ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઈકોની ટક્કરથી એક્ટિવા ઉડ્યું, 3 યુવાનોના કમકમાટીભર્યાં મોત, પંચમહાલમાં કરુણ બનાવ
Last Updated: 08:47 PM, 5 November 2026
ADVERTISEMENT
મોરવા હડફના અગરવાડા ખાતે એક્ટિવા અને ઇકો વચ્ચે અકસ્માત થયો હતો. અક્સ્માતમાં એક્ટિવા સવાર ત્રણ યુવકના મોત નીપજ્યાં હતા. મૃતકો સંતરામપુરના ડોળી લીમડી ગામના હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે. મોરવા હડફ પોલીસે મૃતકોના સ્વજનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. સંતરોડ સંતરામપુર મુખ્ય માર્ગ પર બની અકસ્માતની ઘટના બની હતી. ઇજાગ્રસ્ત અને મૃતકોને મોરવા હોસ્પિટલમાં જઈ જવાયા હતા.
ADVERTISEMENT
ઇકો કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર
મોરવા હડફથી સંતરામપુર તરફ જતા હાઇવે પર આગરવાડા ગામ નજીક ઇકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચે થયેલી ભયાનક ટક્કરના પગલે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી.
ADVERTISEMENT
3 યુવાનોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા
અકસ્માતમાં બાઈક સવાર 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકો મોરવા હડફ તાલુકાના ડોળી ગામના હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. એકસાથે 3 યુવાનોના મોતના સમાચારથી પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : ઢળી પડતાં જ ઉડ્યું પ્રાણપંખેરુ, ક્લાસરુમમાં 9 વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા
ADVERTISEMENT
અકસ્મતની જાણ થતાં મોરવા હડફ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.