ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'રામાયણ'માં 1 કરોડનું સિંહાસન અને 1.5 કરોડનો રથ, 24 કેરેટ સોનાથી તૈયાર થયો રાવણનો દરબાર

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / 'રામાયણ'માં 1 કરોડનું સિંહાસન અને 1.5 કરોડનો રથ, 24 કેરેટ સોનાથી તૈયાર થયો રાવણનો દરબાર

Last Updated: 12:06 AM, 7 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'માં 1 કરોડના ખર્ચે બનેલા 24 કેરેટ સોનાના રાવણના સિંહાસન અને અન્ય ભવ્ય સેટ્સ વિશેની રસપ્રદ વિગતો સામે આવી છે.

1/6

photoStories-logo

1. 'રામાયણ'માં 1 કરોડનું સિંહાસન અને 1.5 કરોડનો રથ, 24 કેરેટ સોનાથી તૈયાર થયો રાવણનો દરબાર

નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બની રહેલી ભવ્ય ફિલ્મ 'રામાયણ' પોતાની વિશાળતા અને અદભુત સેટ્સને કારણે અત્યારથી જ ભારે ચર્ચામાં છે. આ ફિલ્મમાં ૧૫0 કરતાં વધુ ભવ્ય સેટ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં લંકાના રાજા રાવણનું આલીશાન સિંહાસન પણ સામેલ છે. ફક્ત આ સિંહાસનને તૈયાર કરવામાં આશરે 1 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને તેને બનાવવામાં પૂરા ચાર મહિનાનો સમય લાગ્યો છે. આ ઉપરાંત, ફિલ્મમાં શૂર્પણખાના રથના નિર્માણ પાછળ આશરે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ફિલ્મ માટે 150થી વધુ સેટ તૈયાર કરવામાં આવ્યા

આ ફિલ્મની ભવ્ય દુનિયા માત્ર વિઝ્યુઅલ ઇફેક્ટ્સનું પરિણામ નથી, પરંતુ તેના વિશાળ સેટ્સ અને આકર્ષક લોકેશન્સ પાછળ કુશળ કલાકારો તથા ટેકનિશિયનોની એક મોટી ટીમની મહિનાઓની સખત મહેનત જોડાયેલી છે. ફિલ્મના આર્ટ ડિરેક્ટરના જણાવ્યા મુજબ, ફિલ્મ માટે 150થી વધુ સેટ તૈયાર કરવામાં આવ્યા છે અને દરેક સ્ટ્રક્ચરને આખરી સ્વરૂપ આપતા પહેલા તેની ડિઝાઇનમાં 10 થી 15 વખત ફેરફાર કરવામાં આવ્યા હતા. ફક્ત ગ્રીન સ્ક્રીન પર નિર્ભર રહેવાને બદલે ટીમે ઝીણવટપૂર્વક કામ કરીને વાસ્તવિક ભૌતિક સેટ તૈયાર કર્યા છે, જેમાં ફ્લોરના ટેક્સચર, દીવાલોની ડિઝાઇનથી લઈને સોનાની સજાવટ સુધીની તમામ બાબતોનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. 24 કેરેટ સોનાનો વિશેષ ઉપયોગ

ફિલ્મની સૌથી મોંઘી અને આકર્ષક વસ્તુઓમાં રાવણનું સિંહાસન મુખ્ય છે. તેને બનાવવામાં ચાર મહિનાનો સમય લાગ્યો હતો અને અંદાજે 1 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. માટીના બેઝનો ઉપયોગ કરીને તેને ફાઇબરથી ઢાંકવામાં આવ્યું હતું અને અંતે તેના પર 24 કેરેટ સોનાની પરત એટલે કે ગોલ્ડ લીફિંગ ચઢાવવામાં આવી હતી. આ ઉપરાંત, શૂર્પણખાનો રથ પણ એક વિશાળ પ્રોજેક્ટ હતો, જેને બનાવવામાં ત્રણ મહિના લાગ્યા હતા અને અંદાજે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વિશાળ 'પુષ્પક વિમાન' પણ બનાવવામાં આવ્યું

કલાકારોને અભિનય કરવામાં સરળતા રહે તે માટે ટીમે અનેક મોટા પ્રોપ્સ પણ તૈયાર કર્યા હતા. જટાયુનું 24 ફૂટ ઊંચું હાડપિંજર મોડેલ તૈયાર કરવામાં આવ્યું હતું, જેથી કલાકારો પોતાની નજર અને સંવાદ બોલતી વખતે તેનો યોગ્ય સહારો લઈ શકે. આ સિવાય, 50 ફૂટ વ્યાસ ધરાવતું વિશાળ 'પુષ્પક વિમાન' પણ બનાવવામાં આવ્યું હતું. આ વિમાન એટલું મોટું હતું કે સ્ટુડિયોની અંદર સમાઈ શકે તેમ નહોતું, તેથી તેને 40 થી 50 દિવસના સમયગાળામાં ચાર અલગ-અલગ મોડ્યુલ્સમાં તૈયાર કરવામાં આવ્યું હતું. આ વિમાનનો કોન્સેપ્ટ નિતેશ તિવારી દ્વારા છ વર્ષમાં વિકસાવવામાં આવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. લંકાનો સેટ તૈયાર કરવાના કામમાં એક સાથે આશરે 500 થી 600 મજૂરો કામે લાગેલા

આ પ્રોજેક્ટના નિર્માણમાં મોટી સંખ્યામાં શ્રમિકોની જરૂર પડી હતી. લંકાનો સેટ તૈયાર કરવાના કામમાં એક સાથે આશરે 500 થી 600 મજૂરો રોકાયેલા હતા, જ્યારે ભીડભાડ વાળા કેટલાક મોટા દ્રશ્યોમાં 1,000 જેટલા નૃત્યકારો અને જુનિયર કલાકારો સામેલ થયા હતા. દિગ્દર્શક નિતેશ તિવારી દ્વારા શૂટિંગના એક દિવસ પહેલાં જાતે દરેક સેટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બધું જ યોગ્ય રીતે તૈયાર થયું છે કે નહીં તેની ખાતરી કરવા માટે તેમણે શૂટિંગના ચાર દિવસ પહેલાં વિગતવાર સ્ટોરીબોર્ડ અને કોન્સેપ્ટ આર્ટની પણ સમીક્ષા કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કવચ માત્ર એક ડિઝાઇન નથી

બીજી બાજુ, ફિલ્મ સાથે જોડાયેલા કોસ્ચ્યુમ ડિઝાઇનર અજય કુમારે સોશિયલ મીડિયા પર એક કવચ શેર કરતા જણાવ્યું હતું કે આ કવચ માત્ર એક ડિઝાઇન નથી, પરંતુ તેમની વિચારસરણી, લગન અને સખત મહેનતનું પરિણામ છે. આ રચના માટે તેમણે ખાસ આસામની મુલાકાત લીધી હતી, જ્યાં તેમની ટીમ સાથે મળીને આ વિચારને વાસ્તવિક સ્વરૂપ આપ્યું હતું. સરપતની ડાંડીઓના આધાર પર બનેલા આ કવચમાં જૂટની સજાવટ અને લાકડાના ટુકડાઓને અત્યંત ઝીણવટપૂર્વક જોડવામાં આવ્યા હતા. તેને બનાવવાની સમગ્ર પ્રક્રિયા અત્યંત પડકારજનક હતી, જેમાં સમય, સચોટતા, ધૈર્ય અને અસીમ સમર્પણની જરૂરિયાત રહી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

MovieSets Ramayana BollywoodNews
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ