ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ઉત્તરાખંડમાં ગુજરાતીઓની કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 4નાં મોત, 1 ઈજાગ્રસ્ત, 1ની શોધખોળ

ગુજરાત / ઉત્તરાખંડમાં ગુજરાતીઓની કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 4નાં મોત, 1 ઈજાગ્રસ્ત, 1ની શોધખોળ

Published By: Nidhi Panchal

Last Updated: 03:26 PM, 5 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચારધામ યાત્રાએ નીકળેલા ગુજરાતીઓ માટે ઉત્તરાખંડથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગંગોત્રી હાઈવે પર ઈનોવા કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકતાં સુરતના પિતા-પુત્રી સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં છે.

ADVERTISEMENT

ઉત્તરાખંડના પહાડોમાં ચારધામ યાત્રાએ નીકળેલા ગુજરાતી પરિવાર માટે ખુશીની મુસાફરી મોતની સફરમાં ફેરવાઈ ગઈ છે. પરિવાર સાથે ભગવાનનાં દર્શન કરવા અને યાદગાર પળો માણવા નીકળેલા સુરતના પટેલ પરિવાર પર કુદરતનો એવો કહેર તૂટ્યો કે એક જ અકસ્માતે પરિવારની ખુશીઓ છીનવી લીધી. ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ઈનોવા કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકીને ભાગીરથી નદીમાં પડતાં ત્રણ ગુજરાતી સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે એક 17 વર્ષીય કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને એક મહિલા હજુ પણ લાપતા છે.

SUrat

અશોકભાઈ પટેલ તેમના પરિવાર સાથે 31 ઓક્ટોબરના રોજ ચારધામ યાત્રાએ નીકળ્યા

મળતી માહિતી મુજબ, સુરતમાં રહેતા અને વકીલાત કરતા અશોકભાઈ પટેલ તેમના પરિવાર સાથે 31 ઓક્ટોબરના રોજ ચારધામ યાત્રાએ નીકળ્યા હતા. અશોકભાઈ, તેમનાં પત્ની સુધાબેન, પુત્રી ઋતિકા, પુત્ર વેદાંત અને અન્ય ત્રણ સંબંધીઓ સહિત કુલ સાત લોકો ઈનોવા કારમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ ઉત્તરકાશી પાસે ગંગોત્રી નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર રસ્તા પરથી સીધી લગભગ 300 મીટર ઊંડી ખીણમાં ખાબકીને ભાગીરથી નદીમાં પડી હતી.

4ના મોત થયા

આ ગમખ્વાર અકસ્માતમાં સુરતના અશોકભાઈ પટેલ અને પુત્રી ઋતિકા પટેલનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ઘનશ્યામ સરવાલિયાનું પણ મોત થયું છે. દુર્ઘટનામાં કારના ડ્રાઇવર સહિત કુલ ચાર લોકોનાં મોત થયાં હોવાનું ઉત્તરકાશી ડિઝાસ્ટર વિભાગ તરફથી જાણવા મળ્યું છે. બીજી તરફ, અશોકભાઈના પુત્ર વેદાંતને ગંભીર ઈજાઓ પહોંચી છે. 17 વર્ષીય વેદાંતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

બે લોકોની શોધખોળ ચાલુ

અકસ્મતમાં અન્ય બે મહિલાઓ પણ લાપતા થઈ છે. જેમાં સુરતના અશોકભાઈનાં પત્ની સુધાબેન અને અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતાં કિરણબેનનો સમાવેશ થાય છે. જોકે, બે મહિલાઓની શોધખોળ અંગે મળેલી વિગતોમાં વિરોધાભાસ છે. સ્થાનિક તંત્ર દ્વારા ગુમ થયેલી મહિલાઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.અકસ્મતમાં ભોગ બનેલા અશોકભાઈ પટેલ સુરતમાં વકીલાત કરતા હતા. તેમની પુત્રી ઋતિકાએ BCA સુધીનો અભ્યાસ કર્યો હતો અને સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહી હતી. જ્યારે પુત્ર વેદાંત ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો છે. પટેલ પરિવાર મૂળ ધંધુકાના પચ્છમ ગામનો હોવાનું જાણવા મળ્યું છે.

શિવાલિક રેસિડેન્સી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ

અકસ્મતાના સમાચારથી સુરતના શિવાલિક રેસિડેન્સી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અશોકભાઈના નિવાસસ્થાને પહોંચતા ઘર બંધ જોવા મળ્યું હતું. સુધાબેન વહેલી સવારે 4:30 વાગ્યે ઊઠીને કાંતારેશ્વર મહાદેવ મંદિરે પૂજા-અર્ચના કરવા જતાં હતાં. પરિવારના સભ્યો સાથે આવી દુર્ઘટના સર્જાશે તેવી કોઈએ કલ્પના પણ કરી નહોતી. સવારમાં મળેલા દુઃખદ સમાચારથી સમગ્ર વિસ્તારના લોકો પણ આઘાતમાં છે.

આ પણ વાંચો : સાયબર ઠગોને મદદ કરવા બેન્કમાં જ ઊભું કર્યું મ્યુલ એકાઉન્ટનું નેટવર્ક! મહિલા બેન્ક મેનેજર અને તેનો પતિ પોલીસની અટકાયતમાં

શિવાલિક રેસિડેન્સી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ

કતારગામના સર્કલ ઓફિસર સંજય હડિયાએ ઉત્તરકાશી ડિઝાસ્ટર વિભાગ પાસેથી મળેલી માહિતીના આધારે જણાવ્યું હતું કે શિવાલિક રેસિડેન્સી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં છે, બે લોકો લાપતા છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. હાલ ઈજાગ્રસ્તની સારવાર અને લાપતા મહિલાઓની શોધખોળ ચાલી રહી છે. ચારધામ યાત્રાએ ગયેલા ગુજરાતી પરિવાર માટે આ અકસ્માતે ભારે આઘાત અને શોકની લાગણી ફેલાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gangotri Highway Accident Gujarat News Uttarakhand

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ