ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ધનતેરસ 2026: આ ત્રણ વસ્તુઓ કોઈને આપવાની ભૂલ ન કરતા, ઘરની તિજોરી થઈ શકે છે ખાલી!

photo-story

5 ફોટો ગેલેરી

માન્યતા / ધનતેરસ 2026: આ ત્રણ વસ્તુઓ કોઈને આપવાની ભૂલ ન કરતા, ઘરની તિજોરી થઈ શકે છે ખાલી!

Last Updated: 07:47 PM, 2 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે જાણો છો કે, ધનતેરસે અમુક વસ્તુઓ કોઈને આપવાથી બચવું જોઈએ એવી માન્યતા છે. આ ત્રણ વસ્તુઓ આપવાથી ઘરની સમૃદ્ધિ અને સુખ-શાંતિ પર અસર થઈ શકે છે.

1/5

photoStories-logo

1. ધનતેરસ પર આ વસ્તુ ન કરો

હિન્દુ ધર્મમાં ધનતેરસને ધન, આરોગ્ય અને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. પંચાંગ અનુસાર વર્ષ 2026માં ધનતેરસનો તહેવાર 6 નવેમ્બર શુક્રવારે ઊજવવામાં આવશે. આ દિવસે લક્ષ્મી માતા, ભગવાન કુબેર અને ભગવાન ધન્વંતરિની પૂજાનું ખાસ મહત્વ છે. લોકો આ દિવસે સોનું-ચાંદી, વાસણ, વાહન અને ઝાડુ જેવી વસ્તુઓ ખરીદીને ઘરે લાવે છે જેથી વર્ષભર સમૃદ્ધિ બની રહે. પરંતુ જ્યોતિષ અને લોક માન્યતા અનુસાર આ દિવસે અમુક ખાસ વસ્તુઓનું લેન-દેન કરવાથી બચવું જોઈએ. ચાલો તેના વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મીઠું કોઈને ન આપો

ધનતેરસના દિવસે મીઠાનું ખાસ મહત્વ માનવામાં આવે છે. ઘણા ઘરોમાં આ દિવસે આખું મીઠું કે સેંધા નમક ખરીદીને લાવવાની પરંપરા છે. માન્યતા છે કે મીઠું લક્ષ્મી માતા અને સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલું છે. આ દિવસે મીઠું ખરીદવાથી સમૃદ્ધિ બની રહે છે પણ કોઈને આપવાથી અથવા તેનું લેવડ દેવડ કરવાથી ઘરની આર્થિક સ્થિરતા અને સકારાત્મકતા પર અસર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ચક્કુ, સોય કે ધારદાર વસ્તુઓ ન આપો

ધનતેરસે ચક્કુ, કાતર, સોય કે બીજી અણીદાર અને ધારદાર વસ્તુઓ કોઈને આપવાથી બચવાની સલાહ આપવામાં આવે છે. લોક પરંપરાઓમાં આવી વસ્તુઓને કાપવા અને અલગાવનું પ્રતીક માનવામાં આવે છે. આથી આ દિવસે તેનું લેવડ દેવડ શુભ નથી માનવામાં આવતું. એવી માન્યતા છે કે આવી વસ્તુઓ આપવાથી સંબંધોમાં કડવાશ કે ઘરની સુખ-શાંતિ પર અસર થઈ શકે છે. જો કોઈને ભેટ આપવી હોય તો ધારદાર વસ્તુની જગ્યાએ બીજી શુભ વસ્તુ પસંદ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઘી અને તેલ આપવાથી બચો

ધનતેરસે ઘી અને તેલનું પણ ધાર્મિક મહત્વ છે. દીવા પ્રગટાવવા, પૂજા અને બીજી વિધિઓમાં તેનો ઉપયોગ થાય છે. માન્યતા અનુસાર ઘી અને તેલને ઘરનો પ્રકાશ, પૂજા અને સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે. તેથી આ દિવસે તેને કોઈને આપવાથી કે ઉધાર આપવાથી ઘરની સુખ-સમૃદ્ધિ પર પ્રતિકૂળ અસર પડી શકે છે. જેમાં ઘણા પરિવારો આ દિવસે ઘી અને તેલનું દાન કે ઉધાર આપવાને અવોઇડ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dhanteras Hinduism prosperity
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ