ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / ધનતેરસ 2026 પર બની રહ્યો છે માલવ્ય રાજયોગ, ચાર રાશિઓ માટે કમાણીના નવા રસ્તા ખુલવાની શક્યતા!
6 ફોટો ગેલેરી
Last Updated: 10:20 PM, 2 November 2026
1/6
6 નવેમ્બરે ધનતેરસ છે અને આ દિવસે શુક્ર તુલા રાશિમાં રહેવાથી માલવ્ય રાજયોગ બનશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા રાશિના સ્વામી શુક્ર છે અને જ્યારે શુક્ર આ રાશિમાં પ્રવેશે છે ત્યારે માલવ્ય રાજયોગની રચના થાય છે. આ યોગને પંચ મહાપુરુષ રાજયોગોમાંથી એક માનવામાં આવે છે અને તેને ધન, સુખ-સમૃદ્ધિ તથા વૈભવ સાથે જોડીને જોવામાં આવે છે. ચાલો જાણીએ કે ધનતેરસના દિવસે આ શુભ યોગ કઈ રાશિઓ માટે ફાયદાકારક રહેશે.
2/6
આ રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર સુખ-સુવિધાઓમાં વધારાના સંકેત આપે છે. વૈવાહિક જીવનમાં વધુ મધુરતા આવી શકે છે અને જીવનસાથીનો સહયોગ મળશે. ભાગીદારીમાં વ્યવસાય કરનારાઓને લાભના નવા મોકા મળી શકે છે. આર્થિક સ્થિતિ સુધરવાની સંભાવના છે. આ સમયે પોતાની યોજનાઓ આગળ વધારવા અને નવા કામની શરૂઆત વિશે વિચારી શકાય છે.
ADVERTISEMENT
3/6
તમારા માટે આ સમય આર્થિક બાબતોમાં અનુકૂળ રહી શકે છે. અચાનક ધનલાભના અવસરો મળી શકે છે અને આવકના સાધનોમાં વૃદ્ધિ થઈ શકે છે. નોકરીમાં કામની પ્રશંશા થઈ શકે છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને સારા સમાચાર મળવાની આશા છે. રોકાણ સંબંધિત બાબતોમાં પણ સકારાત્મક પરિણામ મળી શકે છે. જોકે કોઈ પણ આર્થિક નિર્ણય પહેલાં વિચાર કરવો જરૂરી છે.
4/6
તમારા માટે માલવ્ય રાજયોગ ખાસ ફળદાયી માનવામાં આવે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે પણ નવા અવસરો બની શકે છે. આવકના નવા રસ્તા ખુલવાના અને આર્થિક સ્થિતિ મજબૂત થવાના સંકેત છે. લાંબા સમયથી અટવાએલા કામ પૂરા થઈ શકે છે જેથી રાહત મળશે.
ADVERTISEMENT
5/6
આ રાશિના જાતકોને કેરિયર અને વ્યવસાયમાં આગળ વધવાના મોકા મળી શકે છે. નોકરીમાં પ્રમોશનના યોગ બની શકે છે અને વ્યવસાયના વિસ્તરણની યોજના પર કામ આગળ વધી શકે છે. આવકમાં વધારો થવાથી સુખ-સુવિધાઓ પર ખર્ચ કરવાનો અવસર મળશે. પરિવારમાં ખુશહાલીનું વાતાવરણ રહી શકે છે. આમ આ સમય આર્થિક અને પારિવારિક બાબતોમાં રાહત આપનારો માનવામાં આવે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ