ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અમિતાભ બચ્ચનના ઘરને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; ઈમેલમાં મુંબઈના આ મોટા સ્થળોના નામ

મનોરંજન / અમિતાભ બચ્ચનના ઘરને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; ઈમેલમાં મુંબઈના આ મોટા સ્થળોના નામ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 07:09 PM, 6 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amitabh Bachchan Threat News: અમિતાભ બચ્ચનના મુંબઈ સ્થિત ઘર જલસાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થાને લઇ ચિંતા વધી ગઇ છે.

ADVERTISEMENT

અમિતાભ બચ્ચનના મુંબઈ સ્થિત ઘર જલસાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થાને લઇ ચિંતા વધી ગઇ છે. એવું જાણવા મળ્યું છે કે બોમ્બે હાઈકોર્ટને મળેલા ધમકીભર્યા ઈમેલમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને વર્લી રેસકોર્સ સહિત જલસાનો પણ ઉલ્લેખ હતો.

આ પછી મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. પોલીસે ઈમેલને ગંભીરતાથી લીધો છે અને તપાસ શરૂ કરી છે. અધિકારીઓ એ જાણવાના પ્રયાસમા લાગ્યા છે કે આ સંદેશ કોણે મોકલ્યો છે. આ કેસ સંબંધિત વિગતો હાલમાં જાહેર કરવામાં આવી નથી.

ઈમેલમાં મુંબઇના કેટલાક પ્રમુખ સ્થળો સાથે અમિતાભ બચ્ચનનો જુહુ સ્થિત બંગલો જલસાનું નામનો ઉલ્લેખ હોવાનું કહેવાય છે. અગાઉ ઓક્ટોબરમાં અમિતાભ બચ્ચનના ઘરને લક્ષ્ય બનાવતી ધમકીના અહેવાલો સામે આવ્યા હતા. મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં એક શાળાને પણ આવો જ ઈમેલ મોકલવામાં આવ્યો હોવાનુ કહેવાય છે. પોલીસે તે કેસની પણ તપાસ કરી છે.

બુલેટપ્રૂફ ઘેરામાં જોવા મળ્યા હતા અમિતાભ બચ્ચન

ધમકીઓના અહેવાલો વચ્ચે અમિતાભ બચ્ચન રવિવાર 1 નવેમ્બરના જલસાની બહાર ચાહકોને મળ્યા હતા. બંગલાની બહાર તેમની એક ઝલક જોવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. જોકે આ વખતે અભિનેતા પારદર્શક સુરક્ષા ઘેરા પાછળ દેખાયા. આ ઘેરા બુલેટપ્રૂફ દેખાતો હતો અને તેને વધારાના સુરક્ષા માપદંડ તરીકે કહેવાય છે. અમિતાભે ઘેરાની અંદરથી ચાહકોને હાથ લહેરાવી ચાહકોનું અભિવાદન કર્યુ હતું. તેમનો પુત્ર અભિષેક બચ્ચન પણ હાજર હતો, જે તેમના પિતાની પાછળ ઊભો હતો અને ભીડ પર નજર રાખી રહ્યો હતો. સુરક્ષા કર્મચારીઓ પણ તૈનાત હતા.

VTV Digital 1

આ પણ વાંચોઃ મનોરંજન / ગોવિંદાની પત્ની સુનિતાએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, "હવે ઘર સુમસામ લાગે છે"

આ દરમિયાન અમિતાભ બચ્ચને તેમના અંગત બ્લોગ પર સ્વાસ્થ્યને લઇ જાણકારી શેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેમને વધુ આરામની જરૂર છે. અગાઉ અભિનેતાએ જણાવ્યું હતું કે ડોકટરોએ તેમને નિયમિત ઓનલાઈન પ્રવૃત્તિઓમાંથી કેટલાક સમય માટે વિરામ લેવાની સલાહ આપી હતી. બ્લોગમાં તેમણે તેમની શારીરિક સ્થિતિ અને પોતાને સંભાળવા માટે સમય આપવાની વાત લખી છે. કામની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ક્વિઝ શો "કૌન બનેગા કરોડપતિ" હોસ્ટ કરી રહ્યા છે. તે છેલ્લે 2024 માં આવેલી તમિલ ફિલ્મ 'વેટ્ટાઈયાન' માં જોવા મળ્યા હતા, જેમાં રજનીકાંત મુખ્ય ભૂમિકામાં હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Mumbai News Amitabh Bachchan News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ