ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ઝારખંડમાં બેકાબૂ ટ્રકે 9 લોકોને કચડ્યા, એક જ પરિવારના 7 લોકોના કમકમાટીભર્યા મો*ત!

National / ઝારખંડમાં બેકાબૂ ટ્રકે 9 લોકોને કચડ્યા, એક જ પરિવારના 7 લોકોના કમકમાટીભર્યા મો*ત!

Published By: Nidhi Panchal

Last Updated: 08:02 AM, 6 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક અકસ્માત જોવા માટે ઘરની બહાર નીકળેલા લોકોને ક્યાં ખબર હતી કે થોડી જ વારમાં તેમની જિંદગીમાં મોતનું તાંડવ સર્જાશે. ઝારખંડમાં બેકાબૂ ટ્રકે રાહદારીઓને કચડી નાખતાં 10 મહિનાના બાળક સહિત સાત લોકોનાં મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ADVERTISEMENT

રાતનો સમય હતો અને અચાનક રસ્તા પર અકસ્માતનો અવાજ સંભળાયો. અવાજ સાંભળીને આસપાસનાં ઘરોમાંથી લોકો બહાર દોડી આવ્યા હતા. કેટલાક લોકો અકસ્માત જોવા માટે રસ્તા પર એકઠા થયા હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે થોડી જ ક્ષણોમાં મોત બનીને એક બેકાબૂ ટ્રક તેમની તરફ ધસી આવશે. ઝારખંડના ખુંટી જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે બનેલી આ ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. કરરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરરા-ટોરપા મુખ્ય માર્ગ પર એક ઝડપી ટ્રકે રાહદારીઓને અડફેટે લેતાં 10 મહિનાના બાળક સહિત સાત લોકોનાં મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો એક જ પરિવારના હોવાનું માનવામાં આવે છે.

khar

અહેવાલો અનુસાર, આ દુર્ઘટના ખુંટી જિલ્લાના કરરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જોન-લુદ્રુ વળાંક પાસે બની હતી. ગુરુવારે રાત્રે આસપાસના વિસ્તારમાં સ્કૂટર અકસ્માતનો અવાજ સંભળાયો હતો. આ અવાજ સાંભળીને સ્થાનિક લોકો પોતપોતાના ઘરમાંથી બહાર નીકળ્યા હતા. ત્યારબાદ અકસ્માત જોવા માટે લોકો કરરા-ટોરપા મુખ્ય માર્ગ પર એકઠા થયા હતા. રસ્તા પર લોકોની ભીડ એકઠી થઈ હતી, ત્યારે જ ટોરપા તરફથી એક ઝડપી ટ્રક આવી પહોંચી હતી.

દરમિયાન ચાલકે અચાનક વાહન પરનો કાબુ ગુમાવ્યો

ટ્રકની ગતિ ખૂબ જ વધારે હતી. આ દરમિયાન ચાલકે અચાનક વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. રસ્તા પર એકઠા થયેલા લોકોને કંઈ સમજાય તે પહેલાં જ ટ્રક તેમની તરફ ધસી આવી હતી. ટ્રકે એક પછી એક લોકોને જોરદાર ટક્કર મારી હતી. અહેવાલો મુજબ, બેકાબૂ ટ્રકે આશરે આઠથી નવ લોકોને કચડી નાખ્યા હતા. આ અચાનક બનેલી ઘટનાને કારણે ઘટનાસ્થળે ચીસાચીસ અને અફડાતફડી મચી ગઈ હતી.

ટ્રક કલ્વર્ટ તોડીને ખાડામાં ખાબકી

લોકોને અડફેટે લીધા બાદ પણ ટ્રક રોકાઈ નહોતી. બેકાબૂ ટ્રક રસ્તાની બાજુમાં આવેલા કલ્વર્ટને તોડીને નજીકના ખાડામાં ખાબકી હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ટ્રકની અડફેટે આવેલા લોકોને બહાર કાઢવા અને ઘાયલોને મદદ કરવા માટે કામગીરી શરૂ કરી હતી.

અત્યાર સુધીમાં સાત લોકોનાં મોતની પુષ્ટિ

આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં સાત લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં માત્ર 10 મહિનાનું બાળક પણ સામેલ છે. પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો એક જ પરિવારના હોવાનું માનવામાં આવે છે. જોકે, મૃતકોનાં નામ અને તેમની વચ્ચેના સંબંધો અંગે હજુ સુધી સત્તાવાર રીતે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.

બે લોકોની હાલત ગંભીર, હોસ્પિટલમાં સારવાર ચાલુ

અકસમાતમાં અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક લોકોની મદદથી બંને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે ખુંટી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેની હાલત અંગે હજુ સુધી વિગતવાર માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો : હવામાં ઝેર કે મોતનો ધીમો સંદેશ? પ્રદૂષણના કારણે ક્યાંક 8 તો ક્યાંક 4 વર્ષ ઘટી રહ્યું છે લોકોનું આયુષ્ય

બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ કરરા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત સ્થળનું નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દૃષ્ટિએ ટ્રક ચાલકે વાહન પરનો કાબુ ગુમાવવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું જણાય છે. જોકે, ચાલકે કયા કારણોસર કાબુ ગુમાવ્યો અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસ મૃતકોની ઓળખ, અકસ્માતનાં કારણો અને ઘટનાને લગતી અન્ય વિગતોની તપાસ કરી રહી છે. એક જ પરિવારના સાત લોકોનાં મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jharkhand Road Accident Seven People Killed Khunti Truck Accident

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ