ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
Last Updated: 08:30 AM, 3 November 2026
ADVERTISEMENT
ગ્લેન મેક્સવેલ હવે ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય ટીમ તરફથી રમતા જોવા નહીં મળે. 38 વર્ષીય આ ખેલાડીએ ત્રણેય ફોર્મેટમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. 286 આંતરરાષ્ટ્રીય મેચમાં તેમણે 7,226 રન બનાવ્યા અને 136 વિકેટ લીધી. 2015 અને 2023ના વનડે વર્લ્ડ કપ જીતમાં તેઓ ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાગ રહ્યા હતા. ખાસ કરીને 2023માં અફઘાનિસ્તાન સામે રમેલી તેમની 201 રનની ઇનિંગ આજે પણ યાદગાર છે.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આ સાથે 14 વર્ષથી વધુ લાંબી તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવ્યો છે. 38 વર્ષીય મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે ત્રણેય ફોર્મેટમાં કુલ 286 મેચ રમી હતી. આ દરમિયાન તેમણે 7,226 રન બનાવવાની સાથે 136 વિકેટ પણ મેળવી હતી.'ધ બિગ શો' તરીકે જાણીતા મેક્સવેલ ઓસ્ટ્રેલિયાની 2015 અને 2023ની વનડે વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહ્યા હતા. આ ઉપરાંત 2021માં ટી20 વર્લ્ડ કપ જીતનારી ઓસ્ટ્રેલિયાની ટીમમાં પણ તેમનું યોગદાન રહ્યું હતું.
ADVERTISEMENT
મેક્સવેલે પોતાના નિવૃત્તિના નિર્ણય અંગે જણાવ્યું કે આ નિર્ણયથી તેમને થોડું દુઃખ થયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમય આવવાનો હતો તેવી તેમને પહેલેથી જ ખબર હતી. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે વિક્ટોરિયા માટે 50 ઓવરની અને ચાર દિવસીય સ્થાનિક ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી છે.તેમણે કહ્યું કે રેડ બોલ ક્રિકેટ છોડવાનો નિર્ણય કોઈને ખાસ આશ્ચર્યમાં મૂકે એવો નથી. હવે તેઓ પોતાની ફિટનેસ પર વધુ ધ્યાન આપવા અને કારકિર્દીના બાકીના ટૂર્નામેન્ટ માટે શરીરને તૈયાર રાખવા માંગે છે.
ADVERTISEMENT
ગ્લેન મેક્સવેલે વર્ષ 2012માં અફઘાનિસ્તાન સામે વનડે મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ પોતાની આક્રમક બેટિંગ, પાવર હિટિંગ અને અનોખા શોટ્સના કારણે તેમણે વિશ્વ ક્રિકેટમાં અલગ ઓળખ બનાવી હતી.મેક્સવેલની ખાસિયત એ હતી કે તેઓ કોઈપણ સમયે મેચનું પરિણામ બદલી શકે છે. તેમની બેટિંગ ઉપરાંત ઉપયોગી ઓફ સ્પિન બોલિંગ અને મેદાન પર શાનદાર ફિલ્ડિંગે તેમને એક સફળ ઓલરાઉન્ડર બનાવ્યા હતા. મર્યાદિત ઓવરના ક્રિકેટમાં તેઓ ઓસ્ટ્રેલિયા માટે મહત્વના ખેલાડી રહ્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગ્લેન મેક્સવેલ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચ સદી ફટકારી ચૂક્યા છે. આ સાથે તેઓ ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માની બરાબરી પર છે. બંને ખેલાડીઓના નામે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ પાંચ સદીનો રેકોર્ડ છે.મેક્સવેલે પોતાની આક્રમક બેટિંગથી ઘણી વખત ઓસ્ટ્રેલિયાને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢ્યું હતું. તેમની ઝડપી રન બનાવવાની ક્ષમતા અને મોટા શોટ રમવાની આવડતને કારણે તેઓ વિરોધી ટીમ માટે મોટો પડકાર બની રહેતા હતા.
ADVERTISEMENT
મેક્સવેલની કારકિર્દીની સૌથી યાદગાર ઇનિંગ્સમાં 2023ના વનડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે રમેલી નાબાદ 201 રનની ઇનિંગનો સમાવેશ થાય છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાને 292 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.એક સમયે ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 91 રનમાં 7 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી. ટીમની હાર લગભગ નક્કી દેખાતી હતી. પરંતુ મેક્સવેલે પગમાં ખેંચાણ અને શારીરિક તકલીફ હોવા છતાં 128 બોલમાં નાબાદ 201 રન બનાવ્યા હતા.તેમની આ ઇનિંગના કારણે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે જીત મેળવી હતી. મેક્સવેલની આ ઇનિંગ વનડે ક્રિકેટના ઇતિહાસની સૌથી યાદગાર ઇનિંગ્સમાં ગણાય છે. આ મેચે તેમની કારકિર્દીને એક અલગ ઓળખ આપી હતી.
ગ્લેન મેક્સવેલની ટેસ્ટ કારકિર્દી ટૂંકી રહી હતી. તેમણે ઓસ્ટ્રેલિયા માટે કુલ 7 ટેસ્ટ મેચ રમી હતી. વર્ષ 2017માં તેમણે છેલ્લો ટેસ્ટ મેચ રમ્યો હતો. ત્યારબાદ તેમનું ધ્યાન મુખ્યત્વે મર્યાદિત ઓવરના ક્રિકેટ પર રહ્યું હતું.મેક્સવેલે વર્ષ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. વનડે ક્રિકેટમાં તેમના નામે 3,990 રન નોંધાયેલા છે. તેમનો છેલ્લો ટી20 આંતરરાષ્ટ્રીય મુકાબલો આ વર્ષે ફેબ્રુઆરીમાં ઓમાન સામે હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT