ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા રદ કરાશે, 10 હજાર ઉમેદવારોની મહેનત પર ફરી વળશે પાણી

શૈક્ષણિક / ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા રદ કરાશે, 10 હજાર ઉમેદવારોની મહેનત પર ફરી વળશે પાણી

Published By: Hiralal Parmar

Last Updated: 04:39 PM, 5 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. એક વર્ષથી ચાલી રહેલી વહીવટી સ્ટાફની ભરતી પ્રક્રિયા પર પૂર્ણવિરામ મૂકાશે.

ADVERTISEMENT

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં વહીવટી સ્ટાફની ભરતી પ્રક્રિયા રદ કરવાની તૈયારી ચાલી રહી છે. 140 જગ્યાઓ માટે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી ભરતી પ્રક્રિયા હવે રદ થઈ શકે છે. આ નિર્ણયથી અંદાજે 10 હજાર ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ભરતી માટે પ્રિલિમ અને મેઈન પરીક્ષા પણ યોજાઈ ચૂકી છે.

10 હજાર ઉમેદવારોની મહેનત પર ફરી વળશે પાણી

ગુજરાત યુનિવર્સિટીમાં વહીવટી સ્ટાફની 140 જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ અરજી કરી હતી. અંદાજે 10 હજાર ઉમેદવારોએ પરીક્ષાની તૈયારી કરી હતી અને ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. હવે એક વર્ષથી ચાલી રહેલી આ પ્રક્રિયા રદ કરવાની તૈયારીના અહેવાલથી ઉમેદવારોમાં નિરાશા ફેલાઈ શકે છે.

વધુ વાંચો : 147 પોલીસ કર્મચારીઓને પ્રમોશનની ભેટ, કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ અને ASI સુધી બઢતી અપાઈ

પ્રિલિમ અને મેઈન પરીક્ષા બાદ નિર્ણય

ભરતી પ્રક્રિયા અંતર્ગત પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. એટલે કે ઉમેદવારોએ પરીક્ષાના બંને તબક્કામાં ભાગ લીધો હતો. આટલી લાંબી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભરતી રદ કરવાની તૈયારીથી ઉમેદવારોની મહેનત અને સમય અંગે સવાલો ઊભા થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat uni gujarat news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ