ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:31 PM, 3 November 2026
ADVERTISEMENT
ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ઘટતો હોવાના સંકેત મળી રહ્યા છે. સપ્ટેમ્બર, 2026 ના અંતે ભારતીય કંપનીઓમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનો હિસ્સો ઘટીને માત્ર 14.02 ટકા થઈ ગયો છે, જે છેલ્લાં 15 વર્ષનું સૌથી નીચું સ્તર છે. અમેરિકામાં ઊંચા બોન્ડ યીલ્ડ, મજબૂત ડોલર, ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા અને ભારતીય શેરોના ઊંચા મૂલ્યાંકનને કારણે વિદેશી રોકાણકારો સાવચેતી રાખી રહ્યા છે.
ADVERTISEMENT
વિદેશી હિસ્સામાં સતત ઘટાડો: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વિદેશી રોકાણકારોની ભાગીદારીમાં અગાઉના ક્વાર્ટરની સરખામણીએ 0.4 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા એક વર્ષમાં તેમનો હિસ્સો 1.54 ટકા ઘટ્યો છે. ડિસેમ્બર ૨૦૨૦માં વિદેશી રોકાણકારોનો હિસ્સો 20.09 ટકાની ટોચે હતો. તેની સરખામણીએ હાલનો હિસ્સો 6.07 ટકા ઓછો છે.
રોકાણ પાછું ખેંચવાનો સિલસિલો: વર્ષ 2025 ના પ્રથમ નવ મહિનામાં વિદેશી રોકાણકારોએ રૂ. 1.5 લાખ કરોડનું ચોખ્ખું રોકાણ પાછું ખેંચ્યું હતું, જોકે વર્ષના અંતિમ સપ્તાહમાં તેમણે રૂ. 13970કરોડના શેર ખરીદ્યા હતા. ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં પણ રૂ. 14000 કરોડથી વધુના શેર ખરીદ્યા હતા. તેમ છતાં ઓક્ટોબરમાં તેમણે રૂ. 34843 કરોડના શેર વેચ્યા હતા. જુલાઈથી સપ્ટેમ્બર 2025 દરમિયાન વિદેશી રોકાણકારોએ રૂ. 76619 કરોડનું ચોખ્ખું રોકાણ પાછું ખેંચ્યું હતું. વર્ષ 2026માં અત્યાર સુધીમાં તેમનો ચોખ્ખો ઉપાડ રૂ. 2.9 લાખ કરોડે પહોંચ્યો છે.
ADVERTISEMENT
સ્થાનિક રોકાણકારો બન્યા બજારનો આધાર: વિદેશી રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે ત્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) બજારમાં સતત નાણાં ઠાલવી રહ્યા છે. જાન્યુઆરીથી ઓક્ટોબર 2026 દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1.7 લાખ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સે પણ લાર્જકેપ કંપનીઓમાં પોતાનો હિસ્સો સતત વધાર્યો છે. નિષ્ણાતોના મતે સ્થાનિક રોકાણકારોની આ ખરીદીએ વિદેશી વેચવાલીની અસર ઘટાડવામાં મદદ કરી છે.
મોટી કંપનીઓમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ઘટ્યો: 100 લાર્જકેપ કંપનીઓના વિશ્લેષણમાં સામે આવ્યું છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 57 ટકા કંપનીઓમાં વિદેશી રોકાણકારોએ પોતાનો હિસ્સો ઘટાડ્યો હતો, જ્યારે ૪૨ ટકામાં વધારો કર્યો હતો. મિડકેપ કંપનીઓમાં ૫૨ ટકામાં હિસ્સો ઘટ્યો હતો અને 47 ટકામાં વધ્યો હતો. સ્મોલકેપ કંપનીઓમાં 49 ટકામાં વિદેશી હિસ્સો વધ્યો હતો, જ્યારે 45.6ટકામાં ઘટાડો નોંધાયો હતો.
ADVERTISEMENT
ભારતીય શેરોનું ઊંચું મૂલ્યાંકન પણ ચિંતાનું કારણ: એમએસસીઆઈ ઈન્ડિયા ઈન્ડેક્સનું મૂલ્યાંકન આગામી એક વર્ષના અંદાજિત નફાની સરખામણીએ 16.59 ગણું છે. તેની સામે ઉભરતા બજારોનો આ ગુણોત્તર 7.54 ગણો અને એશિયા-પેસિફિક ક્ષેત્રનો 9.43 ગણો છે. એટલે ભારતીય શેરો અન્ય ઉભરતાં બજારોની સરખામણીએ ઘણાં મોંઘાં છે, જોકે 188 કંપનીઓના સપ્ટેમ્બર ક્વાર્ટરનાં પરિણામોમાં કુલ આવકમાં વાર્ષિક ધોરણે 21.64 ટકાનો અને નફામાં 22.43 ટકાનો વધારો નોંધાયો છે.
આ પણ વાંચોઃ ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં એક જ દિવસમાં ₹4,000નો ઘટાડો, સોનાના ભાવમાં પણ મોટો કડાકો
ADVERTISEMENT
વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવવા માટે બજારનું યોગ્ય મૂલ્યાંકન, વૈશ્વિક નાણાકીય સ્થિતિમાં સુધારો અને કંપનીઓનાં મજબૂત પરિણામો મહત્ત્વનાં બની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.