ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના ખોખરામાં બેગમાંથી મળી વૃદ્ધાની લાશ, ફ્લેટમાંથી દુર્ગંધ આવતા પડોશીઓએ દરવાજો ખોલાવ્યો

ahmedabad news / અમદાવાદના ખોખરામાં બેગમાંથી મળી વૃદ્ધાની લાશ, ફ્લેટમાંથી દુર્ગંધ આવતા પડોશીઓએ દરવાજો ખોલાવ્યો

Published By: Hiralal Parmar

Last Updated: 06:01 PM, 19 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ખોખરાના બંધ ફ્લેટમાંથી મહિલાની લાશ મળી આવતાં ચકચાર મચી હતી.

ADVERTISEMENT

અમદાવાદના ખોખરા વિસ્તારમાં ચકચારી ઘટના સામે આવી છે જેમાં ૬૦ વર્ષના એક મહિલાને હત્યા કરીને બેગમાં લાશ સંતાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ લાશ બેગમાં ન આવતા આરોપી લાશને એમનેમ જ મૂકીને ફરાર થઈ ગયા હતા પરંતુ ડેડબોડી ની દુર્ગંધ આવતા હત્યા નો મામલો સામે આવ્યો છે.

બંધ ફ્લેટમાં બેગમાં મળી મહિલાની લાશ

અમદાવાદના ખોખરામાં બંધ ફ્લેટમાંથી બેગમાં ભરેલી વૃદ્ધ મહિલાની શંકાસ્પદ હાલત માં લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. 2 દિવસ પહેલા હત્યા થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે, સમગ્ર ઘટનાની વાત કરીએ તો ખોખરા વિસ્તારમાં આવેલ જીવન રક્ષા ફ્લેટમાં બીજા માળે રહેતા લક્ષ્મી ડાભી નામની મહિલા ની હત્યા કરીને લાશ બેગમાં નાખવાની કોશિશ કરવામાં આવી હતી પણ ડેડબોડી બેગમાં ના જવાના કારણે હત્યારાઓ લાશ ને મૂકીને બહારથી તાળું મારીને ફરાર થઈ ગયા હતા પણ ફ્લેટમાંથી આજે સવારે વધારે પ્રમાણ માં દુર્ગંધ આવતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી જેમાં મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.

એક યુવકની અટકાયત

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરા ખાતે બંધ ફ્લેટમાંથી બેગમાં ભરેલી આશરે 60 વર્ષીય વૃદ્ધ મહિલાની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. ખોખરા બોલી છે ફ્લેટના સીસીટીવી લઈને તપાસ હાથ ધરી છે જેમાં એક યુવક મહિનાના ફ્લેટમાં જતો હોવાનો શંકાના આધારે હાલમાં પોલીસે અટકાયત કરી હતી અને અટકાયતમાં યુવકે હત્યા કરી હોવાનું કબુલ કર્યું છે ત્યારે પોલીસે આ હત્યા ૧૫ લાખ રૂપિયા ની લેતી દેતી થઈ હોવાનું પ્રાથમિક કારણ પણ સામે આવ્યું છે ત્યારે પોલીસ આરોપીની વધુ તપાસ હાથ ધરીને કડક કાર્યવાહી કરી છે.

વધુ વાંચો : VIDEO : 'એક દિવસ આપણે બધા મરી જવાના' ચર્ચમાં મૃત્યું પર ભાષણ આપતાં હતા પાદરી, ભારેખમ ક્રોસ પડતાં મોત

અંગત સંબંધીએ જ મહિલાની હત્યા કરી

આમ મૃતક મહિલાના અંગત સંબંધીએ જ મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે કયા ચોક્કસ કારણોસર હત્યા થઈ છે તે પોલીસ તપાસમાં બહાર આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ