ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં 10 વર્ષ બાદ પાર્કિંગ ફી વધારવાની તૈયારી, ટુ-વ્હીલર-કાર પાર્ક કરવા માટે હવે કેટલો ચાર્જ ચૂકવવો પડશે?

ગુજરાત / અમદાવાદમાં 10 વર્ષ બાદ પાર્કિંગ ફી વધારવાની તૈયારી, ટુ-વ્હીલર-કાર પાર્ક કરવા માટે હવે કેટલો ચાર્જ ચૂકવવો પડશે?

Published By: Nidhi Panchal

Last Updated: 08:19 AM, 5 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વાહન લઈને નીકળતા લોકો માટે હવે પાર્કિંગ મોંઘું થવા જઈ રહ્યું છે. શહેરમાં ટ્રાફિક અને અસ્તવ્યસ્ત પાર્કિંગની સમસ્યાને કાબૂમાં લેવા AMCએ 10 વર્ષ બાદ પાર્કિંગ ચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર વાહનોની વધતી સંખ્યા અને અસ્તવ્યસ્ત પાર્કિંગના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને બજારો, વ્યાપારી વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વાહનો પાર્ક કરવાની જગ્યા શોધવી પણ મુશ્કેલ બની રહી છે. ત્યારે હવે આ સમસ્યાને નિયંત્રિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC શહેરમાં આવેલા તમામ ઓન-સ્ટ્રીટ, ઓફ-સ્ટ્રીટ તેમજ મલ્ટી-લેવલ પે-એન્ડ-પાર્કિંગ પ્લાઝાના પાર્કિંગ ચાર્જમાં વધારો કરવા જઈ રહ્યું છે.

Ahmedabad-Private-Bus-Parking-01

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં છેલ્લા 10 વર્ષથી પાર્કિંગના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. હવે લાંબા સમય બાદ પાર્કિંગના નવા દરો નક્કી કરવામાં આવ્યા છે. ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલના જણાવ્યા અનુસાર, બુધવારે મળેલી કમિટીની બેઠકમાં પાર્કિંગના નવા દરો અંગેના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. જોકે, આ દરો અમલી બનતા પહેલાં સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડની આખરી મંજૂરી લેવાની રહેશે. આ બંને સ્તરે મંજૂરી મળ્યા બાદ સમગ્ર શહેરમાં નવા પાર્કિંગ દરો લાગુ કરવામાં આવશે.

બાઇક અને કાર પાર્ક કરવાના નવા દરો કેટલા હશે?

મ્યુનિસિપલ કમિશનર દ્વારા શરૂઆતમાં પાર્કિંગ ચાર્જમાં વધુ વધારો કરવાની ભલામણ કરવામાં આવી હતી. જોકે, નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને ટાઉન પ્લાનિંગ કમિટીએ લાંબા સમય સુધી વાહન પાર્ક કરનારાઓને થોડી રાહત આપી છે. નવા પ્રસ્તાવ પ્રમાણે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે અલગ-અલગ સમયગાળા પ્રમાણે ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.

ટુ-વ્હીલર (બાઇક અને સ્કૂટર) માટેના નવા દરો:

  • પ્રથમ 1 કલાક સુધી: ₹10
  • 1થી 3 કલાક: ₹15
  • 3થી 6 કલાક: ₹25
  • 6થી 12 કલાક: ₹40
  • 12થી 24 કલાક: ₹55

ફોર-વ્હીલર (કાર) માટેના નવા દરો:

  • પ્રથમ 1 કલાક સુધી: ₹20
  • 1થી 3 કલાક: ₹40
  • 3થી 6 કલાક: ₹80
  • 6થી 12 કલાક: ₹120
  • 12થી 24 કલાક: ₹170

આ નવા દરો અમલી બન્યા બાદ ટુ-વ્હીલર અને કારચાલકોએ પાર્કિંગ માટે અત્યાર સુધી કરતાં વધુ ચાર્જ ચૂકવવો પડશે. ખાસ કરીને લાંબા સમય સુધી વાહન પાર્ક કરનારાઓના ખિસ્સા પર તેની અસર પડી શકે છે.

પાર્કિંગ ચાર્જ વધારવા પાછળ AMCનો શું છે હેતુ?

AMC દ્વારા પાર્કિંગ ચાર્જ વધારવા પાછળનો મુખ્ય હેતુ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવાનો છે. શહેરના મુખ્ય માર્ગો પર વાહનચાલકો રસ્તાની બાજુમાં ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરી દેતા હોય છે. તેના કારણે રસ્તાઓ પર અવરજવર માટેની જગ્યા ઘટે છે અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. પાર્કિંગ ચાર્જમાં સુધારો કરવામાં આવતાં લોકો રસ્તા પર વાહનો પાર્ક કરવાને બદલે નિયત પાર્કિંગ સ્થળોનો ઉપયોગ કરવા પ્રેરાશે તેવી આશા છે.

ખાલી પ્લોટમાં લોકોને મળશે મફત પાર્કિંગની સુવિધા?

એક તરફ પાર્કિંગના દરોમાં વધારો કરવાની તૈયારી છે, તો બીજી તરફ નાગરિકોને રાહત આપવા AMC દ્વારા મફત પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને શહેરમાં આવેલા પડતર અને ખાલી પ્લોટોની ઓળખ કરવા માટે આદેશ આપ્યો છે. આવા પ્લોટમાંથી કેટલાંક પ્લોટને જનતા માટે વિનામૂલ્યે પાર્કિંગ સુવિધા તરીકે ખુલ્લા મૂકવામાં આવશે. આ વ્યવસ્થાથી શહેરના મુખ્ય રસ્તાઓ પર પાર્કિંગનું ભારણ ઘટાડી શકાશે અને વાહનચાલકોને પોતાના વાહનો પાર્ક કરવા માટે વૈકલ્પિક જગ્યા મળી શકશે. ખાસ કરીને જ્યાં પાર્કિંગની સમસ્યા વધુ છે તેવા વિસ્તારોમાં આ વ્યવસ્થા ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : દિવાળી પહેલા અદાણી CNGનો ભાવ રૂ.100ને પાર, જાણો નવો ભાવ

પાર્કિંગની આવકનો ઉપયોગ સુવિધાઓ સુધારવા થશે

AMCના આયોજન મુજબ પાર્કિંગ ચાર્જમાં વધારાથી થતી આવકનો ઉપયોગ મ્યુનિસિપલ પાર્કિંગ વ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત મલ્ટી-લેવલ પાર્કિંગ પ્લાઝાના સુચારુ સંચાલન અને તેની સુવિધાઓ સુધારવા માટે પણ આ આવકનો ઉપયોગ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Parking Charges AMC Parking Rates Ahmedabad Traffic

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ