ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્લેટિનમ જ્યુબિલી વર્ષ માટે ત્રણ મુખ્ય શૈક્ષણિક ક્ષેત્રો નક્કી

અમદાવાદ / અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્લેટિનમ જ્યુબિલી વર્ષ માટે ત્રણ મુખ્ય શૈક્ષણિક ક્ષેત્રો નક્કી

Published By: Priykant Shrimali

Last Updated: 12:03 PM, 5 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Management Association : AMA એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં પ્રમુખ રાજીવ ગાંધીએ કાઉન્સિલને સંબોધિત કરી નવા વર્ષના ઉદ્દેશ્યો અને પ્રાથમિકતાઓ નક્કી કરી

ADVERTISEMENT

Ahmedabad Management Association : અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ના પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી વર્ષ દરમિયાન વર્ષ 2026-2027 માટેની એક્ઝિક્યુટિવ કમિટીની પ્રથમ બેઠક 2 નવેમ્બર, 2026ના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં AMAના પ્લેટિનમ જ્યુબિલી વર્ષની ઉજવણી માટે સ્ટ્રેટેજિક થિંક ટેન્ક દ્વારા તૈયાર કરવામાં આવેલા વિઝનને લોન્ચ કરવામાં આવ્યું હતું.

બેઠકમાં AMAના પ્રમુખ રાજીવ ગાંધીએ કાઉન્સિલને સંબોધિત કરી નવા વર્ષના ઉદ્દેશ્યો અને પ્રાથમિકતાઓ નક્કી કરી હતી. પ્લેટિનમ જ્યુબિલી વર્ષ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે ત્રણ મુખ્ય ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં મેનેજમેન્ટ અને ઇન્ડસ્ટ્રીઝમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે.

AMAના ઉપપ્રમુખ મોહલ સારાભાઈએ સંસ્થાની મુખ્ય ક્ષમતા એટલે કે શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર ભાર મૂક્યો હતો. તેમણે સમાજ અને વ્યાવસાયિક જગતની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ વિવિધ અભ્યાસક્રમોને વધુ બહેતર અને સમયસંગત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

58 સભ્યોની બનેલી છે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ

AMAની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કુલ 58 સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં 18 પૂર્વ પ્રમુખો, 11 ચૂંટાયેલા સભ્યો, 1 કો-ઓપ્ટેડ (સહ-ચૂંટાયેલ) સભ્ય અને 28 આમંત્રિત સભ્યોનો સમાવેશ થાય છે. AMAના સંચાલનને લગતા નિર્ણયો લેવા માટે દર મહિનાના પ્રથમ સોમવારે એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક યોજવામાં આવે છે. સંસ્થાનો દૈનિક વહીવટ AMAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉન્મેષ દીક્ષિત અને તેમની ટીમ દ્વારા સંભાળવામાં આવે છે.

1956માં ડૉ. વિક્રમ સારાભાઈએ કરી હતી સ્થાપના

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનની સ્થાપના વર્ષ 1956માં ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના પિતા ડૉ. વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી. તેઓ સંસ્થાના સ્થાપક પ્રમુખ પણ હતા. AMA જ્ઞાન અને અનુભવના માધ્યમથી મેનેજમેન્ટ ક્ષેત્રે 70 વર્ષથી વધુ સમયની સેવાઓનો મજબૂત વારસો ધરાવે છે. ઉદ્યોગજગતમાં સતત બદલાતા પ્રવાહો અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને AMA વ્યાવસાયિકોને ભવિષ્ય માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કરવાના હેતુથી કાર્યરત છે. પ્લેટિનમ જ્યુબિલી વર્ષ દરમિયાન નક્કી કરવામાં આવેલા ત્રણ શૈક્ષણિક ક્ષેત્રો પણ આ દિશામાં સંસ્થાની ભાવિ પ્રાથમિકતાઓને દર્શાવે છે. વધુ માહિતી માટે AMAની સત્તાવાર વેબસાઇટ [www.amaindia.org] (http://www.amaindia.org) પર મુલાકાત લઈ શકાય છે.

આ પણ વાંચો : મુન્દ્રામાં અદાણી ગ્રૂપની વૈશ્વિક ધોરણોની નવી ઓપરેટર કોલોની

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો.

ફોટામાં ડાબેથી જમણે

ઉન્મેષ દીક્ષિત (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, AMA), પ્રશાંત ગાંધી, એસ.બી. ડાંગાયચ, પ્રો. પ્રદ્યુમ્ન વ્યાસ, અમોલી શાહ, અંકુર પટેલ, રીના ભગવતી, વિશ્વેશ પટેલ, પદ્મશ્રી ડૉ. જે. એમ. વ્યાસ, અલ્પેશ પરીખ, સંદીપ એન્જિનિયર, ડૉ. જૈમિન વાસા, દિવ્યેશ રાડિયા, યતીન્દ્ર આર. શર્મા, રાજીવ ગાંધી (પ્રમુખ, AMA), મોહલ સારાભાઈ (ઉપપ્રમુખ, AMA), રોહિત પટેલ, ડૉ. સાવન ગોડિયાવાલા, ડૉ. શૈલેષ ગોયલ, આદિત્ય શર્મા, કાર્તિકેય વી. સારાભાઈ, પદ્મિન બુચ, અંબર પટેલ, ડૉ. સુનીલ પારેખ, અજય તોમર, ઋતુજા આર. પટેલ, થૉમસન જોસ અને ડૉ. જૈનિલ શાહ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Management Association Management Education Platinum Jubilee

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ