ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / દિવાળીના દિવસે શેરબજારમાં થશે ધમાકો, રવિવારે પણ ખુલશે NSE-BSE, જાણો મુહૂર્ત ટ્રેડિંગનો સમય
Last Updated: 05:46 PM, 6 November 2026
ADVERTISEMENT
આ વર્ષે દિવાળી રવિવારે આવી રહી છે, તેથી શેરબજાર પણ એક વિશેષ સત્ર માટે ખુલ્લું રહેશે. 8 નવેમ્બર 2026ના રોજ NSE અને BSE મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરી રહ્યા છે. સામાન્ય રીતે શનિવાર-રવિવારે બજાર બંધ રહે છે, પણ દિવાળીના પવિત્ર દિવસે આ પરંપરા જળવાઈ રહે છે.
ADVERTISEMENT
મુહૂર્ત ટ્રેડિંગનો સમય શું રહેશે?
રોકાણકારો માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વખતે ટ્રેડિંગ માટે સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં પ્રી-ઓપન સેશનમાં સમય બપોરે 2:05થી 2:20 છે. તો મુખ્ય ટ્રેડિંગ સેશનનો સમય બપોરે 2:20થી 3:30 છે. એટલે રોકાણકારોને મુખ્ય ટ્રેડિંગ માટે કુલ 70 મિનિટનો સમય મળશે. મુખ્ય સેશન શરૂ થાય તે પહેલાં પ્રી-ઓપન દરમિયાન પણ ઓર્ડર મૂકવાની સુવિધા રહેશે.
ADVERTISEMENT
10 નવેમ્બરે શેરબજાર બંધ
મંગળવાર 10 નવેમ્બરના રોજ દિવાળી બલિપ્રતિપદાના અવસરે NSE અને BSEમાં નિયમિત ટ્રેડિંગ બંધ રહેશે. તેથી 8 નવેમ્બરના ખાસ સેશન અને ત્યારબાદની બજારની રજાને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ પોતાનું આયોજન કરવું જોઈએ.
ADVERTISEMENT
ખરીદેલા શેરનું સેટલમેન્ટ ક્યારે થશે?
મુહૂર્ત ટ્રેડિંગ માત્ર પ્રતીકાત્મક સેશન નથી. આ દરમિયાન કરવામાં આવેલા સોદાઓ પર પણ સામાન્ય બજારની જેમ સેટલમેન્ટની જવાબદારી લાગુ પડે છે. જેમાં 8 નવેમ્બરના ટ્રેડ માટે T+1 સેટલમેન્ટ નિયમ લાગુ પડશે. ઉપલબ્ધ એક્સચેન્જ શેડ્યૂલ મુજબ સેટલમેન્ટની પ્રક્રિયા 9 નવેમ્બર સોમવારે થશે. એટલે રોકાણકારોએ શેર ખરીદતી વખતે ફક્ત શુભ સમય જ નહીં પરંતુ પેમેન્ટ અને ડિલિવરી સંબંધિત નિયમો પણ ધ્યાનમાં રાખવા જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વાત યાદ રાખજો
મુહૂર્ત ટ્રેડિંગને શુભ શરૂઆત તરીકે જોવામાં આવે છે પરંતુ માત્ર શુભ સમયે શેર ખરીદવાથી નફો થશે તેની કોઈ ગેરંટી નથી. રોકાણકારોએ કંપનીના ફંડામેન્ટલ્સ, શેરનું વેલ્યુએશન અને પોતાની જોખમ લેવાની ક્ષમતા ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવો જોઈએ. ખાસ કરીને ટૂંકા સમયના ટ્રેડિંગમાં ઉતાવળ કરવાને બદલે સમજદારીથી ઓર્ડર મૂકવો વધુ યોગ્ય છે.
ADVERTISEMENT
(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો