ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 05:07 PM, 20 October 2026
1/6
દશેરાના દિવસે દેશભરમાં રાવણનાં પૂતળાંનું દહન કરીને અનિષ્ટ પર સારાની જીતની ઉજવણી કરવામાં આવે છે. રાવણને સામાન્ય રીતે અહંકાર, અધર્મ અને બુરાઈના પ્રતીક તરીકે જોવામાં આવે છે. જોકે તેની બીજી સાઈડ પણ હતી. તે મહાન વિદ્વાન, શાસ્ત્રોનો જાણકાર અને શક્તિશાળી યોદ્ધા હતો. રામાયણની પ્રચલિત માન્યતા મુજબ, જ્યારે રાવણ યુદ્ધમાં પરાજિત થઈને અંતિમ શ્વાસો ગણી રહ્યો હતો ત્યારે ભગવાન શ્રીરામે લક્ષ્મણને તેની પાસે જઈને જીવન અને રાજનીતિ સાથે જોડાયેલી શીખ મેળવવા કહ્યું હતું. લક્ષ્મણે રાવણ પાસે જઈને તેની વાતો સાંભળી. કહેવાય છે કે આ સમયે રાવણે જીવનની ત્રણ મહત્વપૂર્ણ બાબતો સમજાવી હતી.
2/6
રાવણ સાથે જોડાયેલી કથામાં પહેલી શીખ એ છે કે કોઈ સારું કામ કરવાનો વિચાર આવે ત્યારે તેને બિનજરૂરી રીતે ટાળવું નહીં. યોગ્ય તક મળે ત્યારે સારા કાર્યની શરૂઆત કરી દેવી જોઈએ. ઘણી વખત લોકો પોતાની આળસ, ડર કે અનિશ્ચિતતાને કારણે મહત્વપૂર્ણ નિર્ણયો પાછળ ઠેલતા રહે છે. પરિણામે યોગ્ય તક હાથમાંથી નીકળી જાય છે. સમય એકવાર પસાર થઈ જાય પછી તેને પાછો લાવવો શક્ય નથી. આ શીખનો બીજો મહત્વનું પાસુ એ છે કે ખોટા કે નુકસાનકારક કામથી દૂર રહેવાનો નિર્ણય પણ સમયસર લેવો જોઈએ.
ADVERTISEMENT
3/6
રાવણની બીજી શીખ મુજબ કોઈ પણ શત્રુને કમજોર સમજીને અવગણવો નહીં. એ જ રીતે, નાની લાગતી બીમારીને પણ ગંભીરતાથી લેવી જોઈએ. ઘણી વાર વ્યક્તિ પોતાની શક્તિ અને સફળતાના અભિમાનમાં બીજાની ક્ષમતાને ઓછી આંકે છે. પરંતુ આવી બેદરકારી પછી મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. રાવણ પણ પોતાની શક્તિ અને સામર્થ્યના ભરોસે ભગવાન શ્રીરામની સેના સામે ટકી રહેવાની આશા રાખતો હતો. અંતે તેનું અભિમાન અને ખોટો અંદાજ તેના પતન સાથે જોડાયાં. આ વાત આજના જીવનમાં પણ લાગુ પડે છે. વ્યવસાય હોય, નોકરી હોય કે વ્યક્તિગત સંબંધો—કોઈ સમસ્યાને નાની સમજીને નજરઅંદાજ કરવાથી તે સમય જતાં ગંભીર બની શકે છે.
4/6
રાવણની ત્રીજી શીખ અંગત બાબતો અને રહસ્યોને લઈને હતી. પ્રચલિત કથા અનુસાર, વ્યક્તિએ પોતાની મહત્વની યોજનાઓ, કમજોરી અને ખાનગી વાતો કોઈની સામે પણ વિચાર્યા વગર જાહેર ન કરવી જોઈએ. દરેક વ્યક્તિ સાથે સંબંધ સારો હોય એનો અર્થ એ નથી કે તેની સામે જીવનની દરેક વાત ખુલ્લી મૂકી દેવી જોઈએ. અમુક બાબતો અંગત રાખવી સમજદારીનો ભાગ છે. ખાસ કરીને કોઈ મોટો નિર્ણય, વ્યવસાયની યોજના કે ભવિષ્યની તૈયારી હોય ત્યારે યોગ્ય સમય અને યોગ્ય વ્યક્તિ પસંદ કરવી જરૂરી છે. રાવણના અંત સાથે જોડાયેલી કથામાં તેની નાભિમાં અમૃત હોવાની વાતનો ઉલ્લેખ મળે છે. કહેવાય છે કે આ રહસ્યની જાણ તેના ભાઈ વિભીષણને હતી અને તેણે રામને તેની માહિતી આપી હતી. ત્યારબાદ રાવણનો વધ શક્ય બન્યો. આ કથામાંથી એવો બોધ મળે છે કે પોતાની નબળાઈઓ અને મહત્વપૂર્ણ માહિતી અંગે સાવચેત રહેવું જોઈએ.
ADVERTISEMENT
5/6
રાવણ પાસે જ્ઞાન, શક્તિ અને સંપત્તિ હોવા છતાં તેનો અહંકાર અને ખોટા નિર્ણયો તેના પતનનાં મુખ્ય કારણો બન્યા. દશેરાનો સંદેશ પણ એ જ છે કે માત્ર જ્ઞાન કે શક્તિ હોવી પૂરતી નથી પણ તેનો યોગ્ય ઉપયોગ કરવો અને પોતાની ભૂલો સ્વીકારવી પણ એટલું જ જરૂરી છે. રાવણ સાથે જોડાયેલી આ ત્રણ શીખ આપણને સમયનું મૂલ્ય સમજવા, સમસ્યાઓને ગંભીરતાથી લેવા અને અંગત બાબતોમાં સમજદારી રાખવાની પ્રેરણા આપે છે. આખરે વ્યક્તિની સફળતા માત્ર તેની શક્તિથી નહીં પરંતુ તેના નિર્ણયો અને વર્તનથી પણ નક્કી થાય છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ