ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 1 નવેમ્બરથી મોબાઈલ પર શરૂ થશે આ સર્વિસ, કરોડો યુઝર્સને થશે ફાયદો
Last Updated: 12:02 PM, 31 October 2026
ADVERTISEMENT
'કોલર નેમ પ્રેઝન્ટેશન' (CNAP) તરીકે ઓળખાતો એક નવો નિયમ આવતીકાલથી ભારતમાં અમલમાં આવવા જઈ રહ્યો છે. ભારત સરકારના ટેલિકોમ વિભાગ (DoT) એ તાજેતરમાં માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં ટેલિકોમ સેવા પ્રદાતાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ 1લી નવેમ્બરથી તમામ સ્માર્ટફોન યૂઝર્સ માટે અજાણ્યા કોલ કરનારાઓના નામ પ્રદર્શિત કરે.
ADVERTISEMENT
CNAP સેવા હેઠળ, 4G અને 5G નેટવર્ક પરના યૂઝર્સના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબરો સાથે સંકળાયેલા નામો દેખાશે. આ સેવા ઘણી હદે Truecaller એપ જેવી જ છે.
ઉદાહરણ તરીકે, જ્યારે વ્યક્તિ A, વ્યક્તિ B ને કૉલ કરે છે, ત્યારે જો A નું નામ B ની કોન્ટેક્ટ લિસ્ટ માં પહેલેથી જ સેવ કરેલું હોય, તો તે જ નામ ફોન પર દેખાશે. જો A નું નામ B ની સંપર્ક સૂચિમાં સેવ કરેલું ન હોય, તો મોબાઈલ નંબરની નીચે કૉલ કરનારનું સાચું નામ દર્શાવવામાં આવશે. અજાણ્યા કૉલરના કિસ્સામાં, આ નામ તે હશે જે સિમ કાર્ડ સાથે જોડાયેલું છે.
ADVERTISEMENT

ઇન્ટરનેશનલ કોલની પડશે ખબર
ADVERTISEMENT
CNAP અજાણ્યા કોલ કરનારનું નામ દર્શાવે છે. જો તે આંતરરાષ્ટ્રીય કોલ હોય, તો તેના પર "ઇન્ટરનેશનલ કોલ" એવું લખેલું આવશે.
4G અને 5G માટે સર્વિસ લાઇવ
ADVERTISEMENT
CNAP સેવા હાલમાં 4G અને 5G મોબાઈલ યૂઝર્સ માટે શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં, 2G અને 3G ગ્રાહકો માટે અલગથી આ સેવા રજૂ કરવામાં આવશે.
સાઇબર ઠગોના વિદેશોમાં જાળ
ADVERTISEMENT
CNAP ની મદદથી, ભારતીય યૂઝર્સ સરળતાથી જાણી શકશે કે કોઈ કોલ ભારતમાંથી આવી રહ્યો છે કે અન્ય કોઈ દેશમાંથી. સાયબર ગુનેગારો ઘણીવાર લોકોને નિશાન બનાવવા માટે વિદેશથી કોલ કરતા હોય છે; આવી ઘણી ગુનાહિત ટોળીઓના આંતરરાષ્ટ્રીય સંપર્કો પણ હોય છે.
આ પણ વાંચોઃ ATMમાં કાર્ડ સ્વાઈપ કરતા પહેલા આટલું જરૂરથી ચેક કરી લેજો, નહીંતર...!
ADVERTISEMENT
CNAP દ્વારા, ટેલિકમ્યુનિકેશન વિભાગ (DoT) નો ઉદ્દેશ્ય સાયબર છેતરપિંડીના બનાવો પર લગામ લગાવવાનો છે. ભારતમાં, સાયબર છેતરપિંડીને કારણે દર વર્ષે અસંખ્ય લોકોના બેંક ખાતાઓ ખાલી થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો