ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / ભારતીય હોકી ટીમે લહેરાવ્યો તિરંગો, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં જાપાનને કચડીને જીત્યો ગોલ્ડ

રમત / ભારતીય હોકી ટીમે લહેરાવ્યો તિરંગો, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં જાપાનને કચડીને જીત્યો ગોલ્ડ

Published By: Hiralal Parmar

Last Updated: 10:03 PM, 5 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં જાપાનને કચડીને ગોલ્ડ જીતી લીધો છે. ભારતે છઠ્ઠી વાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.

ADVERTISEMENT

ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જાપાનને 4-1થી હરાવ્યું. મોહાલીમાં રમાયેલી ટાઇટલ મેચમાં, જાપાન બીજા ક્વાર્ટર સુધી લીડ પર હતું પરંતુ ત્યારબાદ ભારતે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં જોરદાર પ્રદર્શન કર્યું અને સતત ગોલ કર્યા. ભારતે છઠ્ઠી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.

ભારતે છઠ્ઠી વાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

ભારતીય ટીમે 2011, 2016, 2018, 2023, 2024, 2026 માં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ભારત તરફથી શિલાનંદ લાકરા, દિલપ્રીત સિંહ, જુગરાજ સિંહ અને વિવેક સાગર પ્રસાદે જાપાન સામે ગોલ કર્યા હતા. જાપાનનો એકમાત્ર ગોલ કાઝુમાસા માત્સુમોટોએ કર્યો હતો. ચોથા ક્વાર્ટરમાં ત્રણ ગોલ કરીને ભારતે મેચ પર નિયંત્રણ મેળવ્યું હતું.

આ પણ વાંચો : સાયબર ઠગોને મદદ કરવા બેન્કમાં જ ઊભું કર્યું મ્યુલ એકાઉન્ટનું નેટવર્ક! મહિલા બેન્ક મેનેજર અને તેનો પતિ પોલીસની અટકાયતમાં

ભારતે મેચ 4-1 થી જીતી

જાપાને ત્રીજી મિનિટમાં કાઝુમાસા માત્સુમોટો દ્વારા લીડ મેળવી હતી, ત્યારબાદ ભારતે શિલાનંદ લાકરા (42મો), દિલપ્રીત સિંહ (48મો), જુગરાજ સિંહ (53મો અને વિવેક સાગર પ્રસાદ (54મો) દ્વારા ગોલ કર્યા હતા. એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા ભારતે ટુર્નામેન્ટના શરૂઆતના રાઉન્ડ-રોબિન લીગ મેચમાં પણ જાપાનને 4-1થી હરાવ્યું હતું. અગાઉ, અબુ કમાલ અરજાઈએ બે વાર ગોલ માર્યા હતા, જેના કારણે એશિયન ગેમ્સના સિલ્વર મેડલ વિજેતા મલેશિયાએ ગુરુવારે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટના બ્રોન્ઝ મેડલ મેચમાં દક્ષિણ કોરિયાને 5-2થી હરાવ્યું હતું. ગુરુવારે ભારત અને જાપાનની ટીમો વચ્ચે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ટાઇટલ મેચ રમાયો હતો. જાપાને પહેલા ક્વાર્ટરમાં જ લીડ મેળવી હતી. ભારતીય હોકી ટીમે ત્રીજા ક્વાર્ટરમાં ગોલ કરીને બરાબરી કરી હતી. ચોથા ક્વાર્ટરમાં ભારતે 4-1ની લીડ મેળવી છે. ભારતે સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે જાપાને પ્રથમ સેમિફાઇનલમાં મલેશિયા સામે પેનલ્ટી શૂટઆઉટમાં 5-2થી જીત મેળવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

hockey Asian Champions Trophy hockey champions trophy 2026

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ