે. તેમાં L5/S સિગ્નલો ઉપરાંત L1 સિગ્નલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સફળતા બાદ ઈસરો દ્વારા આગામી સમયમાં NVS-04 અને NVS-05 ઉપગ્રહો લોન્ચ કરવાની દિશામાં પણ કામગીરી ચાલી રહી છે.

ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ વિતેલા સમયમાં કેટલીક તકનીકી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. જુલાઈ મહિનામાં સરકાર દ્વારા સંસદમાં પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે નાવિક સિસ્ટમના માત્ર 3 ઉપગ્રહો જ સક્રિયપણે કામ કરી રહ્યા છે, જ્યારે આ સિસ્ટમને યોગ્ય અને સુચારૂ રીતે કાર્યરત રાખવા માટે ઓછામાં ઓછા 4 સક્રિય ઉપગ્રહોની અનિવાર્ય જરૂરિયાત હોય છે.

આ પણ વાંચોઃ નિર્ણય / હવેથી આટલી સ્પીડ પર નહીં આવે ટ્રાફિક મેમો! ઓવરસ્પીડિંગના કારણે વધતા ચલણને લઇ ગડકરીનું મોટું એલાન

અગાઉ ઈસરો દ્વારા જાન્યુઆરી 2025માં NVS-02 ઉપગ્રહને લોન્ચ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ઉપગ્રહ પોતાની નિયત ભ્રમણકક્ષામાં પહોંચવામાં નિષ્ફળ રહ્યો હતો. તેથી, NVS-03નું આ સફળ લોન્ચિંગ ભારતની અંતરિક્ષ ક્ષમતા અને નેવિગેશન સ્વાયત્તતા માટે અત્યંત સીમાચિહ્નરૂપ સાબિત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ISRO GSLVF18 NVS03

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ