ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ATMમાં કાર્ડ સ્વાઈપ કરતા પહેલા આટલું જરૂરથી ચેક કરી લેજો, નહીંતર...!

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / ATMમાં કાર્ડ સ્વાઈપ કરતા પહેલા આટલું જરૂરથી ચેક કરી લેજો, નહીંતર...!

Last Updated: 10:25 AM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ATM Card Safety: જ્યારે પણ આપણે રોકડ ઉપાડવા માટે ATM પર જઈએ છીએ, ત્યારે ઘણીવાર આપણે કંઈ પણ તપાસ્યા વિના જ મશીનમાં આપણું કાર્ડ નાખી દઈએ છીએ. જોકે, આ ઉતાવળને કારણે તમારી બેંક એકાઉન્ટની રકમ ગણતરીની મિનિટોમાં જ ખાલી થઈ શકે છે.

1/5

photoStories-logo

1. ATMનો ઉપયોગ કરતા પહેલા જાણી લો

આજે ભલે UPI અને ઓનલાઇન પેમેન્ટનો ઉપયોગ ખૂબ વધી ગયો હોય, તેમ છતાં જ્યારે પણ આપણને રોકડની જરૂર પડે છે ત્યારે આપણે ATM પર જવું જ પડે છે. ખાસ કરીને તહેવારો અને લગ્નની સીઝન દરમિયાન, ATMમાંથી પૈસા ઉપાડનારા લોકોની સંખ્યામાં અચાનક વધારો જોવા મળે છે. સાયબર ગુનેગારો અને હેકર્સ ઘણીવાર તકની રાહ જોતા હોય છે, જે લોકોની ઉતાવળનો લાભ લેવા માટે તૈયાર હોય છે. આપણે વારંવાર ATM મશીનનો ઉપયોગ કરીએ છીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બેંક એકાઉન્ટને ગણતરીની મિનિટોમાં ખાલી કરી શકે છે આ ભૂલ

લોકો ઘણીવાર કંઈપણ ચેક કર્યા વિના જ ATM મશીનમાં પોતાનું ડેબિટ કાર્ડ નાખે છે અને રોકડ ઉપાડવા માટે પોતાનો PIN દાખલ કરે છે. જો કે, બેદરકારીનું આ નાનકડું પગલું તમારા આખા બેંક એકાઉન્ટને ગણતરીની મિનિટોમાં ખાલી કરી શકે છે. આજકાલ, ફ્રોડ કરનારાઓ અત્યાધુનિક અને હાઈ-ટેક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ATM મશીનો સાથે ચેડાં કરી રહ્યા છે, જેને સામાન્ય વ્યક્તિ સરળતાથી ઓળખી શકતી નથી. તેથી, હવે પછી જ્યારે તમે રોકડ ઉપાડવા જાઓ, ત્યારે મશીનમાં તમારું કાર્ડ નાખતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો ચોક્કસ ચેક લો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કાર્ડ સ્લોટને હલાવીને જુઓ

ATM ફ્રોડની સૌથી સામાન્ય અને જોખમી પદ્ધતિ 'કાર્ડ ક્લોનિંગ' છે. આ કરવા માટે, છેતરપિંડી કરનારાઓ ATM કાર્ડ સ્લોટમાં એટલે કે જ્યાં તમે તમારું કાર્ડ દાખલ કરો છો તે જગ્યાએ એક નાનું ડિવાઇસ લગાવી દે છે. આ ડિવાઇસને 'સ્કિમર' કહેવામાં આવે છે. તેને એવી રીતે બનાવવામાં આવે છે કે તે બિલકુલ ATM મશીનના અસલી ભાગ જેવું જ લાગે, જેના કારણે પ્રથમ નજરે તેને ઓળખવું લગભગ અશક્ય બની જાય છે. જેવું તમે તમારું કાર્ડ અંદર નાખો છો, કે તરત જ આ સ્કિમર તમારા કાર્ડની મેગ્નેટિક સ્ટ્રિપ પર સંગ્રહિત તમામ ડેટા ચોરી લે છે. આ ડેટાનો ઉપયોગ કરીને, હેકર્સ તમારા કાર્ડની ડુપ્લિકેટ કોપી તૈયાર કરે છે. આ જોખમથી બચવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તમારું કાર્ડ મશીનમાં નાખતા પહેલા, કાર્ડ સ્લોટને તમારા હાથથી હળવેકથી હલાવીને તપાસી લેવું. જો ત્યાંની લાઈટ બંધ હોય, સ્લોટ થોડો ઢીલો લાગતો હોય, અથવા કાર્ડ અંદર નાખતી વખતે અટકી જતું હોય, તો તમારે સમજી જવું જોઈએ કે મશીન સાથે છેડછાડ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પિન પેડ અને ઉપર લગાવે છુપા કેમેરાની ઓળખ કરો

ઠગ લોકો માટે માત્ર કાર્ડનો ડેટા ચોરવો પૂરતો નથી હોતો; તેમને તમારા ચાર અંકના ATM PINની પણ જરૂર હોય છે. ચાલાક ગુનેગારો તમારો PIN મેળવવા માટે બે રીતોનો ઉપયોગ કરે છે. પહેલી રીતમાં, મશીનના કીપેડની બરાબર ઉપર અથવા બાજુમાં એક અત્યંત પિનહોલ કેમેરો છુપાવી દેવામાં આવે છે. આ કેમેરો એટલો નાનો હોય છે કે તે સરળતાથી સ્ક્રૂના કાણા પાછળ અથવા બ્રોશર રાખવાના સ્ટેન્ડમાં છુપાઈ શકે છે, જેનાથી તમે જ્યારે તમારો PIN દાખલ કરો છો ત્યારે તે તેને રેકોર્ડ કરી લે છે. અન્ય એક પદ્ધતિમાં 'નકલી કીપેડ'નો ઉપયોગ થાય છે, આ અસલી બટનો પર મૂકવામાં આવતું એક પાતળું, કૃત્રિમ પડ છે, જે તમે દબાવેલા અંકોને રેકોર્ડ કરી લે છે. તેથી, તમારો PIN દાખલ કરતા પહેલા, કીપેડને સ્પર્શ કરીને તપાસી લો કે તે ઉપસેલું કે પોચું તો નથી ને. આ ઉપરાંત, PIN દાખલ કરતી વખતે તમારા બીજા હાથ વડે કીપેડને સંપૂર્ણપણે ઢાંકી દો, જેથી આસપાસ રહેલો કોઈ છુપો કેમેરો તમારી આંગળીઓની હિલચાલને જોઈ ન શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કેશ ડિસ્પેંસરમાં ટ્રેપિંગ

કેટલીકવાર, તમારું કાર્ડ કે PIN ચોરવાને બદલે, છેતરપિંડી કરનારાઓ રોકડ રકમ બહાર આવતી હોય ત્યારે તેને જ નિશાન બનાવે છે. આને "કેશ ટ્રેપિંગ" કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં, ગુનેગારો જ્યાંથી રોકડ બહાર આવે છે તે જગ્યાએ એક કાળી પટ્ટી અથવા ગ્લૂ ટ્રેપ લગાવી દે છે. જ્યારે તમે ટ્રાન્જેક્શન શરૂ કરો છો, ત્યારે મશીન રકમ ગણે છે અને તમારા ખાતામાંથી તે રકમ કપાઈ પણ જાય છે, પરંતુ ચલણી નોટો તે સાધનમાં ફસાઈ જાય છે અને બહાર આવતી નથી. ગ્રાહક એમ માનીને કે મશીનમાં કોઈ ખામી છે, ત્યાંથી ચાલ્યો જાય છે. ઠગ લોકો અંદર પ્રવેશે છે, કવર હટાવે છે અને બધી રોકડ રકમ લઈને ભાગી જાય છે. તેથી, પૈસા ઉપાડતા પહેલા, હંમેશા થોભીને તે સ્લોટ ચેક કરી લો. આવી મુશ્કેલીઓથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે ATM પર જતી વખતે તમારું ફિઝિકલ કાર્ડ સાથે લઈ જવાનું જ બંધ કરી દો. આજકાલ, લગભગ તમામ બેંકોના ATMમાં QR કોડ સ્કેન કરીને UPI દ્વારા રોકડ ઉપાડવાનો વિકલ્પ મળે છે, આ પદ્ધતિ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમાં કાર્ડની કોઈ જરૂર રહેતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ATM card using tips ATM Card Safety tips check this before inserting your card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ