ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / બાગેશ્વર બાબાએ ભગવાન રામ અને કૃષ્ણની સરખામણી કરતાં વિવાદ સર્જાયો, વિવાદ વધતાં હવે આપી સ્પષ્ટતા!
Last Updated: 05:15 PM, 2 November 2026
ADVERTISEMENT
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભગવાન કૃષ્ણ અંગેના પોતાના નિવેદનની સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે કથા દરમિયાન ભાવના અને પ્રેમથી બોલાયેલા શબ્દોનો ખોટો અર્થઘટન ન કરવો જોઈએ. પોતાને ઠાકુરજીનો ભક્ત ગણાવતા તેમણે કહ્યું કે તેમનો હેતુ કોઈપણ દેવી દેવતાની આલોચના કરવાનો નહોતો.
ADVERTISEMENT
હકીકતમાં મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના કરૈરામાં યોજાયેલી શ્રી રામ કથા દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભગવાન શ્રી રામ અને ભગવાન કૃષ્ણના સ્વરૂપોની તુલના કરી હતી. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેમાં તેઓ કહેતા સાંભળાય છે કે ઠાકુરજી ત્રણ જગ્યાએ વાંકાચૂકા હોય છે, જ્યારે તેમના ભગવાન સીધા ઉભા હોય છે.
તેમણે ભગવાન કૃષ્ણના વાંસળી વગાડવાની મુદ્રા અને વૃંદાવન ધામનો પણ ઉલ્લેખ કર્યો. આ સિવાય વાંસળી વગાડવા અને ભગવાન શ્રી રામના ધનુષ્ય ચલાવવાની તુલના કરતા તેમણે કહ્યું કે વાંસળી વગાડવી એ એક રમત છે, પરંતુ ધનુષ ચલવવું કોઇ ખેલ નથી. તેમની આ ટિપ્પણીને લિ સોશિયલ મીડિયા પર ચર્ચા લાગી છે.
ADVERTISEMENT
"હું પણ ઠાકુરજીને ખૂબ પ્રેમ કરું છું"
વિવાદ વધ્યા પછી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તેમના ઉપદેશમાં આ બાબત સ્પષ્ટ કરી. તેમણે કહ્યું, "મેં આ વાત ભાવનાથી કહી હતી. આને 'વ્યાજ સ્તુતિ' કહેવામાં આવે છે. તેને અપમાન તરીકે ન લેવી જોઈએ." ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ગોપીઓ પણ ભગવાન કૃષ્ણને કપટી કહેતી હતી, પરંતુ આ તેમના પ્રેમને કારણે હોય છે. તેવી જ રીતે તેમણે ભગવાન ઠાકુરજી પ્રત્યેના પ્રેમના ભાવથી આ વાતો કહી હતી.
ADVERTISEMENT
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, "હું પણ ભગવાન ઠાકુરજીને ખૂબ પ્રેમ કરું છું. લોકોએ કહ્યું કે હું કૃષ્ણનો વિરોધ કરું છું. આવું બિલકુલ સાચું નથી." તેમણે લોકોને અપીલ કરી કે તેમના શબ્દોનો ખોટો અર્થ ન કાઢે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ધર્મ / શનિ ગોચરથી 2027માં ત્રણ રાશિઓના જીવનમાં આવી શકે છે ઉથલપાથલ, મુશ્કેલીઓનો કરવો પડી શકે સામનો!
"કેટલાક લોકો ફેમસ થવા વિરોધ કરે છે"
ADVERTISEMENT
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સોશિયલ મીડિયા પર થતી ટીકા પર પણ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે આજકાલ કેટલાક લોકો ખ્યાતિ મેળવવા માટે બાબા બાગેશ્વરનો વિરોધ કરવા લાગ્યા છે. તેમના મતે કથા દરમિયાન કહેવામાં આવેલી વાતોને તેમની ભાવના અને સંદર્ભમાં સમજવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Sharad Purnima 2026 / આજે શરદ પૂર્ણિમા પર ચંદ્ર કેટલા વાગ્યે દેખાશે? ખીર રાખતા પહેલાં જાણી લો આ નિયમ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT