ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગુજરાતની GST આવકમાં વધારો, વેટ હેઠળ રૂપિયા 3153 કરોડની આવક, સાત મહિનામાં 58,248 કરોડ મળ્યાં

ઈકોનોમી / ગુજરાતની GST આવકમાં વધારો, વેટ હેઠળ રૂપિયા 3153 કરોડની આવક, સાત મહિનામાં 58,248 કરોડ મળ્યાં

Published By: Hiralal Parmar

Last Updated: 06:56 PM, 2 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર બાદ ગુજરાતની GST આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. વેટ હેઠળ રૂપિયા 3153 કરોડની આવક થઈ છે.

ADVERTISEMENT

રાજ્યની GST આવકમાં વધારો થયો છે. ઓક્ટોબર 2026માં રાજ્યને જીએસટી હેઠળ રૂપિયા 8391 કરોડની આવક થઈ છે. વિદ્યુત શુલ્ક હેઠળ રૂપિયા 1053 કરોડ તો વ્યવસાય વેરા હેઠળ રૂપિયા 22 કરોડની આવક તો જીએસટી, વિદ્યુત શુલ્ક તથા વ્યવસાય વેરા હેઠળ કુલ રૂપિયા 12,619 કરોડની આવક થઈ છે. ઓક્ટોબર 2026 અંત સુધીમાં સાત માસમાં રાજ્યને કુલ રૂપિયા 58,248 કરોડની આવક થઈ છે.

કેન્દ્રને કેટલી થઈ જીએસટીની આવક?

ચાલુ નાણાકીય વર્ષમાં GST કલેક્શન માટે ઓક્ટોબર મહિનો ખાસ રહ્યો છે. સતત ચોથા મહિને GST વસૂલાત ₹2 લાખ કરોડને પાર થઈ છે. આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં કુલ ₹14.78 લાખ કરોડની GST વસૂલાત થઈ છે. સૌથી વધુ વૃદ્ધિ ઉત્તર પ્રદેશમાં નોંધાઈ છે. જ્યારે મહારાષ્ટ્ર સૌથી વધુ GST આપનાર રાજ્ય રહ્યું છે. ગુજરાતમાં પણ GST કલેક્શનમાં 16 ટકાનો વધારો નોંધાયો છે.

તહેવારોની સિઝનમાં GST કલેક્શનમાં મોટો ઉછાળો

દેશમાં તહેવારોની સિઝન શરૂ થતાં બજારમાં ખરીદી વધી છે. તેની સીધી અસર સરકારની આવક પર જોવા મળી છે. ઓક્ટોબર 2026માં કુલ GST કલેક્શન ₹2.30 લાખ કરોડ નોંધાયું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ વસૂલાતની રકમ ઓછી હતી. આ વખતે ગયા વર્ષની સરખામણીએ GST કલેક્શનમાં 22.9 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2026-27માં ઓક્ટોબરનું કલેક્શન અત્યાર સુધીનું બીજું સૌથી મોટું કલેક્શન રહ્યું છે. આ વર્ષે એપ્રિલમાં સૌથી વધુ ₹2.43 લાખ કરોડની GST વસૂલાત થઈ હતી.

વધુ વાંચો : માતા-પત્ની અને બે બાળકોનું ગળું કાપી નાખ્યું, પછી પોતે કર્યો આપઘાત, ખૌફનાક બનાવથી સનસની

સતત ચોથા મહિને GST કલેક્શન ₹2 લાખ કરોડને પાર

GST કલેક્શનના આંકડા દર્શાવે છે કે દેશમાં ટેક્સ વસૂલાત સતત વધી રહી છે. ઓક્ટોબર પહેલાંના ત્રણ મહિના દરમિયાન પણ GST કલેક્શન ₹2 લાખ કરોડથી વધારે રહ્યું હતું. આ સાથે સતત ચોથા મહિને સરકારને ₹2 લાખ કરોડથી વધુની આવક થઈ છે. સપ્ટેમ્બર 2026ની સરખામણીએ ઓક્ટોબરમાં GST કલેક્શનમાં 14.7 ટકાનો વધારો થયો છે. જૂન મહિનામાં 13.9 ટકા, જુલાઈમાં 15.4 ટકા, ઓગસ્ટમાં 14.3 ટકા અને સપ્ટેમ્બરમાં 14.7 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. હવે ઓક્ટોબરમાં આ વૃદ્ધિ વધીને 22.9 ટકા થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ