ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાત સરકારમાં 6 અધિકારીઓને વધારાની જવાબદારી સોંપાઈ, સામાન્ય વહીવટ વિભાગે કર્યો હુકમ
Last Updated: 11:01 AM, 3 November 2026
ADVERTISEMENT
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના છ અધિકારીઓને વધારાની જવાબદારીઓ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે 2 નવેમ્બર, 2026ના રોજ સત્તાવાર હુકમ કરવામાં આવ્યો હતો. વિવિધ જિલ્લાઓમાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર સહિતની મહત્વપૂર્ણ જગ્યાઓનો વધારાનો હવાલો અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લાના મોડાસામાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે નેહા બ્યાડવાલને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે છોટાઉદેપુરમાં કે.ડી. ભગતને ટ્રાયબલ એરિયા સબ પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરનો વધારાનો હવાલો સોંપાયો છે.
ADVERTISEMENT
આ ઉપરાંત મહીસાગર જિલ્લામાં સી.એન. ભાભોરને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. તાપી જિલ્લાના સોનગઢમાં ડી.એચ. ભલારાને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદની સાબરમતી સહિતની જેલને બોમ્બની ઉડાવવાની ધમકી: સૂત્રો, લોરેન્સ બિશ્નોઈ પણ છે આ જેલમાં
ADVERTISEMENT
વલસાડના એ.કે. સોલંકીને નવસારી જિલ્લાના વાંસદામાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે એસ.ડી. મોઢને ગુજરાત સ્ટેટ ટ્રાયબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન્સ સોસાયટીના જોઈન્ટ કમિશનર તરીકે વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો