ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / ટ્રમ્પની હાર-ક્રૂડ ઓઈલના ભાવમાં કડાકા વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ ખુલતાંની સાથે જ 1,400 પોઈન્ટથી વધુ ઉછળ્યો!
Last Updated: 10:16 AM, 5 November 2026
ADVERTISEMENT
અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ભારે ઉછાળો આવ્યો છે. અમેરિકાથી એક સમાચાર આવતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે તેજી જોવા મળી. અમેરિકી મધ્યવર્તી ચૂંટણીના પરિણામો જાહેર થયા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષને મોટી હારનો સામનો કરવો પડ્યો. તેની સીધી અસર ક્રૂડ ઓઇલના ભાવ પર પડી, જે જોત જોતામાં ક્રેશ થયા હતા.
ADVERTISEMENT
આનાથી વિશ્વભરના શેરબજારોમાં સેન્ટિમેન્ટમાં સુધારો થયો, અને વિદેશથી આવતા સકારાત્મક સંકેતોએ સેન્સેક્સ અને નિફ્ટીને રોકેટ ગતિએ ઉછાળા તરફ દોરી ગયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સમાં શરૂઆતના સમયે 1,600 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 400 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે.
જેને લઇ વિશ્વભરના શેરબજારોમાં આ સુધારો થયો અને વિદેશથી મળેલા સકારાત્મક સંકેતોએ સેન્સેક્સ અને નિફ્ટીને રોકેટ રફ્તારથી ભાગવાનો મોકો આપ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સે શરૂઆતના સમયે 1,600 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ 400 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો.
ADVERTISEMENT
સેન્સેક્સ અને નિફ્ટી ખુલતાની સાથે જ રોકેટ ગતિએ ઉછળ્યા
ગુરુવારે બીએસઇ સેન્સેક્સ તેના અગાઉના બંધ 77,301 ની સરખામણીમાં જોરદાર ઉછાળા સાથે ખુલ્યો. થોડી જ સેકન્ડોમાં તે 1,621 પોઈન્ટ વધીને 78,922 પર પહોંચી ગયો. 50 શેરવાળા એનએસઇ નિફ્ટીએ પણ તેનું અનુકરણ કર્યું. NSE નિફ્ટી બુધવારે બંધ 23,960 ની સરખામણીમાં જોરદાર ઉછાળા સાથે ખુલ્યો અને પછી 432 પોઈન્ટ વધીને 24,392 પર પહોંચ્યો.
ADVERTISEMENT
ટ્રમ્પની હારની ઉજવણી
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મધ્યસત્ર ચૂંટણીઓમાં કારમી હારનો સામનો કરવો પડ્યો. ચૂંટણી પરિણામોએ રિપબ્લિકન પાર્ટીને મોટો ફટકો આપ્યો, ડેમોક્રેટિક પાર્ટીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેમાં બહુમતી મેળવી. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં તમામ 435 બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ. રિઝલ્ટ પર નજર કરીએ તો ડેમોક્રેટિક પાર્ટીએ 228 બેઠકો જીતી, જ્યારે રિપબ્લિકન પાર્ટીએ 139 બેઠકો મેળવી. ગૃહમાં બહુમતી માટે 218 બેઠકોની જરૂર હોય છે. ટ્રમ્પની હાર બાદ અમેરિકી શેરબજારે પણ ઉજવણી કરી, ડાઉ જોન્સમાં અચાનક વધારો જોવા મળ્યો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ World News / અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં હાર પાછળ ઈરાન યુદ્ધ જવાબદાર હોવાનો ટ્રમ્પનો સ્વીકાર? વ્હાઇટ હાઉસનો ‘નેવર સરેન્ડર’ સંદેશ ચર્ચામાં!
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
ADVERTISEMENT
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરીકી મધ્યસત્ર ચૂંટણી હારી ગયા ત્યારે બીજી તરફ એક ઝટકામાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો, જે એક મહત્વપૂર્ણ પરિબળ છે જેણે ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં લાંબા સમયથી સેંટીમેંટ ખરાબ કરી દીધા હતા. શરૂઆતમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ લગભગ 10% ઘટીને $90 પ્રતિ બેરલથી નીચે આવી ગયા હતા. તેલના ભાવમાં ઘટાડાને કારણે વિશ્વભરમાં મોઘવારીનું જોખમ ઘટી રહ્યું હોય તેવું લાગે છે, ખાસ કરીને તેલની આયાત પર નિર્ભર દેશોમાં અને ભારત પણ તેમાં સામેલ છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ