ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMCના ₹24.48 કરોડના સોલર પ્રોજેક્ટ મંજૂર, ધાર્મિક સંસ્થાઓ-મ્યુનિ. ઈમારતોમાં સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે!

પ્રોત્સાહન / AMCના ₹24.48 કરોડના સોલર પ્રોજેક્ટ મંજૂર, ધાર્મિક સંસ્થાઓ-મ્યુનિ. ઈમારતોમાં સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે!

Published By: Vishal Khamar

Last Updated: 03:30 PM, 3 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 24.48 કરોડના બે સોલર પ્રોજેક્ટને મંજૂરી આપી. ધાર્મિક સંસ્થાઓમાં 1 મેગાવોટ અને મ્યુનિસિપલ ઈમારતોમાં 5 મેગાવોટની સોલર સિસ્ટમ સ્થાપિત થશે.

ADVERTISEMENT

શહેરમાં સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. શહેરની ધાર્મિક સંસ્થાઓ અને ટ્રસ્ટમાં એક મેગાવોટ (૧,૦૦૦ કિલોવોટ) ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવશે. જ્યારે એએમસી હસ્તકની વિવિધ મ્યુનિસિપલ ઈમારતો અને સ્થળો પર પાંચ મેગાવોટ (૫,૦૦૦ કિલોવોટ) ક્ષમતાની સોલર સિસ્ટમ ઊભી કરાશે. આ બંને પ્રોજેક્ટ પાછળ કન્સલ્ટન્સી ખર્ચ સહિત કુલ રૂ. ૨૪.૪૮ કરોડનો ખર્ચ થશે. આ રકમ જીએસટી સિવાયની છે.

એએમસી દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલી ધાર્મિક સંસ્થાઓ અને ટ્રસ્ટોમાં સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ અંતર્ગત ૧,૦૦૦ કિલોવોટ એટલે કે એક મેગાવોટની ક્ષમતાની સોલર સિસ્ટમનું ડિઝાઈન, સપ્લાય, ઈન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ કરવામાં આવશે. આ કામગીરી પાછળ રૂ. ૪,૧૫,૩૮,૪૨૦નો ખર્ચ થશે. જ્યારે પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્સી સેવાઓ પાછળ વધારાના રૂ. ૪.૫૦ લાખ ફાળવવામાં આવ્યા છે. આ વ્યવસ્થાથી ધાર્મિક સંસ્થાઓમાં વીજળીના વપરાશ માટે સૌર ઊર્જાનો ઉપયોગ થઈ શકશે અને પરંપરાગત વીજળી પરનો આધાર ઘટશે.

મ્યુનિસિપલ ઈમારતોમાં પાંચ મેગાવોટની ક્ષમતાની સોલર સિસ્ટમ

બીજા પ્રોજેક્ટ અંતર્ગત એએમસી હસ્તકનાં વિવિધ બિલ્ડિંગ્સ અને સ્થળો પર અંદાજે ૫,૦૦૦ કિલોવોટ એટલે કે પાંચ મેગાવોટની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. આ કામગીરી એક વર્ષના એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ (એઆરસી) હેઠળ બે એજન્સી ટ્રોમ ઈન્ડસ્ટ્રીઝ લિ. અને ઝવેરી ક્રેડિટ્સ એન્ડ કેપિટલ લિ. મારફતે હાથ ધરાશે.

આ પ્રોજેક્ટ પાછળ રૂ. ૨૦,૨૨,૬૮,૪૪૮નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. તેમાં રિમોટ મોનિટરિંગ સિસ્ટમની સુવિધા પણ રહેશે. સોલર સિસ્ટમ ઈન્સ્ટોલ થયા બાદ પાંચ વર્ષ સુધી કોમ્પ્રિહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ (O&M)ની જવાબદારી પણ નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્સી ફી પેટે રૂ. ૬.૩૦ લાખનો ખર્ચ થશે.

આ પણ વાંચોઃ દિવાળી પહેલાં અમદાવાદથી હવાઈ ભાડાંમાં 15થી 20%નો વધારો, મુંબઈ-દિલ્હી-ગોવાની ટિકિટ મોંઘી

ગુજરાતમાં ધાર્મિક સ્થળો સુધી સોલર સુવિધા પહોંચાડવાની એએમસીની પહેલ

નોંધનીય છે કે એએમસીએ ધાર્મિક સ્થળોમાં સોલર પેનલ લગાવવાની યોજના અગાઉ પણ શરૂ કરી હતી. નવેમ્બર, ૨૦૨૫ના અહેવાલ મુજબ, આ યોજના હેઠળ ૨૧૯ અરજીઓ મળી હતી, જેમાંથી ૧૦૧ ધાર્મિક સ્થળોએ સોલર પેનલ લગાવવાની કામગીરી પૂર્ણ થઈ હતી. હવે એક મેગાવોટની નવી ક્ષમતાની કામગીરીને મંજૂરી મળતાં આ પહેલનો વ્યાપ આગળ વધશે. ધાર્મિક સંસ્થાઓથી લઈને મ્યુનિસિપલ ઈમારતો સુધી સૌર ઊર્જાનો ઉપયોગ વધારવા એએમસી દ્વારા એકસાથે બે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad solar rooftop project AMC solar energy initiative Solar panels at religious institutions

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ