ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ AMCની નોટિસ: જૂની ઈમારતો માટે સ્ટ્રક્ચરલ સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત
Last Updated: 01:44 PM, 20 October 2026
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં જૂની ઈમારતોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર વિકાસ ખાતાએ મહત્ત્વપૂર્ણ જાહેર નોટિસ બહાર પાડી છે. કોમન જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન-૨૦૧૯ (CGDCR)ના નિયમો મુજબ નિર્ધારિત કેટેગરીમાં આવતી ઈમારતોનું સમયાંતરે સ્ટ્રક્ચરલ સેફ્ટી ઈન્સ્પેક્શન કરાવવું અને જરૂરી પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે. આ જોગવાઈનો અમલ કરાવવા માટે ઈમારતના માલિકો, સોસાયટીના હોદ્દેદારો, ડેવલપર્સ અને જવાબદાર વ્યક્તિઓને સૂચિત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
એએમસીના નગર વિકાસ ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં આવેલી રહેણાક, કોમર્શિયલ, ઔદ્યોગિક તથા અન્ય પ્રકારની ઈમારતોના સંબંધિત માલિકો અને જવાબદાર વ્યક્તિઓને લાગુ પડે છે, તેમાં ચેરમેન, સેક્રેટરી, મેનેજર, ડેવલપર, ઓર્ગેનાઈઝર, કબજેદાર અને વપરાશકારોનો પણ સમાવેશ થાય છે.
કઈ ઈમારતો માટે સર્ટિફિકેટ જરૂરી?
ADVERTISEMENT
CGDCR-2019ના રેગ્યુલેશન નં. ૧૬ અને શેડ્યૂલ-૬ મુજબ ઈમારતોનું સમયાંતરે સ્ટ્રક્ચરલ સેફ્ટી ઈન્સ્પેક્શન કરાવવાનું રહે છે. ખાસ કરીને ક્લાસ-૧ની ઈમારતોમાં તમામ પ્રકારનાં ફ્રેમ સ્ટ્રક્ચર, ફેક્ટરી, ઔદ્યોગિક, વિશેષ પ્રકારનાં શૈક્ષણિક, કોમર્શિયલ તથા અન્ય જાહેર ઈમારતોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ૧૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી લોડબેરિંગ રહેણાક ઈમારતો ક્લાસ-૨ની કેટેગરીમાં આવે છે. આ બંને કેટેગરીમાં સમાવિષ્ટ અને બાંધકામને ૧૫ વર્ષ કે તેથી વધુ સમય પૂર્ણ થયો હોય તેવી ઈમારતોની ચકાસણી કરાવવાની રહેશે.
ADVERTISEMENT
લાઈસન્સધારક નિષ્ણાત પાસે તપાસ કરાવવી પડશે
સંબંધિત ઈમારતના માલિક અથવા જવાબદાર વ્યક્તિએ રજિસ્ટર્ડ ઈજનેર, આર્કિટેક્ટ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈસન્સધારક સ્ટ્રક્ચરલ ઈજનેર પાસે ઈમારતની ચકાસણી કરાવવાની રહેશે. તપાસ બાદ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દિવાળીમાં ચોરી-લૂંટ રોકવા અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન, બજારો અને મકાનો પર નજર
સર્ટિફિકેટ મેળવ્યા પછી નિયત ફોર્મ નં. ૧૫માં જરૂરી વિગતો ભરીને સંબંધિત ઝોનલ ઓફિસમાં જમા કરાવવાનું રહેશે. આ પ્રક્રિયા દ્વારા ઈમારતની માળખાકીય સ્થિતિની ચકાસણી અને તેના સલામતીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો હેતુ છે તેમજ નગર વિકાસ ખાતાની આ સૂચનાના પગલે સંબંધિત ઈમારતોના માલિકો અને સંચાલકોએ લાગુ પડતી જોગવાઈઓ મુજબ તપાસ કરાવી જરૂરી પ્રમાણપત્ર અને ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા હાથ ધરવી પડશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો