ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Meeshoની નકલી વેબસાઈટ બનાવી ગ્રાહકો સાથે છેતરપિંડી, ફેક હેલ્પલાઈન અને QR કોડથી બેન્ક ખાતાં ખાલી!

સાયબર ફ્રોડ / Meeshoની નકલી વેબસાઈટ બનાવી ગ્રાહકો સાથે છેતરપિંડી, ફેક હેલ્પલાઈન અને QR કોડથી બેન્ક ખાતાં ખાલી!

Published By: Vishal Khamar

Last Updated: 03:20 PM, 3 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીની ખરીદી દરમિયાન મીશોના નામે નકલી ડિસ્કાઉન્ટ, ફિશિંગ લિંક, QR કોડ, ફેક કસ્ટમર કેર અને રિફંડના બહાને સાયબર ઠગાઈ વધી. જાણો છેતરપિંડીથી બચવાના ઉપાયો.

ADVERTISEMENT

દિવાળીના તહેવાર દરમિયાન ઈ-કોમર્સ વેબસાઈટ મીશો પર સસ્તી ખરીદી અને આકર્ષક ડિસ્કાઉન્ટની લાલચમાં ખરીદી કરવા નીકળેલા ગ્રાહકો સાયબર ઠગોના નિશાન બની રહ્યા છે. તહેવારોની ખરીદીની ધમાલનો લાભ ઉઠાવી સાયબર ગુનેગારો નકલી ફ્લેશ સેલ, ભારે ડિસ્કાઉન્ટ અને મફત ભેટની લાલચ આપીને ગ્રાહકોને છેતરી રહ્યા છે. ખાસ વાત એ છે કે ઠગો કંપનીનાં સર્વર હેક કરવાના બદલે જાણીતી બ્રાન્ડ પર ગ્રાહકોના વિશ્વાસનો દુરુપયોગ કરીને તેમની પાસેથી નાણાં અને બેન્કિંગ સંબંધિત ગુપ્ત માહિતી પડાવી રહ્યા છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ મીશો સાથે સંકળાયેલી છેતરપિંડીની ફરિયાદોની તપાસ કરી રહી છે. પોલીસ ગ્રાહકોને દરેક પ્રમોશનલ લિંક અને પેમેન્ટની વિનંતીની ખરાઈ કરવાની અપીલ કરી રહી છે. ઠગો નકલી વેબસાઈટ અને જાણીતી એપ્લિકેશન જેવી દેખાતી વેબસાઈટ બનાવી ગ્રાહકોને ફસાવે છે. આ માટે તેઓ ભ્રામક ડોમેન નામ રજિસ્ટર કરાવે છે, અસલી વેબસાઈટની પ્રોડક્ટ કેટલોગની નકલ કરે છે અને જાહેરાતોમાં ૭૦થી ૯૦ ટકા સુધીના ભાવઘટાડાની લાલચ આપે છે. તહેવારોમાં સસ્તી ખરીદીની શોધમાં રહેલા ગ્રાહકો પેઈડ સર્ચ જાહેરાતો મારફતે આવી વેબસાઈટ સુધી પહોંચી જાય છે. અહીં યુપીઆઈ અથવા કાર્ડથી પેમેન્ટ કર્યા બાદ ન તો ઓર્ડરની પુષ્ટિ મળે છે કે ન તો ખરીદેલી વસ્તુની ડિલિવરી થાય છે.

ગૂગલ પર પણ નકલી કસ્ટમર કેર નંબરનો ખતરો

ઓનલાઈન ખરીદીમાં ડિલિવરી મોડી પડવી કે રિફંડ મેળવવા જેવી સમસ્યાના ઉકેલ માટે ગ્રાહકો ઘણી વાર સર્ચ એન્જિન પર કસ્ટમર કેર નંબર શોધે છે. સાયબર ઠગો આ તકનો લાભ લઈને સર્ચ પરિણામોમાં પોતાના નકલી હેલ્પલાઈન નંબર મૂકી દે છે. ગ્રાહકોને કંપનીના સપોર્ટ એક્ઝિક્યુટિવ તરીકે ઓળખ આપીને તેઓ રિફંડની પ્રક્રિયાના બહાને AnyDesk અથવા TeamViewer જેવી રિમોટ એક્સેસ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવે છે. એક વાર મોબાઈલનું રિમોટ એક્સેસ મળી જાય પછી ઠગો ફોનની સ્ક્રીન જોઈ શકે છે, વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) મેળવી શકે છે અને ગ્રાહકની જાણ બહાર બેન્ક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરી શકે છે.

ડિલિવરી-રિફંડના નામે ક્યૂઆર કોડની જાળ

પાર્સલની રાહ જોઈ રહેલા ગ્રાહકોને પણ ઠગો નિશાન બનાવે છે. ડિલિવરી કર્મચારી હોવાનો ઢોંગ કરીને તેઓ ગ્રાહકોનો સંપર્ક કરે છે અને સરનામામાં સુધારો કરવાની જરૂર હોવાનું જણાવી ક્યૂઆર કોડ મોકલે છે. આ કોડ સ્કેન કરીને ડિલિવરીની વિગતો અપડેટ કરવાની સૂચના આપવામાં આવે છે. ગ્રાહક કોડ સ્કેન કર્યા બાદ યુપીઆઈ પિન દાખલ કરે તો તેના ખાતામાંથી નાણાં કપાઈ જાય છે. હકીકતમાં રિફંડ મળવાના બદલે ગ્રાહકના ખાતામાંથી જ રકમ ઉપડી જાય છે.

આ ઉપરાંત ઠગો વોટ્સએપ પર મફત સ્માર્ટફોન, સાડી અને તહેવારોની ભેટ આપવાની લાલચ આપતા સંદેશા પણ મોકલે છે. આ ભેટ મેળવવા માટે અંદાજે રૂ. ૧૯૯ની શિપિંગ ફી ચૂકવવાનું કહેવામાં આવે છે. આવી લિંક્સ મારફતે તેઓ ગ્રાહકોના કાર્ડ નંબર, સીવીવી અને એક્સપાયરી ડેટ જેવી ગુપ્ત માહિતી મેળવી અનધિકૃત વ્યવહારો કરે છે.

પાર્સલ પરત કરવાના નામે પણ બેન્કિંગ વિગતોની ચોરી

આવી જ છેતરપિંડી પાર્સલ પરત કરવાની પ્રક્રિયામાં પણ થાય છે. ઠગો ફોન કરીને પાર્સલની ડિલિવરી નિષ્ફળ ગઈ હોવાનું અથવા પિકઅપમાં સમસ્યા હોવાનું જણાવે છે. ત્યાર બાદ બેન્કિંગ સંબંધિત માહિતી મેળવી ગ્રાહકોને છેતરે છે.

આ પણ વાંચોઃ દિવાળી પહેલાં અમદાવાદથી હવાઈ ભાડાંમાં 15થી 20%નો વધારો, મુંબઈ-દિલ્હી-ગોવાની ટિકિટ મોંઘી

ટેલિગ્રામ પર લાઈકના બદલામાં કમાણીની લાલચ

સાયબર ઠગો ટેલિગ્રામ પર પણ લોકોને સરળતાથી કમાણી કરવાની લાલચ આપે છે. વિવિધ પ્રોડક્ટને લાઈક કરવા બદલ શરૂઆતમાં નાની રકમ ચૂકવીને ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં આવે છે. ત્યાર બાદ વધુ કમાણીવાળા કામ આપવાના બહાને રૂ. ૫,૦૦૦થી રૂ. ૨૦,૦૦૦ સુધીની મોટી રકમ ડિપોઝિટ કરવાનું કહેવામાં આવે છે. એક વાર મોટી રકમ જમા થઈ જાય પછી ઠગો સંપર્ક બંધ કરી ગાયબ થઈ જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diwali cyber fraud Meesho online shopping fraud Fake Meesho website scam

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ