ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત કોર્ટ દ્વારા ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ સામે વોરંટ જારી, આખરે શું છે સમગ્ર મામલો?
Last Updated: 11:44 AM, 3 November 2026
ADVERTISEMENT
સુરતની એક અદાલતે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ કાર્યવાહી ગયા વર્ષે સોશિયલ મીડિયા પર બ્રાહ્મણ સમુદાય વિશે તેમણે કરેલી કથિત આપત્તિજનક ટિપ્પણીઓ સાથે સંબંધિત છે.
ADVERTISEMENT
અનુરાગની સતત ગેરહાજરીને ધ્યાનમાં રાખીને કોર્ટે આ કડક પગલું ભર્યું છે. આ અગાઉ, તેમને કોર્ટમાં હાજર રહેવા માટે અનેક સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જાહેર નોટિસો પણ આપવામાં આવી હતી, પરંતુ આ ફિલ્મ નિર્માતા કોર્ટમાં હાજર રહ્યા ન હતા.
ADVERTISEMENT
ફરી 24 ડિસેમ્બરે થશે અગામી સુનવણી
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ મુજબ, અધિક મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ જે.વી. ચૌહાણે અનુરાગ વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ કેસમાં આગામી સુનાવણી માટે 24 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT
54 વર્ષીય ફિલ્મ નિર્માતાને અખબારના માધ્યમથી સમન્સ પાઠવવામાં આવ્યા બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, તેઓ કોર્ટમાં હાજર થયા ન હતા અને કોર્ટની અવગણના કરી હતી. ઉલ્લેખનીય છે કે, કથિત રીતે વાંધાજનક નિવેદનો આપવા બદલ ગયા વર્ષે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદના થલતેજના મેગ્નેટ પાર્કમાં આગ, ઉપરથી કૂદેલા રાજકોટના યુવકનું મોત
શું છે વિવાદ?
ADVERTISEMENT
આ વિવાદ એપ્રિલ 2025માં ફિલ્મ 'ફુલે'ને લગતા જાતિ-સંબંધિત મુદ્દાઓ પરની ચર્ચા દરમિયાન શરૂ થયો હતો. સોશિયલ મીડિયા પર એક યુઝરને જવાબ આપતી વખતે, ફિલ્મ નિર્માતાએ બ્રાહ્મણ સમુદાય વિશે અત્યંત અપમાનજનક અને અયોગ્ય ટિપ્પણીઓ કરી, જેના કારણે વ્યાપક રોષ ફેલાઈ ગયો. તેમની સામે અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો થયા અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી. ચારે બાજુથી દબાણ આવતાં અનુરાગે માફી માંગી; તેમ છતાં, સુરતની એક અદાલતમાં તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી.
સંકળાયેલા મુદ્દાઓ