ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / 'રામાયણ'ની રિલીઝને પગલે ગુજરાતી ફિલ્મો હટાવી લેવાઈ! દર્શકોનો પ્રતિસાદ મળવા છતાં 'ડમરુ'નાં સ્ક્રીન માટે વલખાં

ફિલ્મી જગત / 'રામાયણ'ની રિલીઝને પગલે ગુજરાતી ફિલ્મો હટાવી લેવાઈ! દર્શકોનો પ્રતિસાદ મળવા છતાં 'ડમરુ'નાં સ્ક્રીન માટે વલખાં

Published By: Kalpesh Kandoriya

Last Updated: 08:24 PM, 5 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામાયણ જેવી મોટી ફિલ્મોની રિલીઝને પગલે ગુજરાતી ફિલ્મોને સિનેમાઘરોમાં યોગ્ય સ્ક્રીનિંગ મળતું ન હોવાની ફરિયાદ ઉઠી.

ADVERTISEMENT

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સામે ફરી એકવાર સ્ક્રીન ફાળવણીનો પ્રશ્ન ઊભો થયો છે. મોટી બજેટની હિન્દી ફિલ્મોની રિલીઝ વચ્ચે ગુજરાતી ફિલ્મોને પૂરતા શો અને સ્ક્રીન ન મળતી હોવાની ફરિયાદ ઉઠી છે. હાલમાં જ થિયેટરોમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ડમરુ’ની ટીમે આ મામલે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, સિનેમા માલિકો અને ડિસ્ટ્રિબ્યુટર્સને અપીલ કરી છે કે ગુજરાતી ફિલ્મોને પણ સિનેમાઘરોમાં યોગ્ય સ્થાન આપવામાં આવે.

ગુજોત્સવ પ્રોડક્શન્સ અને વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘ડમરુ’નું નિર્દેશન હાર્દિક પરીખે કર્યું છે. ફિલ્મમાં સંજય ગોરડિયા, નક્ષરાજ, મૌલિક ચૌહાણ અને મકરેન્દ શુક્લા સહિતના જાણીતા કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મની ટીમના જણાવ્યા અનુસાર, ગુજરાતી દર્શકો તરફથી ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પરિવારો ફિલ્મ જોવા થિયેટરોમાં પહોંચી રહ્યા છે અને કેટલાક સ્થળોએ હાઉસફુલ શો પણ નોંધાઈ રહ્યા છે. જોકે, બીજી તરફ મોટી બજેટની હિન્દી અને અન્ય ભાષાની ફિલ્મો, ખાસ કરીને ‘રામાયણ’ જેવી ફિલ્મોની રિલીઝને કારણે ‘ડમરુ’ને પૂરતી સ્ક્રીન અને શો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

ડિસ્ટ્રિબ્યુટર્સના દબાણથી ગુજરાતી ફિલ્મોને નુકસાનનો આક્ષેપ

ડમરુ ફિલ્મની ટીમે આક્ષેપ કર્યો છે કે ઘણા થિયેટર માલિકો ગુજરાતી ફિલ્મોને શો આપવા ઇચ્છતા હોવા છતાં ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓના દબાણ અથવા મોટા બેનરની ફિલ્મો સાથે જોડાયેલી કન્ટેન્ટ કંડિશન્સને કારણે શો ફાળવી શકતા નથી. પરિણામે દર્શકોની માંગ હોવા છતાં ગુજરાતી ફિલ્મોને પૂરતી સ્ક્રીન મળતી નથી. ટીમના મતે, આ સમસ્યા માત્ર એક ફિલ્મ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા કલાકારો, ટેક્નિશિયન્સ, કેમેરામેન, લાઇટમેન અને સ્પોટબોય સહિતના અનેક લોકોના રોજગાર પર પણ તેની અસર થઈ શકે છે.

સામાન્ય પરિવારો માટે ગુજરાતી ફિલ્મો પોસાય તેવું મનોરંજન

ફિલ્મની ટીમે ટિકિટના ભાવનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તહેવારોના સમયમાં મોટી ફિલ્મોની ટિકિટના ભાવ રૂ.1500થી રૂ.2000 સુધી પહોંચતા હોવાનો ઉલ્લેખ કરીને ટીમે જણાવ્યું છે કે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે રૂ.100થી રૂ.200ની ટિકિટ ધરાવતી ગુજરાતી ફિલ્મો પોસાય તેવું મનોરંજન પૂરું પાડે છે. જો ગુજરાતી ફિલ્મોને જ થિયેટરોમાં શો નહીં મળે તો દર્શકો પોતાની માતૃભાષાની ફિલ્મો જોવાની તકથી પણ વંચિત રહી જશે.

આ પણ વાંચો- લાંબા વાળ, મુગટ અને હાથમાં ગદા સાથે સની દેઓલનો હનુમાન અવતાર, વિશાળ રૂપની ઝલક સાથે બોલ્યા- ‘જય શ્રી રામ’!

ગુજરાતી ફિલ્મને ઓછામાં ઓછા 1થી 2 શો ફાળવવાની માગ

ડમરુ ફિલ્મની ટીમે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અન્ય કોઈ મોટી ફિલ્મની રિલીઝનો વિરોધ કરતા નથી, પરંતુ ગુજરાતી ફિલ્મોને પણ પોતાની જ ધરતી પર યોગ્ય તક મળવી જોઈએ. આ મામલે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ગુજરાત સરકાર, તમામ સિનેમા માલિકો અને ડિસ્ટ્રિબ્યુટર્સને અપીલ કરવામાં આવી છે કે દર્શકોની માંગને ધ્યાનમાં રાખીને દરેક મલ્ટિપ્લેક્સ અને થિયેટરમાં ‘ડમરુ’ ફિલ્મને ઓછામાં ઓછા 1થી 2 શો ફાળવવાની માંગ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ramayan Movie Gujarati Film Damru Movie

Published by

Kalpesh Kandoriya

Kalpesh Kandoriya is a journalist with experience at EENADU Digital, Times Internet, and Oneindia News Portal. He specializes in political and crime reporting, delivering credible, insightful coverage

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ