ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કરનારા 3 આરોપીઓ ઘટના બાદ ભાગીને સુરત પહોંચ્યા, ક્રાઈમ બ્રાન્ચને કેવી રીતે મળી કડી
Last Updated: 09:17 PM, 19 October 2026
ADVERTISEMENT
બોલીવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કેસના તાર સુરત સુધી પહોંચ્યાં છે. આરોપીઓ મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરીને કેબ અને બાદમાં રિક્ષા મારફતે સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. સુરત રેલ્વે સ્ટેશન ખાતે ભાગતા અને દોડીને ટ્રેન પકડતા સીસીટીવીમાં પણ કેદ થયા હતા અને રાજસ્થાન તરફ જતી ટ્રેનમાં બેસી ગયા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ તપાસી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અપાયેલા ચોક્કસ ઇનપુટના આધારે ટ્રેનનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
રેલવે સ્ટેશનના CCTVમાં કેદ થયા હુમલાખોરો
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત રેલવે સ્ટેશન પહોંચીને તપાસના ભાગરૂપે સીસીટીવી (CCTV) ફૂટેજની ચકાસણી કરી હતી. આ દરમિયાન અભિનેતા ટાઈગર શ્રોફ પર હુમલો કરનારા ત્રણેય શંકાસ્પદ હુમલાખોરો કેમેરામાં કેદ થયેલા જોવા મળ્યા હતા. હુમલાખોરો સુરતથી પસાર થતી પુણે-જયપુર ટ્રેનના સમયથી પહેલેથી જ વાકેફ હતા.
ADVERTISEMENT
રાજસ્થાનના કોટામાંથી ધરપકડ
ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર કરનારા હુમલાખોરોને 15 કલાકમાં રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પરથી પકડી લેવામાં આવ્યા. ટાઇગર પર રવિવારે મોડી રાત્રે 7 વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આરોપીઓને કેટલી મળી હતી રકમ?
આરોપીઓને મોટી રકમ અને વિદેશમાં વસાહતનું વચન આપીને લાલચ આપવામાં આવી હતી. પોલીસ સૂત્રએ એમ પણ જણાવ્યું હતું કે ત્રણેયને કુલ ૫૦,૦૦૦ રૂપિયા મળ્યા હતા. પોલીસ હવે એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે પૈસા કોણે પૂરા પાડ્યા, હુમલો કોણે કર્યો અને શું અન્ય લોકો આ કાવતરામાં સામેલ હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.