ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / એક્શન અને થ્રિલથી ભરપૂર છે તાપસી પન્નૂની ફિલ્મ 'ગાંધારી, ફિલ્મ જોતા પહેલાં વાંચી લો ગાંધારીનો ફિલ્મ રિવ્યૂ
Last Updated: 06:46 PM, 3 September 2026
ADVERTISEMENT
તાપસી પન્નુની નવી ફિલ્મ ‘ગાંધારી’ હવે નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ શરૂ થઈ ગઈ છે. જો તમને સસ્પેન્સ, રિવેન્જ અને મિસ્ટ્રી ભરી સ્ટોરી ગમતી હોય તો આ એક્શન-થ્રિલર ચોક્કસ જોવા જેવી છે. જેમાં માત્ર1 કલાક 55 મિનિટની આ ફિલ્મ પહેલા સીનથી જ તમને ઝકડી લે છે અને છેલ્લા સેકન્ડ સુધી શ્વાસ અઘ્ધર રાખે છે.
ADVERTISEMENT
આ મૂવીની સ્ટોરી જયપુરાની છે. જેમાં બાની (તાપસી પન્નુ)ની નાની દીકરી મિષ્ટી રેલવે સ્ટેશન પર તેની આંખો સામે જ કિડનેપ થઈ જાય છે. તે જ સમયે થયેલા અકસ્માતથી બાનીની આંખની રોશની જતી રહે છે. પણ પોતાની ડોટરને પાછી લાવવાનો તેનો સંકલ્પ અડગ છે. ચૌમુખી પૂજાની રાતે અપહરણ કરાયેલી છોકરીઓને દેશ બહાર મોકલવાની તૈયારી ચાલી રહી છે. સમય ઓછો છે, ખતરો જાનલેવા છે અને સામે પૂરું ક્રિમિનલ નેટવર્ક ઊભું છે. બાની કેવી રીતે પોતાની દીકરી સુધી પહોંચે છે તે જોવા માટે તો તમારે ફિલ્મ જોવી પડશે.
ADVERTISEMENT
Jung ki rannbhoomi mein ab utar chuki hain Gandhari 🔥 pic.twitter.com/BszlmvuRmV
— Netflix India (@NetflixIndia) September 3, 2026
ADVERTISEMENT
તાપસી પન્નુએ આ રોલમાં જાણે જીવ નાખી દીધો છે. બેબસી, ચીસ, અપાર ગુસ્સો અને બાદ મર્ડર એક્શનમાં તેને એક માની તમામ ફીલિંગને ખૂબ જ કુદરતી રીતે ભજવી છે. જ્યારે એક માને ગુમાવવા માટે કંઈ બાકી ન રહે ત્યારે તે કેટલી ખતરનાક બની શકે છે તે તાપસીના રોલમાં સ્પષ્ટ જોવા મળે છે. ઈશ્વાક સિંહે પતિનો રોલ સારી રીતે નિભાવ્યો છે, વિલન પણ ખૂબ જ ખતરનાર લાગે છે. છાયા કદમ, જતિન સરના અને બીજા એક્ટર્સ પણ પોતાના રોલમાં ખરા ઉતર્યા છે.
ADVERTISEMENT
ડાઈરેક્ટર દેવાશિષ મખીજાએ એક્સ્ટ્રા ડ્રામા વગર સ્ટોરીને સીધી અને ઇન્ટેન્સલી રીતે રજૂ કરી છે. ટ્વિસ્ટ અને ટર્ન એટલા મજબૂત છે કે પલક પણ ઝપકાવાની તક નથી મળતી. અપહરણ બાદના સીન રિયલ અને પેઈનફૂલ છે. કનિકા ઢિલોને લખેલી સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ પણ મજબૂત છે.
ADVERTISEMENT
જો તમને મર્ડર-મિસ્ટ્રી અને થ્રિલર વાળું કન્ટેન્ટ ગમતું હોય, તાપસીનું આ ખૂંખાર અને ઈમોશનલ રૂપ જોવું હોય અને છેલ્લા ક્ષણ સુધી સસ્પેન્સ જોઈએ તો ‘ગાંધારી’ જોવાનું ચૂકશો નહીં.
સંકળાયેલા મુદ્દાઓ