ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દિવાળી પહેલા પત્ની સાથેના ઝઘડામાં કેબ ડ્રાઈવરનો ખૂની ખેલ, સાસુ-સાળા-સાળી સહિત સાતની હ*ત્યા!

National / દિવાળી પહેલા પત્ની સાથેના ઝઘડામાં કેબ ડ્રાઈવરનો ખૂની ખેલ, સાસુ-સાળા-સાળી સહિત સાતની હ*ત્યા!

Published By: Nidhi Panchal

Last Updated: 12:28 PM, 6 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પત્ની સાથેના ઘરેલુ ઝઘડાએ એવો ભયાનક વળાંક લીધો કે એક આખો પરિવાર મોતને ભેટ્યો. બેંગલુરુમાં એક કેબ ડ્રાઈવરે પોતાની પત્ની સહિત સાસરિયાના પરિવારના સાત સભ્યોની નિર્દયતાથી હત્યા કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ADVERTISEMENT

ક્યારેક ઘરેલુ ઝઘડાનું પરિણામ એટલું ભયાનક હોઈ શકે છે કે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ બની જાય છે. બેંગલુરુમાં આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પત્ની સાથેના લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે એક કેબ ડ્રાઈવર હત્યારો બની ગયો. આરોપ છે કે તેણે પોતાની પત્ની સહિત સાસરિયાના પરિવારના સાત સભ્યોની ક્રૂરતાથી હત્યા કરી હતી. આ હત્યાકાંડમાં તેની સાસુ, સાળા, સાળીઓ અને એક સાત વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. આરોપીએ હત્યા કર્યા બાદ મૃતદેહોને અલગ-અલગ સ્થળોએ ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

Cab

અહેવાલો અનુસાર, રાજાજીનગરના બશ્યામ સર્કલ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય કેબ ડ્રાઈવર શેખર, જેને ઇન્દુશેખર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના લગ્નજીવનમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પત્ની સુનીતા સાથે અવારનવાર ઝઘડા થતા હતા. આ ઝઘડામાં સુનીતાનો પરિવાર પણ ઘણીવાર દખલગીરી કરતો હતો. આરોપી શેખરને શંકા હતી કે તેના સાસરિયાઓ તેમના અંગત જીવનમાં સતત દખલ કરી રહ્યા છે અને તેના ઘરમાં અશાંતિ ઊભી કરી રહ્યા છે. આ જ બાબતને લઈને તેણે આખા પરિવારને ખતમ કરવાનો નિર્ણય લીધો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

બે દિવસમાં એક પછી એક સાત લોકોની હત્યા

પોલીસના જણાવ્યા અનુસાર, શેખરે રાજારાજીનગરના બશ્યામ સર્કલ નજીક આવેલા પોતાના ઘરે બે દિવસ દરમિયાન આ હત્યાઓને અંજામ આપ્યો હતો. તેણે પરિવારના સભ્યોને એક પછી એક ઘરે બોલાવ્યા હતા. ત્યારબાદ પથ્થરની મિલ એટલે કે ઓર્લુ કલ્લુનો ઉપયોગ કરીને તેમની નિર્દયતાથી હત્યા કરી હતી. આ રીતે તેણે એક પછી એક સાત લોકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો આરોપ છે. હત્યા કર્યા બાદ આરોપીએ મૃતદેહોને અલગ-અલગ સ્થળોએ ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક મૃતદેહોને ચિક્કાબલ્લાપુરની આસપાસના વિસ્તારોમાં ફેંકી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ પોલીસ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે.

મૃતકોમાં પત્ની, સાસુ અને સાત વર્ષના બાળકનો સમાવેશ

આ હત્યાકાંડમાં કુલ સાત લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં આરોપીની પત્ની સુનીતા, સાસુ રૂપવતી, સાળા શિવકુમાર અને શંકરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રૂપવતીની બે પુત્રવધૂ દિવ્યા અને નલિનીની પણ હત્યા કરવામાં આવી હતી. સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે આરોપીએ શિવકુમારના સાત વર્ષના પુત્ર પુનીતને પણ છોડ્યો નહોતો.

સુનીતાનાં લગ્નને 20 વર્ષ થઈ ગયાં

પોલીસના જણાવ્યા અનુસાર, શેખર અને સુનીતાનાં લગ્નને 20 વર્ષ થઈ ગયાં હતાં. જોકે, છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. જ્યારે પણ પતિ-પત્ની વચ્ચે તકરાર થતી ત્યારે સુનીતાનો પરિવાર તેની મદદે આવતો હતો. આ બાબતથી શેખર નારાજ રહેતો હતો. તેને લાગતું હતું કે સાસરિયાઓના કારણે તેના લગ્નજીવનમાં મુશ્કેલીઓ વધી રહી છે. આ અદાવતને કારણે તેણે પરિવારના તમામ સભ્યોની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હોવાની આશંકા છે.

આ પણ વાંચો : બીમાર પતિને છોડીને જમાઈ સાથે ફરાર થઈ મહિલા, ઘરેથી સોનું પણ લઈ ગઈ!

એક મહિલાના ગુમ થવાની ફરિયાદથી ખુલ્યો હત્યાકાંડ

આ ભયાનક હત્યાકાંડનો ખુલાસો નલિની ગુમ થયા બાદ થયો હતો. નલિનીની માતાએ શ્રીરામપુરા પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું કે નલિની ઉપરાંત પરિવારના અન્ય સભ્યો પણ ગુમ છે. આથી પોલીસને શેખર પર શંકા ગઈ હતી. પોલીસે શેખરની પૂછપરછ કરતાં તેણે હત્યાઓની કબૂલાત કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. દરમિયાન, નંદી હિલ્સ નજીકથી સાત વર્ષના પુનીતનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો હતો. પોલીસે આરોપી શેખરની ધરપકડ કરી લીધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cab Driver Arrested Bengaluru Murder Case Seven Family Members Murdered

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ