ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાવનગર ST બસ સ્ટેન્ડમાં કાજલ બારૈયાની ક્રૂર હત્યા કરનાર ફૈઝલને આજીવન કેદની સજા, મહિનામાં ફેંસલો
Last Updated: 06:45 PM, 5 November 2026
ADVERTISEMENT
ભાવનગરમાં મહિલા હત્યા કેસમાં માત્ર 31 દિવસમાં ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. એસ.ટી. બસ સ્ટેન્ડ પર કાજલબેન બારૈયાની ક્રૂર હત્યા કરનાર આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાનો આદેશ આપ્યો છે. 4 સપ્ટેમ્બરે આ કેસનો ગુનો નોંધાયો હતો અને 4 ઓક્ટોબરે ચાર્જશીટ રજૂ થઈ હતી. આ કેસમાં સ્પેશિયલ સરકારી વકીલ ઉત્પલ દવેની ધારદાર દલીલો અને મજબૂત પુરાવા બન્યાં હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
આરોપી જેલમાં હોવા છતાં પણ મુખ્ય સાક્ષીનું અપહરણ કરાવ્યું હતું, કોર્ટે પણ ગુનાની ગંભીરતાથી ધ્યાનમાં રાખીને ત્વરિત ચુકાદો આપ્યો
કેસના મુખ્ય સાક્ષીને અપહરણ કરીને ગોંધી રાખ્યો
ADVERTISEMENT
કેસના મુખ્ય સાક્ષીને જુબાની આપતા રોકવા અપહરણ કરી ત્રણ દિવસ ગોંધી રાખ્યો હોવાનો પણ ખુલાસો થયો છે. રેન્જ IG રાજેન્દ્ર અસારી અને SP નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ SITએ કરી હતી તપાસ ભાવનગર પોલીસની ઝડપી તપાસ અને મજબૂત પુરાવાના આધારે આરોપીને કડક સજા મળી છે.
ADVERTISEMENT
4 સપ્ટેમ્બરના રોજ ફૈઝલ જાહેરમાં કરી હતી હત્યા
ભાવનગર શહેરમાં બનેલી કાજલ બારૈયાની ઘાતકી હત્યાની સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 4 સપ્ટેમ્બરના રોજ ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણી નામના શખ્સે કાજલ બારૈયા નામની યુવતીને જાહેરમાં નિર્દયતાપૂર્વક માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર ભાવનગર પંથકમાં ભારે અરેરાટી સાથે રોષ વ્યાપી ગયો હતો. જાહેરમાં રસ્તા પર યુવતી પર થયેલા જીવલેણ હુમલા અને હત્યાના આ અત્યંત ગંભીર ગુનાની તપાસ સ્થાનિક નીલમબાગ પોલીસ દ્વારા ત્વરિત ધોરણે હાથ ધરવામાં આવી હતી. નીલમબાગ પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી સઘન તપાસનો દોર આગળ ધપાવ્યો હતો અને આરોપી સામેના તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજી પુરાવા એકત્રિત કર્યા હતા. આ કેસમાં પોલીસે આરોપી ફૈઝલ સામે કાનૂની શિકંજો મજબૂત કરવા ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.