ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ડેન્ગ્યુનો વધતો ઉપદ્રવ, 2026માં અત્યાર સુધી 1857 કેસ નોંધાયા

કહેર / અમદાવાદમાં ડેન્ગ્યુનો વધતો ઉપદ્રવ, 2026માં અત્યાર સુધી 1857 કેસ નોંધાયા

Published By: Vishal Khamar

Last Updated: 02:37 PM, 3 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ઓક્ટોબર 2026 માં ડેન્ગ્યુના 513 કેસ નોંધાયા. વર્ષના પ્રથમ 10 મહિનામાં કુલ કેસ 1857 થયા. ગોતા, જગતપુર, ચાંદખેડા અને થલતેજમાં વધુ ઉપદ્રવ.

ADVERTISEMENT

ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને શહેરમાં શિયાળાની શરૂઆત થઈ રહી છે તેમ છતાં અમદાવાદીઓને ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ સતાવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, 1 થી 31 ઓક્ટોબર દરમિયાન શહેરમાં ડેન્ગ્યુના ૫૧૩ કેસ નોંધાયા હતા. આ જ સમયગાળામાં મેલેરિયાના 63, ફાલ્સિપેરમ મેલેરિયાના 15 અને ચિકનગુનિયાના બે કેસ પણ નોંધાયા હતા.

ઓક્ટોબરમાં નોંધાયેલા 513 અને સપ્ટેમ્બરમાં નોંધાયેલા 756 કેસ મળીને 31 ઓક્ટોબર સુધીમાં અમદાવાદમાં ડેન્ગ્યુના કુલ 1269 કેસ નોંધાયા છે. આ વર્ષના ડેન્ગ્યુના કેસનો આંકડો વર્ષ 2025 ના કુલ આંકડાને પણ વટાવી ગયો છે. વર્ષ 2025માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન ડેન્ગ્યુના 1591 કેસ નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષના પ્રથમ 10 મહિનામાં જ 1857 કેસ નોંધાઈ ચૂક્યા છે. સપ્ટેમ્બર મહિનામાં મેલેરિયાના 137, ફાલ્સિપેરમ મેલેરિયાના ૪૧ અને ચિકનગુનિયાના 10 કેસ નોંધાયા હતા.

ગોતા, જગતપુરથી થલતેજ સુધી ડેન્ગ્યુનો વધુ ઉપદ્રવ

એએમસીના એક અધિકારીએ જણાવ્યું છે કે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડક રહેતી હોવાથી મચ્છરોના ઉપદ્રવ માટે અનુકૂળ સ્થિતિ સર્જાય છે. શહેરમાં હજુ પણ અનેક લોકો વોટર કૂલર અને એરકન્ડિશનરનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે તેમાં ભરાઈ રહેતું સ્થિર પાણી મચ્છરોનાંંં ઉછેરનું કારણ બની શકે છે. નાગરિકોને નિયમિત રીતે પાણી બદલવા અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જ્યાં બાંધકામ સાઈટ્સ અને વ્યાપારી એકમોમાં મચ્છરોના બ્રીડિંગની સ્થિતિ જોવા મળે છે, ત્યાં પાણી ભરાવાની જગ્યાઓ બંધ કરાવવામાં આવી રહી છે. એએમસીના જણાવ્યા અનુસાર ગોતા, જગતપુર, ચાંદખેડા, બોડકદેવ અને થલતેજ ઉપરાંત વસ્ત્રાલ, લાંભા અને નિકોલ જેવા વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસનું પ્રમાણ વધુ છે.

ઓક્ટોબરમાં મેલેરિયાના 63, ચિકનગુનિયાના બે કેસ

એએમસીના રોગચાળાના આંકડા અનુસાર 1 જાન્યુઆરીથી 31 ઓક્ટોબર, 2026 દરમિયાન શહેરમાં મેલેરિયાના 516, ફાલ્સિપેરમ મેલેરિયાના 103 અને ચિકનગુનિયાના 19 કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં ઝાડા-ઊલટીના 4295, કમળાના 653 અને ટાઈફોઈડના 1879 કેસ નોંધાયા છે. માત્ર ઓક્ટોબર મહિનામાં ઝાડા-ઊલટીના 167, કમળાના 42 અને ટાઈફોઈડના 194 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચોઃ ઓમાન નજીક ભારતીય ધ્વજવાળા જહાજ પર શંકાસ્પદ ડ્રોન-મિસાઈલ હુમલો, સલાયાના એક ખલાસીનું મોત

પીવાનાં પાણીનાં ૫૨,૯૯૭ નમૂનાની તપાસ, ૧૧માં ક્લોરિન શૂન્ય

ઓક્ટોબર દરમિયાન પીવાનાં પાણીનાં ક્લોરિન પરીક્ષણ માટે કુલ ૫૨,૯૯૭ નમૂના લેવામાં આવ્યા હતા. તેમાંથી ૧૧ નમૂનામાં ક્લોરિનનું પ્રમાણ શૂન્ય જોવા મળ્યું હતું. આ ઉપરાંત પાણીની બેક્ટેરિયોલોજિકલ તપાસ માટે ૭,૫૬૯ નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી ૨૦ નમૂના પીવાલાયક ન હોવાનું જાહેર થયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dengue outbreak in Ahmedabad AMC health department Ahmedabad dengue cases 2026

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ