ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના થલતેજના મેગ્નેટ પાર્કમાં આગ, ઉપરથી કૂદેલા રાજકોટના યુવકનું મોત

દુઃખદ / અમદાવાદના થલતેજના મેગ્નેટ પાર્કમાં આગ, ઉપરથી કૂદેલા રાજકોટના યુવકનું મોત

Published By: Vishal Khamar

Last Updated: 10:18 AM, 3 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના થલતેજ સ્થિત મેગ્નેટ પાર્કમાં ખાનગી કંપનીમાં લાગેલી આગમાં ઉપરથી કૂદવાના કારણે રાજકોટના યુવકનું સારવાર દરમિયાન મોત થયું.

ADVERTISEMENT

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ પાર્કમાં એક ખાનગી કંપનીમાં લાગેલી આગની ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. આગથી બચવા માટે બિલ્ડિંગના ઉપરના માળેથી નીચે કૂદનાર મૂળ રાજકોટના રહેવાસી એક યુવકનું સારવાર દરમિયાન દુઃખદ નિધન થયું છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત આગના કારણે ગૂંગળામણ અને ઈજાઓનો ભોગ બનેલા પાંચ લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામને રજા આપી દેવામાં આવી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અમદાવાદના પોશ વિસ્તાર થલતેજમાં ઝાયડસ હોસ્પિટલ નજીક આવેલા મેગ્નેટ પાર્ક બિલ્ડિંગમાં બીજા માળે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ઓફિસોમાં રોજિંદા કામકાજ દરમિયાન અચાનક આગ ફાટી નીકળતાં કર્મચારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આગને કારણે બિલ્ડિંગમાં કાળા ધુમાડાના ગોટેગોટા પ્રસરી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, બિલ્ડિંગના બીજા માળે અચાનક આગની જ્વાળાઓ દેખાતાં ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા બહાર નીકળવા દોડ્યા હતા. જોકે, આગના કારણે ફેલાયેલા ગાઢ ધુમાડાએ બહાર નીકળવાના મુખ્ય માર્ગને ઘેરી લેતાં અનેક કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતાં પરિસરમાં ભયનો માહોલ છવાયો હતો.

જીવ બચાવવા બે કર્મચારીઓએ બારીમાંથી લગાવી છલાંગ

આગની ઘટનામાં સૌથી ચિંતાજનક બાબત એ રહી કે બહાર નીકળવાનો રસ્તો ધુમાડાથી ભરાઈ જતાં બે કર્મચારીઓ અંદર ફસાઈ ગયા હતા. ગૂંગળામણ અને જીવના જોખમને જોતા બંને કર્મચારીઓએ બિલ્ડિંગની બારીમાંથી સીધા નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર કૂદકો માર્યો હતો. ઊંચાઈ પરથી પટકાવાના કારણે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક મદદ કરીને બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

ગૂંગળામણના કારણે 5 લોકોને હોસ્પિટલ ખસેડાયા

આગના કારણે ફેલાયેલા ધુમાડાની અસરથી ગૂંગળામણનો ભોગ બનેલા પાંચ લોકોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ મળતી માહિતી મુજબ તમામ પાંચ લોકોની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, બારીમાંથી કૂદકો મારનારા બંને કર્મચારીઓને પણ ઈજાઓ થતાં સારવાર આપવામાં આવી રહી છે.

આગ લાગવાનું કારણ અકબંધ

મેગ્નેટ પાર્ક બિલ્ડિંગમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. આગની ઘટનાને પગલે ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ અને આસપાસના લોકોમાં ભારે ચિંતા જોવા મળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

આ ઘટનાએ ફરી એકવાર બહુમાળી કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી, ઇમરજન્સી એક્ઝિટ અને કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Fire Rajkot Youth Death Thaltej Magnet Park Fire

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ