ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઓમાન નજીક ભારતીય ધ્વજવાળા જહાજ પર શંકાસ્પદ ડ્રોન-મિસાઈલ હુમલો, સલાયાના એક ખલાસીનું મોત

VIDEO / ઓમાન નજીક ભારતીય ધ્વજવાળા જહાજ પર શંકાસ્પદ ડ્રોન-મિસાઈલ હુમલો, સલાયાના એક ખલાસીનું મોત

Published By: Vishal Khamar
Reported By: Jaydeep Lakahani

Last Updated: 12:42 PM, 3 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓમાનના લીમા પોર્ટ નજીક દ્વારકાના સલાયાના અલ જુસુફી વહાણ પર હુમલો થયો. વહાણમાં સવાર 14 ભારતીય ખલાસીઓમાંથી એકનું મોત થયું, જ્યારે અન્ય 13નો સુરક્ષિત બચાવ કરાયો.

ADVERTISEMENT

ઓમાનના લીમા બંદર નજીક ભારતીય ધ્વજવાળા જહાજ પર શંકાસ્પદ ડ્રોન અથવા મિસાઈલથી હુમલો થયાની ઘટના સામે આવી છે. હુમલા બાદ જહાજમાં ભીષણ આગ લાગી હતી, જેમાં એક ભારતીય ખલાસીનું મોત થયું છે, જ્યારે અન્ય 13 ખલાસીઓને ઓમાન કોસ્ટ ગાર્ડ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. મૃતક ખલાસી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, MSV AL JUSUFI (BDI-1442) નામનું આ જહાજ સલાયાનું છે. જહાજના રજિસ્ટર્ડ માલિક અને માસ્ટર (ટંડેલ) પાસેથી મળેલી પ્રાથમિક વિગતો અનુસાર, જહાજ 31 ઓક્ટોબર 2026ના રોજ સંયુક્ત આરબ અમીરાતના હમરિયા બંદરેથી ગુજરાતના પોરબંદર તરફ જવા રવાના થયું હતું. જહાજમાં માસ્ટર સહિત કુલ 14 ભારતીય ખલાસીઓ સવાર હતા અને તેમાં ભીના ખજૂરનો માલ ભરેલો હતો.

લીમા બંદર નજીક હુમલો, જહાજમાં લાગી આગ

2 નવેમ્બર 2026ના રોજ સ્થાનિક સમય અનુસાર સાંજે આશરે 4 વાગ્યે જહાજ ઓમાનના લીમા બંદર નજીકના દરિયામાંથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન કોઈ અજ્ઞાત હવાઈ પદાર્થ દ્વારા જહાજને નિશાન બનાવવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ પદાર્થ ડ્રોન અથવા મિસાઈલ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હુમલા બાદ જહાજમાં આગ ફાટી નીકળી હતી. પરિસ્થિતિ ગંભીર બનતાં ખલાસીઓએ જહાજ છોડીને રેસ્ક્યૂ બોટમાં આશરો લીધો હતો. ઘટનાની જાણ થતાં ઓમાન કોસ્ટ ગાર્ડે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને તમામ 14 ખલાસીઓને બચાવી સુરક્ષિત દરિયાકાંઠાના સ્થળે પહોંચાડ્યા હતા.

સારવાર દરમિયાન એક ખલાસીનું મોત

બચાવાયેલા ખલાસીઓમાંથી ગંઢાંર નહિમ અજીજને ગંભીર હાલતમાં અકસ્માત સ્થળેથી ખસાબ બંદરની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચાડવાની પ્રક્રિયા દરમિયાન તેમનું મોત થયું હતું. આ ઘટનાથી સલાયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ છે. અન્ય 13 ભારતીય ખલાસીઓ હાલ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

ISVA દ્વારા ભારત સરકારને તાત્કાલિક મદદની અપીલ

ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિએશન (ISVA)ના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ આ દુઃખદ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ભારત સરકાર, વિદેશ મંત્રાલય, ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ અને ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.

આદમ ભાયાએ ઓમાનના સંબંધિત સત્તાવાળાઓ સાથે સંકલન કરીને બચી ગયેલા 13 ખલાસીઓને તમામ જરૂરી માનવીય અને કોન્સ્યુલર સહાય પૂરી પાડવા માંગ કરી છે. સાથે જ તેમની કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરાવી સુરક્ષિત રીતે ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવા વિનંતી કરી છે. આ ઉપરાંત, હુમલામાં જીવ ગુમાવનાર ખલાસીના પરિવારને યોગ્ય આર્થિક અને અન્ય જરૂરી સહાય મળે તે માટે પણ તેમણે ભારત સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદની સાબરમતી સહિતની જેલને બોમ્બની ઉડાવવાની ધમકી, લોરેન્સ બિશ્નોઈ પણ છે આ જેલમાં

સલાયાના દરિયાઈ પરિવારોમાં ચિંતા

આ ઘટના ફરી એકવાર આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર ભારતીય ખલાસીઓની સુરક્ષાનો પ્રશ્ન ઊભો કરે છે. ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખલાસીઓ વિદેશી જળમાર્ગો પર વેપારી જહાજોમાં કામ કરતા હોવાથી તેમના પરિવારોમાં ચિંતા વ્યાપી છે. હાલમાં હુમલાનું ચોક્કસ કારણ અને તેમાં સંડોવાયેલા હવાઈ પદાર્થની ઓળખ અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. બચી ગયેલા 13 ખલાસીઓને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા અને મૃતકના પરિવારને જરૂરી સહાય પહોંચાડવા માટે હવે ભારત સરકારના આગળના પગલાં પર સૌની નજર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarati news Salaya ship attack Oman coast ship attack

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ